Wednesday, January 6, 2021

શીત નિંદ્રા અને આપણે

 



 

શીત નિંદ્રા એક એવી અવસ્થા છે જેમાં શરીરનું તાપમાન બેહદ નીચું જતુ રહે છે, હાર્ટ રેટ તથા ચયાપચય પ્રક્રિયાઓ લગભગ શૂન્ય થઇ જાય છે અને લાંબી નિંદ્રા દરમિયાન શરીરમાં જમા ચરબી વડે જીવ ઉર્જા પ્રાપ્ત કરતો રહે છે. આપે જોયું હશે કે ધ્રુવીય પ્રદેશોમાં શિયાળા દરમિયાન માછલીઓ, દેડકાઓ વગેરે બરફમાં ફ્રીજ થઇ જાય છે. પ્રથમ નજરે તેઓ મૃત હોવાનું પ્રતિત થાય છે પરંતુ ઉનાળાના આગમન સાથે જેવો બરફ પીગળવાની શરૂઆત થાય કે તુરંત જીવો ફફડાટ કરતા એવા જાગી જાય માનો કંઇ થયુ હોય.

-

સામાન્ય રીતે તાપમાન ઓછું થતાં રક્તમાં બરફના ક્રિસ્ટલ્સ(સ્ફટિકો) બનવા માંડે છે, જેથી જીવની મૃત્યુ થઇ જાય છે. પરંતુ દેડકા જેવા જીવો શીત નિંદ્રા દરમિયાન મૂત્ર ઉત્સર્જીત કરવાનું બંધ કરી દે છે અને તેમાં મૌજૂદ યુરિયા શરીર દ્વારા ફરી શોષી લેવામાં આવે છે. રીતે શરીરમાં યુરિયાની માત્રા સામાન્ય થી પચાસ ઘણી વધી જાય છે. યુરિયા અને લીવરથી મેળવેલ ગ્લુકોઝ 'શીતરોધક' તરીકે કાર્ય કરી લોહીનો freezing point નીચો કરી નાંખે છે. પરિણામે તાપમાન ઓછું થવા છતાં લોહી પ્રવાહી અવસ્થામાં અકબંધ રહે છે અને જીવ મૃત્યુના ભયથી બેખબર આરામથી સુતા રહે છે. યુરિયા અથવા ગ્લુકોઝની આટલી માત્રા માનવ શરીર માટે બેહદ ઘાતક છે. હજીસુધી કોઇપણ એવું રસાયણ કે પદાર્થની આપણને જાણ નથી જે કોષિકાઓને નુકસાન પહોંચાડ્યા વિના આપણને શીત નિંદ્રામાં પહોંચાડવા સક્ષમ હો. જોકે દેડકા અને માછલી સિવાય રીંછ, ચામાચીડિયું અને ખીસકોલી વગેરે ઘણાં જીવો પણ શીત નિંદ્રાનો ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે સૈદ્ધાંતિક રીતે મનુષ્યો માટે પણ અસંભવ નથી, કેમકે શીત નિંદ્રાને નિયંત્રિત કરનાર જીન્સ આપણા DNA માં ઓલરેડી મૌજૂદ છે. કેવીરીતે? ચાલો સમજીએ....

-

શું આપને ખબર છે કે મરઘીઓને દાંત પણ હોઇ શકે છે? જો તમને આશ્ચર્ય થયું હોય તો હું જણાવી દંઉ કે આવું એટલા માટે સંભવ છે કેમકે મરઘીઓનો વિકાસ સરીસૃપ જીવોમાંથી થયો છે, જેમને દાંત હોય છે. સમય જતાં દાંત બનાવવાવાળા જીનમાં મ્યુટેશનના કારણે, એક આવશ્યક પ્રોટીનના ગાયબ થઇ જવાથી મરઘીઓના દાંત બનવાના બંધ થઇ ગયા. જીનમાં સંબંધિત પ્રોટીનને ફરી મેળવીને વૈજ્ઞાનિકોએ અનેક વખત પ્રયોગશાળાઓમાં દાંતોવાળી મરઘીઓને ઉત્પન્ન કરી છે. અહીં સિદ્ધાંત છે કે શરીરના જે અંગ અથવા વિશેષતા જીવ માટે કામની નથી રહેતી, ઉત્ક્રાંતિ તેને ખતમ કરી નાંખે છે. પણ....તે અંગ અથવા વિશેષતાને જન્મ આપનારા જીન્સ આપણાં DNA માં સુષુપ્તાવસ્થામાં મૌજૂદ રહે છે.

-

ઘણીવખત મ્યુટેશન અથવા અન્ય અજ્ઞાત કારણોસર સંભવ છે કે સુષુપ્ત જીન્સ અચાનક જાગ્રત થઇ જાય અને જીવમાં "પૂર્વજોની વિશેષતા" પ્રગટ થઇ જાય. આજ કારણ છે કે ઘણીવાર માનવ શિશુ અવશેષી પૂંછડી સાથે જન્મ લે છે જેને સર્જરી વડે દૂર કરવી પડે છે. હવે આપણો વિકાસ પણ જીવોથી થયો છે જેઓ શીત નિંદ્રામાં નિપુણ હતાં, તો શીત નિંદ્રાને નિયંત્રિત કરનારા જીન્સ પણ આપણાં DNA માં મૌજૂદ હોવા જોઇએ. શાયદ આજ કારણ છે કે રેકોર્ડમાં નોંધાયેલ કેટલીક ઘટનાઓમાં અમુક મનુષ્યો દુર્ઘટનાના કારણે બરફના ઢગલા નીચે અઠવાડિયાઓ સુધી દટાવા બાવજૂદ શીત નિંદ્રાની સ્થિતિમાં સુરક્ષિત મળી આવ્યા છે. હાલ વિષયમાં વૈજ્ઞાનિકો નિરંતર શોધરત છે અને આશા છે કે જલ્દી આપણે શીત નિંદ્રાના રહસ્યોને સુલઝાવવામાં સક્ષમ હોઇશું.

 

(મિત્ર વિજય દ્વારા)

No comments:

Post a Comment