Saturday, March 26, 2022

ફાંસીવાદ

 

સાચું છે કે અધિકતર ફાંસીવાદી અશિક્ષિત, કુશિક્ષિત અથવા અર્ધશિક્ષિત હોય છે પરંતુ એનો મતલબ એવો નથી કે તેઓ આયોજન વગરનું કાર્ય કરે છે અથવા બોલે છે. દરઅસલ ફાંસીવાદી નેતાનો એક-એક શબ્દ તેમજ નાનામાં નાનું કાર્ય પણ આયોજન વગર કે ઉદ્દેશ્ય વગરનું નથી હોતું. જ્યારે તમને લાગે કે ફાંસીવાદી નેતા બકવાસ કરે છે/ગાંડો થઇ ગયો છે હકિકતે ત્યારે તે પોતાની રમત રમી રહ્યો હોય છે. આવુ કરી તે પોતાના વિરોધીઓને ફાલતુની વાતોમાં મશગુલ રાખવાનું કામ પણ કરતો હોય છે.

-

સાચું છે કે ફાંસીવાદ જુઠાણાં અને દુષ્પ્રચાર ઉપર નભે છે. માટે જે લોકો સમજે છે કે ફાંસીવાદી નેતા મૂર્ખ અથવા અજ્ઞાની છે તેમજ તેને તથ્યો અને ઇતિહાસનું જરા પણ ભાન નથી, તેઓ ભ્રમમાં છે. એક ફાંસીવાદી સઘળું જાણતો હોવા છતાં ખોટું બોલશે, વારંવાર બોલશે. હાં, જનતામાં તેને ઉઘાડો પાડવો જોઇએ પરંતુ તેને સુધારવાની કોશિશ બેકાર છે. બહુમત જનતા અધિકતર મુદ્દે તાર્કિક નહીં પરંતુ ભાવુકપણે વિચારે છે. દરઅસલ જન-મનોવિજ્ઞાનને જેટલું સારી રીતે ફાંસીવાદી સમજે છે તેટલું કદાચિત કોઇ સમજી શકે. માટે તે જન-મનોવિજ્ઞાનની નબળાઇઓનો ભરપુર લાભ ઉઠાવે છે. તે જાણે છે કે વર્ષોની ધાર્મિક ગુલામી, સામંતવાદ અને પિતૃસત્તાવાદના કારણે જનતા સ્વતંત્રતા અને સ્વતંત્ર વિચારને સમજી નથી શકતી. લોકો કોઇની કહેલી વાતોની સચ્ચાઇ જાણવાનો ક્યારેય પ્રયાસ નથી કરતાં. એટલામાટે ફાંસીવાદીઓ ભરપૂર આત્મવિશ્વાસ સાથે જુઠાણાં ઉપર જુઠાણાં બોલતા રહે છે.

-

ફાંસીવાદ અચાનક હવામાંથી પેદા નથી થતો. તેના મૂળીયાં આપણી સામાજીક અને આર્થિક વ્યવસ્થામાં મૌજૂદ હોય છે. એવું નથી કે તે કોઇ વિશેષ દેશ કે સમાજમાં ઉત્પન્ન થાય છે. તેને જ્યાં પણ અનુકુળ વાતાવરણ મળશે, ખીલી ઉઠશે. ફાંસીવાદનો સૌથી મજબૂત આધાર આપણો સરમુખત્યારશાહી અને પિતૃસત્તાક પરિવાર છે. જે આપણાં મગજમાં બાળપણથી એક મજબૂત નાયકની છબી રજૂ કરે છે જેની સામે કોઇ 'ના' નથી કહી શકતું. એટલુંજ નહીં...કેમકે તે નાયકે પરિવારની સઘળી સમસ્યાઓનું સમાધાન કરવાનું હોય છે એટલામાટે તે પરિવાર તેના અન્ય સદસ્યોને પંગુ બનાવી તેમની સ્વતંત્ર ચિંતનની ક્ષમતાને હણી નાખે છે. પછી આપણે દેશ અને સમાજ માટે પણ આવો નાયક ઇચ્છીએ છીએ. સ્ત્રીઓનું દમન અને તેમનું શોષણ ફાંસીવાદનો બીજો મોટો આધાર છે. વધુમાં(ભલે વાત અતિશયોક્તિપૂર્ણ લાગતી હોય પરંતુ ઘણે અંશે સાચી પ્રતિત થાય છે), ફાંસીવાદને ચૂંટણીઓ દ્વારા હરાવવું ખુબજ...ખુબજ મુશ્કેલ કાર્ય છે. તેને હરાવવા માટે રસ્તા ઉપર ઉતરવું પડે છે, વિદ્રોહ કરવો પડે છે.

 


No comments:

Post a Comment