સઘળા જીવો નવી-નવી પરિસ્થિતિઓમાં સર્વાઇવલ હેતુ નવી-નવી શારીરિક તથા વ્યવ્હાર સંબંધી વિશેષતાઓ ગ્રહણ કરે છે. તો તેમના શરીરમાં આ બદલાવ ક્યાંથી આવે છે?
-
આ બદલાવોની મુખ્ય ચાવી ડીએનએ માં છુપાયેલ છે. ડીએનએ ચાર અક્ષરો(ન્યૂક્લિયોટાઇડ બેસ) વડે બનેલ સર્પાકાર સંરચના હોય છે. જે આપણાં રંગ-રૂપ, સ્વાસ્થ્ય તથા વ્યવ્હાર વગેરેથી જોડાયેલ દરેક વિશેષતાઓને જન્મ આપે છે. આ ચાર ન્યૂક્લિયોટાઇડ ક્રમશ: એડિનિન, ગ્વાનિન, થાયમિન અને સાઇટોસિન નામે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે નવી કોષિકાના જન્મ દરમિયાન ડીએનએ પોતાની પ્રતિલિપિ તૈયાર કરે છે. આ દરમિયાન ડીએનએમાં મૌજૂદ અક્ષરો આપસમાં ઘણીવાર બદલાઇ જાય છે, જેને પોઇન્ટ મ્યૂટેશન કહે છે. ડીએનએમાં થયેલ આ બદલાવ ઘણી વખત જીવમાં મોટા બદલાવોને જન્મ આપે છે. મ્યૂટેશનનો દર ઘણો ધીમો હોય છે માટે મોટા બદલાવોને પ્રાપ્ત કરવા માટે ડીએનએ ને લાખો વર્ષનો સમય લાગે છે.
-
આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપરની પ્રત્યેક જીવિત ચીજ કોષિકાઓ વડે બની છે. કોષિકાઓ બે પ્રકારની હોય છે.....Prokaryotic(સરળ કોષિકા) અને Eukaryotic(જટિલ કોષિકા). સરળ કોષિકાઓથી વિકસિત થયેલ જટિલ કોષિકાઓમાં નવી વિશેષતા એ હતી કે....તેઓ સેક્સ કોષિકા(અંડાણુ તથા શુક્રાણુ) ને ઉત્પન્ન કરવા તથા તેમના ફ્યૂઝન વડે નવી કોષિકાને જન્મ આપવામાં સક્ષમ હતી. જ્યારે સરળ કોષિકાઓ ફક્ત પોતાના વિભાજન વડે જ નવી સંતાનને જન્મ આપવામાં સક્ષમ હોય છે અને તે સંતાન પોતાની જન્મદાતા કોષિકાની હુબહુ ક્લોન હોય છે. માટે તેના ડીએનએ માં વિવિધતા માટેની કોઇ ગુંજાઇશ શેષ નથી વધતી. જ્યારે સેક્સના આવિષ્કાર વડે જટિલ કોષિકાઓ પોતાના સઘળા જીન એકબીજા સાથે આપ-લે કરી શકે છે. આ પ્રમાણે ડીએનએ ને પોતાને સંશોધિત કરવા માટે અધિક ડેટા ઉપલબ્ધ હોય છે. પરિણામસ્વરૂપ ડીએનએ ઓછા સમયમાં જીવોમાં મોટા બદલાવ લાવી શકે છે.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment