Sunday, January 10, 2021

LEDA 74886

 


 

મિત્રો, બ્રહ્માંડમાં ઘણાં પદાર્થોના એવા અચરજપૂર્ણ આકાર હોય છે, જેની ઉપર વિશ્વાસ કરવું કઠીન થઇ પડે છે. આખરે તેમનો આવો આકાર કઇરીતે હોઇ શકે છે? શું તમે આકાશમાં કોઇ લંબચોરસ(rectangular) આકારની ગેલેક્ષી જોઇ છે?

-

વાત થઇ રહી છે પૃથ્વીથી સાત કરોડ પ્રકાશવર્ષ દૂર Eridanus નક્ષત્રમાં સ્થિત એક dwarf(વામન) ગેલેક્ષીની. જેનું નામ છે LEDA 74886. તે 2 MASX J03404323-1838431 નામે પણ ઓળખાય છે. ગેલેક્ષીને હવાઇના મોના કીઆ વેધશાળા(observatory) ના સુપર ટેલિસ્કોપે શોધી હતી. સામાન્યપણે ગેલેક્ષી spiral, ring અથવા ellipse આકારની હોય છે પરંતુ ગેલેક્ષી લંબચોરસ છે. વૈજ્ઞાનિકો માને છે કે તેનો આવો આકાર ભૂતકાળમાં થયેલ કોઇક બે spiral આકારની ગેલેક્ષીની અથડામણને આભારી છે પરંતુ તેનું સચોટ અને વૈજ્ઞાનિક કારણની આજસુધી આપણને ખબર નથી.

 


No comments:

Post a Comment