Sunday, May 9, 2021

Betelgeuse

 


 

મિત્રો, ઉપર લખેલ નામ એક તારા(star) નું છે. જે પૃથ્વીથી 642 પ્રકાશવર્ષ દૂર orion constellation(જેને મૃગશીષ તારામંડળ પણ કહે છે) માં સ્થિત છે. તારો ફિલહાલ ખુબ ચર્ચામાં છે. તારો એક રેડ જાયન્ટ સ્ટાર છે. તે આપણાં સૂર્યથી 950 ગણો મોટો છે. તે એટલો વિશાળ છે કે જો તારાને આપણાં સૂર્યની જગ્યાએ મૂકવામાં આવે તો તેનું કદ ગુરૂ ગ્રહ સુધી ફેલાઇ જશે. તેનું કદ આપણાં સૂર્ય કરતાં 950 ગણું ભલે હો પરંતુ તેનું દળ(mass) આપણાં સૂર્ય કરતાં 20 ગણું વધુ છે. કેમકે તેનું માળખું કીડીઓએ ખાઇ-ખાઇને ખોખલાં કરી નાંખેલ લાડવા સમાન છે. તારો પોતાના જીવનના અંતિમ દિવસો ગણી રહ્યો છે.

-

આવા રેડ જાયન્ટ સ્ટારની એક ખાસિયત હોય છે. તેઓ આસાનીથી મૃત્યુ નથી પામતા બલ્કે તેમાં એક મોટો વિસ્ફોટ થાય છે અને તેઓ છિન્નભિન્ન થઇ જાય છે. જેને સુપરનોવા વિસ્ફોટ કહે છે. સુપરનોવા બ્રહ્માંડમાં થતી સૌથી ખતરનાક ઘટનાઓમાંથી એક છે. ઘટનાને મનુષ્યે ભૂતકાળમાં પોતાની નગ્ન આંખો વડે વર્ષ 1604 માં જોઇ હતી. જેને Kepler's Supernova ના નામે ઓળખવામાં આવે છે. જાન્યુ. 2019 થી ડિસે. 2020 દરમિયાન થયેલ રિસર્ચથી આપણને ખબર પડી કે તારો પોતાના પ્રકાશને લગાતાર ખોઇ રહ્યો છે. આવનારા અમુક વર્ષોથી લઇને 10 હજાર વર્ષની અંદર તારો ગમે ત્યારે સુપરનોવા વિસ્ફોટ બની શકે છે. તારો એટલો વિશાળ વિસ્ફોટ કરશે કે તેને પૃથ્વી ઉપરથી રાત્રે સ્પષ્ટરૂપે જોઇ શકાશે. વિસ્ફોટ રાત્રિમાં આપણને પૂનમના ચંદ્ર જેટલો તેજસ્વી દેખાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દ્રશ્ય આપણને લગભગ મહિનાથી લઇને દોઢ વર્ષ સુધી દેખાશે. વિસ્ફોટ બાદ બીટલજ્યુસ એક ન્યુટ્રોન સ્ટારમાં પરિવર્તિત થઇ જશે, કે જે ફક્ત 30 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયો હશે.

-

હવે અહીં મહત્વનો સવાલ ઉઠે છે કે શું વિસ્ફોટ પૃથ્વીને અસર કરશે? જવાબ છે.....બિલકુલ નહીં. કેમકે તારો આપણાંથી 642 પ્રકાશવર્ષ દૂર છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 30 પ્રકાશવર્ષથી વધુ દૂરના સુપરનોવા વિસ્ફોટ પૃથ્વીને ખાસ કંઇ અસર નથી કરતા. હાં, જો કોઇ સુપરનોવા વિસ્ફોટ 25 થી 26 પ્રકાશવર્ષ દૂર થયો હોય, તો તે પૃથ્વીના અડધાથી વધુ ઓઝોન લેયરને ખતમ કરી શકે છે. માટે બીટલજ્યુસ આપણાં માટે હાનિકારક નથી. બીજું, આપણી નજીક એવો કોઇજ તારો નથી જે આવનારા કરોડો વર્ષોમાં પણ અવસ્થાને પ્રાપ્ત થાય. હાં, આપણો સૂર્ય પોતે એક દિવસ પૃથ્વીને ખતમ જરૂર કરી નાંખશે પરંતુ ફિકર નોટ.... દિવસને પણ હજુ લગભગ ચાર અબજ વર્ષ કરતાં વધુની વાર છે.

 


No comments:

Post a Comment