Saturday, March 19, 2022

James Webb Telescope(ભાગ-4)

 


 

હવે વાત કરીએ તેના instrumentation ની. જેમ્સ વેબમાં એક Intergated science Instrument Module લાગ્યું છે જેને ISIM કહે છે. તેને primary mirror ની બિલકુલ પાછળ લગાડવામાં આવ્યું છે(જુઓ નીચેની ઇમેજ). ભાગ ખુબજ sensitive છે. આજ ભાગને આપણે સૂર્યની ગરમી અને રેડિયેશનથી બચાવવાનું છે. ISIM માં વિવિધ સાધનો લાગ્યા છે. જેમકે (1) Near-Infrared Camera(NIRCam) (2) Near-Infrared Spectrograph(NIRSpec) (3) Mid Infrared Instruments (4) Near Infrared Images and Spectrograph વગેરે.



-

ઉપકરણોમાંથી નીકળેલ રેડિયેશનથી બચવા માટે તેમાં એક ક્રાયોજેનિક કુલર મૌજૂદ છે. જે તેનું તાપમાન -230 ડીગ્રી સે. જેટલું મેઇન્ટેન કરશે. તમને જરૂર પ્રશ્ન થશે કે તો ખુબજ ઠંડુ તાપમાન છે. હાં, પરંતુ જરૂરી છે કેમકે ટેલિસ્કોપ પોતે કોઇ રેડિયેશન ઉત્પન્ન કરે. અગાઉ આપણે જોઇ ગયા કે હર ગરમ વસ્તુ Infrared રેડિયેશનને ઉત્પન્ન કરે છે. તો ક્યાંક એવું થવું જોઇએ કે ટેલિસ્કોપ પોતાના રેડિયેશનને detect કરી લે. આજ કારણ છે કે ટેલિસ્કોપને આટલું ઠંડુ રાખવામાં આવ્યું છે.

-

ઉપરોક્ત સાધનોમાં ત્રીજા નંબરનું એટલેકે Mid Infrared Instrument ને ઠંડુ રાખવું પડે છે. ઠંડુ રાખવા માટે કૂલરની જરૂર છે અને કૂલર સામાન્યપણે rotatory parts વડે બને છે. જેના કારણે કંપન(vibration) ઉત્પન્ન થાય છે. માની લો કે જેમ્સ વેબે દૂરની કોઇ ગેલેક્ષી ઉપર ફોકસ કર્યું છે અને કૂલરના કારણે તેમાં કંપન ઉત્પન્ન થાય તો ફોકસ ડિસ્ટર્બ થઇ જશે અને ઇમેજ ધૂંધળી મળશે. માટે આપણને એવા કૂલરની જરૂર હતી જેમાં કોઇપણ પ્રકારનો rotary ભાગ હો. તેથી તેના માટે ક્રાયોજેનિક કૂલરનું નિર્માણ કરવામાં આવ્યું(જુઓ નીચેની ઇમેજ). તમને જાણીને નવાઇ લાગશે કે કૂલર અવાજ(sound) વડે કૂલિંગ કરે છે(wow!!). જેની કાર્યપધ્ધતિ ફરી ક્યારેક જોઇશું અન્યથા પોષ્ટ લંબાઇ જશે.



-

જેમ્સ વેબમાં reaction wheel મૌજૂદ છે(જુઓ નીચેની ઇમેજ). તેનું કાર્ય sunshield ના alignment ને અકબંધ રાખવું. sunshield ઉપર સૂર્યનો પ્રકાશ પડશે. પ્રકાશમાં ફોટોન હોય છે અને ફોટોનમાં મોમેન્ટમ, એનર્જી હોય છે. તો જ્યારે sunshield ઉપર ફોટોનની ભરમાર હશે ત્યારે તે ધીમેધીમે sunshield ની alignment ને ખોરવી નાંખશે. ટૂંકમાં reaction wheel ની movement વડે આપણે ટેલિસ્કોપનું alignment બદલી શકીએ છીએ.



-

જેમ્સ વેબ ટેલિસ્કોપ નિર્માણનો સૌથી મોટો પડકાર તેને fold કરવાનો(વાળવાનો) હતો. કેમકે આટલાં મોટાં ટેલિસ્કોપને સ્પેસમાં fold કરીને લઇ જઇ શકાય. વાળવા માટે તેને વિવિધ 128 ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું. તેમજ તેના 300 failure point છે. અર્થાત જો 300 માંથી એકપણ પોઇન્ટ પોતાનું કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યો હોત તો ટેલિસ્કોપ unfold થઇ શકતે અને મિશન ફેઇલ થઇ જાત. પરંતુ!! મોટાભાગના પડાવ તેણે સફળતાપૂર્વક પાર કરી લીધાં છે.

-

તો ફાઇનલી જેમ્સ વેબ પોતાના મુકામ ઉપર પહોંચી ચૂક્યું છે. વૈજ્ઞાનિકોએ તેના માટેનું સૌથી પહેલું લક્ષ્ય ursa major નક્ષત્રમાં સ્થિત એક તારો HD84406 નિર્ધારિત કર્યું છે. તો આપણે ખુબજ ઉત્તેજીત છીએ કે જેમ્સ વેબ દ્વારા લેવામાં આવેલ પહેલી તસવીર કેવીક હશે? તેમજ આપણને ઇન્તેઝાર છે રહસ્યમયી, રોમાંચક, અવનવી જાણકારી નો...

 


 

No comments:

Post a Comment