વર્ષ 1928 માં મશહુર વૈજ્ઞાનિક પોલ ડિરાકે પ્રસ્તાવિત કર્યું કે
આઇનસ્ટાઇનનું પ્રસિધ્ધ સમીકરણ E=mc2 સંપૂર્ણપણે સાચું નથી. જેને ખરેખર
E=±mc2 લખવું જોઇએ. અહીં પ્લસ અને માઇનસ ચિન્હથી પોલનો અર્થ એવો હતો કે
સૃષ્ટિમાં પ્રત્યેક પદાર્થ કણ માટે એક જોડીદાર પ્રતિપદાર્થ(એન્ટીમેટર) કણ
પણ મૌજૂદ હોવો જોઇએ જે વિપરીત ગુણધર્મ ધારણ કરી પોતાના જોડીદાર પદાર્થ કણની
છાયા પ્રતિકૃતિ હશે. એમણે કહેલ આ દિલચશ્પપૂર્ણ વાતથી હજી તો માંડ દુનિયા
સ્વસ્થતા કેળવે તે પહેલાં વર્ષ 1932 માં કાર્લ એન્ડરસને બેહદ ઉચ્ચ
ઉર્જાવાળી બ્રહ્માંડીય તરંગોમાં એક વાસ્તવિક એન્ટીમેટર કણ "પોઝિટ્રોન"ને
શોધી દુનિયાને સ્તબ્ધ કરી દીધી.
-
એન્ટીમેટરનો ટૂંકમાં પરિચય જોઇ
લઇએ. એન્ટીમેટર સામાન્ય પદાર્થ જેવો જ હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે
તેમનો ઇલેક્ટ્રીક ચાર્જ તથા સ્પિન જે તે કણની સાપેક્ષ વિપરીત હોય છે.
ઉદાહરણ તરીકે એક ઇલેક્ટ્રોન અને તેના એન્ટીમેટર પોઝિટ્રોનમાં ફરક એ હોય છે
કે ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ તો પોઝિટ્રોનનો ચાર્જ પોઝિટિવ હોય છે. અગર
કોઇ કણ ક્લોકવાઇઝ સ્પિન કરે છે તો તેના એન્ટીમેટરની સ્પિન એન્ટીક્લોકવાઇઝ
હોય છે. જ્યારે મેટર અને એન્ટીમેટરનો સંપર્ક થાય છે ત્યારે પ્રચંડ ધડાકા
સાથે બંન્ને કણો વિશુધ્ધ ઉર્જામાં પરિવર્તિત પામી નષ્ટ થઇ જાય છે.
-
વૈજ્ઞાનિકોનું માનવું છે કે બિગબેંગ સમયે સમાન માત્રામાં મેટર તથા
એન્ટીમેટર ઉત્પન્ન થવા જોઇતા હતાં જેમણે આપસમાં ટકરાઇને વિશુધ્ધ ઉર્જામાં
બદલાઇ જવું જોઇતું હતું. પરંતુ એવું ન બન્યુ જેની સૌથી મોટી સાબિતી છે આપણે
આ સંસારમાં જીવિત છીએ. કેટલાંક વૈજ્ઞાનિકોનું માનવું છે કે શાયદ બિગબેંગ
સમયે એન્ટીમેટરની તુલનાએ મેટરની માત્રા થોડી અધિક રહી હોવી જોઇએ. જેથી મેટર
અને એન્ટીમેટરના ટકરાઇને નષ્ટ થઇ ગયા બાદ શેષ વધેલ આ થોડા સામાન્ય પદાર્થ
વડે જ આપણાં દ્રશ્ય બ્રહ્માંડની રચના થઇ હોવી જોઇએ. જ્યારે કેટલાંક
વૈજ્ઞાનિકોનો મત છે કે આવું નહીં બન્યુ હોય બલ્કે શાયદ એવું બન્યુ હશે કે
બ્રહ્માંડથી દૂર કોઇક અજ્ઞાત ખૂણે એન્ટીમેટરથી બનેલ ગ્રહો, આકાશગંગાઓ અને
જીવો મૌજૂદ હો.
-
એની વે જે હોય તે, પરંતુ એક મહત્વનો પ્રશ્ન અહીં
ઉદભવે છે ભલે તે વિષય સાથે બંધબેસતો ન હોય છતાં પુછવા યોગ્ય છે કે.....આખરે
કોઇપણ બ્રહ્માંડમાં એન્ટીમેટર(પ્રતિપદાર્થ) ની જરૂર જ શું છે? આખરે હર
કણની છાયાકૃતિને જન્મ આપવાની અફલાતુની પ્રવૃત્તિ પાછળ પ્રકૃતિની શું માયા
છુપી છે? જો ઇશ્વર છે તો તેણે આવી જટિલ પ્રવૃત્તિઓનું નિર્માણ કેમ કર્યું?
એણે તો છુમંતર કરી અથવા 'આબરા કા ડાબરા બોલી' અથવા 'ખુલ જા સીમસીમ' કરી
ફક્ત એક પીંછી ફેરવવાની હતી, આવી અઘરી મેટરમાં પડી નાહકનું મગજનું દહીં શું
કામ કરવું?(આમ જોવા જઇએ તો આ પ્રશ્ન અહીં અસ્થાને છે, પરંતુ હવે પછીની
વિષયની જટિલતા આ પ્રશ્નને ઢંઢોળવા મજબૂર કરશે). હવે આપણે એન્ટીમેટરના
રહસ્યોમાં ઉંડી ડુબકી લગાવવા જઇ રહ્યાં છીએ, માટે હવે પછીની વિગતને ધ્યાનથી
વાંચો.
