Tuesday, March 8, 2022

James Webb Telescope(ભાગ-2)

 


 

હવે આવીએ જેમ્સ વેબ ટેલિસ્કોપ ઉપર. ટેલિસ્કોપનું નામ નાસાના દ્વિતિય સંચાલક/વહીવટકર્તાના નામ ઉપર રાખવામાં આવ્યું છે. જેમ્સ વેબને પોતાની સૌપ્રથમ જાણકારી પૃથ્વી સુધી મોકલવા માટે મહિનાનો સમય લાગશે. એનો અર્થ એવો નથી કે તેને પોતાના મુકામ સુધી પહોંચવા માટે મહિના લાગશે. ફિલહાલ તે પોતાના મુકામ ઉપર પહોંચી ચૂક્યું છે પરંતુ અગાઉ કહ્યું તેમ તેના માટે પડકારો ઘણાં છે. તેના પડકારો વિષે જાણવું હોય તો મુખ્ચ ઇમેજ જુઓ...કે કેવીરીતે તેણે પોતાના મુકામ સુધી પહોંચવા માટેના અવરોધોને સફળતાપૂર્વક પાર પાડ્યાં. કઇરીતે તબક્કાવાર તેના વિવિધ ભાગો વિસ્તરણ પામ્યા. મુકામ ઉપર પહોંચ્યા બાદ તે પોતાના વિવિધ ભાગોનું calibration કરશે. જે માટે તેને સમય લાગશે.

-

infrared સ્પેક્ટ્રમ ઉપર કાર્ય કરવું એટલું આસાન નથી જેટલું આપણે સમજીએ છીએ. તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ. ફાયદો છે કે બીજી બધી વેવલેન્થની તુલનાએ લાંબી વેવલેન્થ હોવાના કારણે તરંગો માર્ગમાં આવનારી બાધાઓ(જેવીકે cosmic dust, gases) ને ભેદી આરામથી આપણી પાસે પહોંચી જાય છે. જુઓ નીચેની ઇમેજ, સરખામણીમાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે visible light આપણને એટલી જાણકારી નથી આપતી જેટલી infrared તરંગો આપે છે. ટૂંકમાં બ્રહ્માંડને જાણવા માટે આપણે ફક્ત visible light ઉપર આધાર નથી રાખી શકતાં.




-

જેમ્સ વેબને સ્પેસમાં L2(second lagrange) પોઇન્ટ ઉપર રાખવામાં આવશે. હવે L2 પોઇન્ટ શું છે? અહીં આપણે ઉંડાણમાં નહીં જઇને(વિસ્તૃત જાણકારી જોઇતી હોય તો નીચે આપેલ લિંક ઓપન કરી મેળવી શકો છો) કેવળ આછી-પાતળી માહિતી મેળવી લઇએ.દરઅસલ three body નામનો એક પ્રોબલ્મ છે, જે કહે છે કે...શું એવું સ્થિર માળખું હોય શકે છે જ્યાં ત્રણ અલગ-અલગ પિંડ એકબીજાના ચક્કર પણ લગાવે તેમજ એકબીજાથી હંમેશા સરખી સ્થિતિએ જળવાયેલા રહે? three body problem ને 18 મી સદીમાં Joseph Louis Lagrange નામક એક ગણિતશાસ્ત્રીએ ઉકેલી નાંખ્યો. તેમણે એવા પાંચ પોઇન્ટ દર્શાવ્યા જ્યાં ઉપરોક્ત સ્થિતિ satisfy થતી હતી. પાંચેય પોઇન્ટને Lagrange point કહે છે.

-

હવે સવાલ ઉદભવે છે કે L2 પોઇન્ટ શું કામ વૈજ્ઞાનિકોએ પસંદ કર્યોં? એના જવાબમાં આપણાં એક અન્ય સવાલનો જવાબ સામેલ છે કે...જેમ્સ વેબ -230 ડીગ્રી સે. તાપમાને કાર્ય કરશે જ્યારે હબલ 20 ડીગ્રી સે. તાપમાને કાર્યરત છે. તાપમાનના આટલા મોટાં તફાવતનું કારણ શું? સૌપ્રથમ સવાલનો જવાબ મેળવી લઇએ. અગાઉ જણાવ્યું તેમ જેમ્સ વેબ infrared રેડિયેશન ઉપર કાર્ય કરશે. ઇન્ફ્રારેડ તરંગો હરએક ગરમ પદાર્થમાંથી ઉત્સર્જીત થતાં રહે છે. જેમકે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, હર સજીવ ઇવન કે જેમ્સ વેબમાં સામેલ ઉપકરણોમાંથી પણ. સ્પેસમાં ઘણે દૂરથી આવતાં તરંગોને detect કરવા માટે, આસપાસ મૌજૂદ રેડિયેશનનો શોરબકોર ઓછામાં ઓછો હોવો જરૂરી છે. શોરબકોરને ન્યૂનતમ રાખવા માટે વૈજ્ઞાનિકોએ કેટલીક તરકિબો અજમાવી છે. જેમકે...ટેલિસ્કોપને એક સ્પેશ્યલ ઓર્બિટ L2 માં સ્થાપિત કરવું. L2 ની ખાસિયત છે કે અહીં હંમેશા પૃથ્વી...ટેલિસ્કોપ અને સૂર્યની વચ્ચે રહે છે. જેના કારણે સૂર્યમાંથી આવતું રેડિયેશન ઘણું ઓછું થઇ જાય છે.

-

હવે જેમ્સ વેબ ટેલિસ્કોપની engineering ઉપર નજર કરીએ. જેમ્સ વેબની engineering એક અજાયબી છે. કઇરીતે જુઓ...સૂર્યમાંથી આવનારા રેડિયેશન અને ગરમીથી બચાવવા માટે ટેલિસ્કોપમાં એક છત્રી લગાવવામાં આવી છે. જેને sunshield કહેવામાં આવે છે. sunshield ના ગરમ ભાગ(કે જે સૂર્ય તરફ રહેશે) નું તાપમાન લગભગ 85 ડીગ્રી સે. જેટલું રહેશે જ્યારે ઠંડા ભાગનું તાપમાન -230 ડીગ્રી સે. આસપાસ રહેશે(જુઓ નીચેની ઇમેજ). ટૂંકમાં તેણે ગરમ અને ઠંડા ભાગ વચ્ચે બફરનું કાર્ય કરવાનું છે. હવે તે કરશે કઇરીતે તે જુઓ..



 

(ક્રમશ:)

 

 

https://www.facebook.com/permalink.php?story_fbid=2993117247477366&id=100003373615705

 

 

 

No comments:

Post a Comment