જે લોકો કાર અકસ્માતનો ભોગ બન્યા હો અને તેમાં એર બેગ ખુલી ગઇ હો, તેવા વ્યક્તિને પુછવામાં આવે કે તમારો અનુભવ કહો....તો તેઓ કહેશે કે એર બેગ ખરેખર એક જાદુઇ વસ્તુ છે. તો લાખો લોકોના જીવ બચાવનાર એર બેગ કઇરીતે કાર્ય કરે છે? જાણીને નવાઇ લાગશે કે એર બેગમાં હવા ભરવા માટે કારમાં કોઇ પંપ જ નથી હોતો. કેમ? કેમકે એર બેગ 0.05 સેકન્ડ(50 મિલી સેકન્ડ) ની અંદર જ ખુલી જાય છે. તમને આશ્ચર્ય થશે કે દુનિયામા એવો કોઇ પંપ જ બન્યો નથી જે એર બેગમાં આટલી જલ્દી હવા ભરી શકે! તો પછી એર બેગમાં હવા કઇરીતે ભરાય છે?
-
વેલ, આનો જવાબ છે......બોમ્બ(Bomb). જી હાં, જવાબ બિલકુલ સાચો છે પરંતુ આની સ્પષ્ટતા પહેલાં થોડી સામાન્ય બાબતની ચર્ચા કરી લઇએ. અકસ્માત દરમિયાન ઇજનેરોની કોશિશ હોય છે કે પેસેન્જર પોતાની સીટ ઉપરથી જરાય move ન થાય. એટલા માટે સીટ બેલ્ટ પેસેન્જરને પોતાની સીટ સાથે બાંધી રાખે છે. પણ....માણસનું માથું ગરદનની લચક ના કારણે આમાંથી બાકાત રહી જાય છે અને સામેની તરફ ઝડપથી ફંગોળાય જાય છે. માટે એ જરૂરી થઇ પડે છે કે head safety નો પણ બંદોબસ્ત કરવામાં આવે.
-
અકસ્માત દરમિયાન પેસેન્જરને લગભગ 0.05 સેકન્ડ જેટલો સમય લાગે છે steering wheel સાથે અથડાવા માટે. તેથી એ જરૂરી છે કે એર બેગ 0.04 સેકન્ડની અંદર ખુલી જવી જોઇએ. આ સમય કેટલો નાનો છે તેનો અંદાજો એ વાતે લગાવી શકો છો કે આંખના પલકારાનો સમય પણ આથી વધુ હોય છે. તો પરંપરાગત રીતે બેગમાં હવા ભરવું જેમકે.....ગેસ સિલિન્ડર, એર સિલિન્ડર અથવા પંપ જેવા સાધનો 5 થી 20 સેકન્ડ સુધીનો સમય લે છે અને આ બધી વસ્તુઓ કારમાં વધારાની જગ્યા પણ રોકે છે. કે જે એક પ્રેક્ટિકલ નિવારણ નથી. કહેવાનો મતલબ મિકેનિકલ રીતે બેગમાં હવા ભરવું નામુમકિન છે. માટે વૈજ્ઞાનિકોએ એક ખુબજ આશ્ચર્યજનક રીત અપનાવી સઘળી મેટરને ન્યાય આપવા માટે.
-
થાય છે કંઇક એવું કે, કાર જ્યારે કોઇક વસ્તુ સાથે અથડાય છે તો તેમાં લાગેલ Accelerometer એર બેગની સર્કિટને સક્રિય કરે છે. જેનાથી એર બેગ ફેલાવાનું શરૂ કરે છે. સઘળી મેટર સુરક્ષાને લગતી હોવાથી એર બેગ હર અથડામણ વખતે ખુલવી જરૂરી છે. માટે કારમાં એક નહીં પરંતુ ઘણાં Accelerometer હોય છે. Accelerometer એક એવું સાધન હોય છે જે કારની ગતિમાં થયેલ અચાનક ફેરફારને નોંધે છે અને તે એકથી વધુ એટલા માટે હોય છે, જેથી અગર કોઇ એક Accelerometer નિષ્ફળ નિવડે તો બીજા કાર્યશિલ રહે. સમસ્યા ત્યારે વધુ વકરે છે કે આટલી જલ્દી બેગમાં હવા ભરવી કઇરીતે?
-
જવાબ છે.....બોમ્બ. સાંભળવામાં આ બહુ ખતરનાક લાગે છે પરંતુ બોમ્બ સિવાય કોઇ એવી વસ્તુ જ નથી જે આટલી વધુ હવા આટલી ઝડપથી ઉત્પન્ન કરી શકે. તેથી વૈજ્ઞાનિકોને જરૂર હતી એક એવા બોમ્બની જે પેસેન્જર માટે સલામત હોય. માટે તેમણે એક કેમિકલ Sodium Azide ને પસંદ કર્યું. આ રસાયણ સામાન્યપણે ઘણું સ્થિર હોય છે પરંતુ જો તેને સળગાવવામાં આવે તો તે વિસ્ફોટ કરે છે. જેનાથી ખુબજ ઝડપી નાઇટ્રોજન ગેસ બને છે અને સોડિયમ મેટલ અલગ થઇ જાય છે. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન ગેસ આપણાં માટે નુકસાનકારક નથી. કમાલની વાત એ છે કે Sodium Azide નો ખુબ નાનો ભાગ પણ 70 લીટર જેટલો નાઇટ્રોજન બનાવી શકે છે અને તે પણ ખુબ ઝડપી. મોર્ડન કારમાં Sodium Azide ને બદલે Guanidine Nitrate નો ઉપયોગ થાય છે પરંતુ કાર્યપધ્ધતિ એકસરખી જ છે.
-
હવે અહીં એક મહત્વનો સવાલ છૂટી જાય છે કે.....જો Accelerometer કારની ગતિમાં થયેલ અચાનક ફેરફારને નોંધે છે, તો પછી બ્રેક મારતી વખતે એર બેગ કેમ ખુલી નથી જતી? વેલ, Accelerometer પ્રવેગ અથવા ફોર્સને માપે છે. જો deceleration એટલેકે ઝડપનો ઘટાડો નોંધપાત્ર હોય તો જ તે એર બેગની સર્કિટને ટ્રીગર કરે છે. નોર્મલ બ્રેકીંગ આ ફોર્સને ઉત્પન્ન નથી કરતું.

No comments:
Post a Comment