-
એક કામ કરો.....જઇને દર્પણ સામે ઉભા રહી જાઓ અને પોતાના પ્રતિરૂપને નિહાળો. અગર તમે જમણો હાથ ઉઠાવશો તો દર્પણની અંદર મૌજૂદ આપનું પ્રતિરૂપ ડાબો હાથ ઉઠાવશે. મતલબ જે તમારા માટે જમણું છે તે તમારા પ્રતિરૂપ માટે ડાબુ છે. તમારૂ હ્રદય ડાબી બાજુ છે પરંતુ તમારા પ્રતિરૂપ માટે હ્રદય જમણી બાજુ છે. તો આ પ્રમાણે આપ જોશો કે દર્પણની અંદર મૌજૂદ હર ચીજ તમારાથી ઉંધી છે. દર્પણનું ઉદાહરણ ફક્ત આપને સમજાવવા માટે છે, પરંતુ માની લો અગર એવું બ્રહ્માંડ વાસ્તવમાં મૌજૂદ હો જ્યાંની હર ચીજ ઉંધી હો તો? આ પ્રકારના પ્રતિબિંબ બ્રહ્માંડને Parity reverse universe કહે છે.
-
અહીં મેટર ઘણી ઉંડી છે પરંતુ આપણે ફક્ત સામાન્ય વાતોને સમજીશું. તો શું વિપરીત બ્રહ્માંડ સંભવ છે? જી હાં, બિલકુલ સંભવ છે પરંતુ વિપરીત ચાર્જ તથા પેરિટિ ઉપર આધારિત એન્ટીમેટરથી બનેલ બ્રહ્માંડ સમયના ચક્રને પણ ઉલ્ટુ ફેરવવા વિવશ કરે તો!!! અર્થાત એન્ટીમેટરથી બનેલ દુનિયા ત્યારેજ સંભવ છે જ્યાં સમય ઉલ્ટી દિશામાં એટલેકે વર્તમાનથી ભૂતકાળ તરફ જતો હોય. જરા કલ્પના કરો એક એવી દુનિયા.....જ્યાં કબરમાંથી મડદાઓ ઉભા થતાં હોય, વૃદ્ધાવસ્થાથી જવાન થતાં હોય અને કહાનીના અંતે શિશુરૂપે માતાના ગર્ભમાં સમાય જતા હો. કેમ? અચરજપૂર્ણ લાગ્યું? આ બિલકુલ અચરજપૂર્ણ નથી. કોઇ પણ મનુષ્યની જીન્દગીની ફિલ્મને અગર આપણે rewind કરી ઉંધી દિશામાં જોઇએ તો ઉપર મુજબની અસંભવ શક્યતાઓ શું સત્ય નહીં લાગે?
-
તો કહેવાનો મતલબ છે કે એન્ટીમેટર એ બીજું કંઇ નથી પરંતુ આપણો ભૂતકાળ છે. અગર તમે સમયના ચક્રને ઉંધી દિશામાં ચલાવી કોઇ કણને જોશો તો તેની સ્પિન તથા ચાર્જનો પ્રવાહ પણ ઉલ્ટી દિશામાં ચાલતો દેખાશે. આજ કારણે એન્ટીમેટરની સ્પિન તથા ચાર્જની માત્રા સમાન, પરંતુ દિશા સામાન્ય પદાર્થની તુલનાએ બિલકુલ ઉલ્ટી હોય છે. તો પછી અહીં એક પ્રશ્ન ઉદભવે છે કે અગર એન્ટીમેટર જો પદાર્થનો ભૂતકાળ છે તો શું પ્રયોગશાળાઓમાં આપણે એન્ટીમેટરનું નિર્માણ કરી શકીએ છીએ?
-
ફિલહાલ નહીં. પણ કેમ? કેમકે ઇવોલ્યુશનની જેમ બ્રહ્માંડનો મૂળભૂત ઢાંચો એટલેકે સ્પેસટાઇમ પણ ટેકનિકલ ગરબડોથી મુક્ત નથી. જ્યારે આપણે બેહદ અધિક ઉર્જા એક સ્થાન ઉપર એકત્રિત કરીએ છીએ, તો સમય-દિશાના પરિમાણો ગ્રેવિટિના કારણે આપસમાં ગુંથાવા લાગે છે. પરિણામ સ્વરૂપ વર્તમાન તથા ભૂત એક થઇ જાય છે.
>>> આ એન્ટીમેટર થીઅરીના બે સંભાવિત નિષ્કર્ષોને જાણવું આપણાં માટે બેહદ જરૂરી છે. (1) અગર આ થીઅરી સાચી છે તો, એ સંભાવનાને બળ મળે છે કે આપણું બ્રહ્માંડ કમ્યુટર પ્રોગ્રામ છે. ડિજીટલ બ્રહ્માંડમાંજ સમયની આ પ્રકારની પ્રોસેસિંગ સંભવ છે. આ સ્થિતિમાં એન્ટીમેટર બીજું કંઇ નહીં, બલ્કે બ્રહ્માંડના કમ્પ્યુટરમાં સુરક્ષિત થઇ રહેલો ડેટા છે. (2) અગર આ થીઅરી સાચી છે તો, ભૂતકાળની સમયયાત્રા અસંભવ છે. કેમકે તમારો ભૂતકાળ એન્ટીમેટર વડે બન્યો છે અને મેટર-એન્ટીમેટરના વિનાશકારી પરિણામોથી તમે વાકેફ હશો જ.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment