>>>કોરોના એક ધુપ્પલ છે, કોઇ મહામારી નથી. તેનાથી વધુ મૃત્યુ તો
અત્યારસુધી મેલેરિયા અને seasonal flue થી થઇ ચૂક્યા છે.
>>>કોરોના વાયરસની સાઇઝ માસ્કના pore size(છિદ્રના કદ) કરતાં પણ
નાની હોય છે. તો માસ્ક કઇરીતે કોરોના વિરૂધ્ધ રક્ષણ આપી શકે?
>>>માસ્કના વપરાશથી શ્વાસમાં લેવાતા ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે.
-
ઉપરના બધાજ વક્તવ્યો ભૂલભરેલાં છે. સૌપ્રથમ એ પ્રશ્ન ઉપર નજર કરીએ કે
સામાન્ય બીમારી અને મહામારીમાં શું ફરક છે? contagious diseases(ચેપી રોગો)
એવાં રોગો હોય છે જે એક જીવિત વસ્તુથી અન્ય જીવિત વસ્તુમાં સ્થાનાંતરિત થઇ
શકે છે(સીધા અથવા પરોક્ષ રીતે). Measles(ઓરી) જે ખાસ કરીને બાળકોમાં થાય
છે, તો આ બીમારી આજસુધીની સૌથી ઝડપી ફેલાવવાવાળી બીમારી છે. જો કોઇને ઓરી
થઇ હોય તો ભરપુર શક્યતાઓ છે કે તે પોતાની આસપાસ 12 થી 18 લોકોને સંક્રમિત
કરી શકે છે.
-
12 થી 18......આ જે નંબર છે તેને આપણે કહીએ છીએ
Basic Reproduction Number(for any diseases). જેને ટેકનિકલ ભાષામાં R0(આર
નોટ) નંબર કહેવાય છે. વૈજ્ઞાનિકો આ R0 નંબર વડે એ શોધવાનો પ્રયત્ન કરે છે
કે કોઇ બીમારી કેટલી વધુ ચેપી છે. જેટલો વધુ જે તે બીમારીનો R0 નંબર હશે,
તે બીમારી એટલીજ ચેપી હશે. ઝીકા વાયરસનો R0 નંબર 3 થી 6.6 છે(કે જે પણ ખુબજ
ચેપી છે). seasonal flue એટલેકે શર્દી, ખાંસી વગેરે કે જે ઋતુ બદલાવાથી
થાય છે તેનો R0 નંબર 1.3 છે. મતલબ અગર કોઇને seasonal flue થાય છે તો તે
વ્યક્તિ મહત્તમ એક કે બે વ્યક્તિને જ આ ફ્લૂ ટ્રાન્સફર કરી શકે છે. કોરોના
વાયરસનો R0 નંબર 2 થી 2.5 જેટલો છે. આની Measles અને Zika ના R0 નંબર સાથે
તુલના કરવામાં આવે તો તે ઘણો ઓછો ચેપી છે.
-
પરંતુ આટલો ઓછો R0
નંબર હોવાના બાવજૂદ આ વાયરસે સમગ્ર દુનિયાને હલબલાવી નાંખી છે. કેમ?
આંતરરાષ્ટ્રીય ષડયંત્ર? ના....કારણ ઘણું ગહન છે. ચાલો સૌપ્રથમ seasonal
flue ના R0 નંબરને કોરોના સાથે સરખાવીએ. seasonal flue નો R0 નંબર છે 1.3. આ
R0 નંબરના દસ રાઉન્ડ બનાવવામાં આવે તો, રાઉન્ડના અંતે કુલ 56 લોકો
સંક્રમિત થયા હશે(જુઓ નીચેની ઇમેજ). પરંતુ કોરોનાના R0 નંબરને(કે
જે 2 થી 2.5 છે) ફક્ત 2 માની ચાલીએ તો દસ રાઉન્ડ બાદ તેનાથી સંક્રમિત
લોકોની સંખ્યા હશે 2047. અહીં તમે જોઇ શકો છો કે કેવીરીતે આટલો ઓછો R0 નંબર
હોવા છતાં કોરોના કેટલો ખતરનાક રીતે ફેલાય છે.
-
બીજી સમસ્યા છે
કે....આ એક એવો વાયરસ છે જે આપણાં શરીર માટે બિલકુલ નવો છે. તેમજ પોતાનામાં
changes પણ લાવતો રહે છે. જેમજેમ તે એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર
થાય છે, ત્યારે તે પોતાનામાં થોડો ફેરફાર કરે છે. જેથી તે અન્ય શરીરમાં વધુ
સરળ રીતે reproduce(દ્વિગુણિત/પ્રજનન) કરી શકે. સામાન્યરીતે બાળપણમાં
આપણને જે રસીઓ મુકવામાં આવે છે તે અત્યારસુધી આવેલ અલગ-અલગ વાયરસ અને
બેક્ટિરીયા માટે તેમના antidote ના રૂપે હોય છે. જેથી ભવિષ્યમાં ફરી તે
જીવાણું જો આપણાં શરીરમાં પ્રવેશે તો આપણાં immune system(રોગપ્રતિકારક
તંત્ર) ને તેની ખબર હોવી જોઇએ. જેથી તે તેની સામે લડી શકે. પરંતુ કોરોનાના કેસમાં immune
system ને ખબર જ નથી કે તે કોની સામે લડી રહ્યું છે? માટેજ કોરોના ના કારણે
આટલાં લોકો મરી રહ્યાં છે.
-
જનરલી જ્યારે seasonal flue ની ઋતુ
આવે છે ત્યારે ઘણાં લોકો નેચરલી તેનો એન્ટીડોટ બનાવી લે છે. મતલબ વાયરસના
આવવા પહેલાં અથવા તેની ઋતુ આવતા પહેલાંજ રોગપ્રતિકારક તંત્ર તેનો એન્ટીડોટ
શરીરમાં બનાવવા લાગી જાય છે. કેટલાક લોકોમાં આ પ્રોસેસ નેચરલી હોય છે
જ્યારે કેટલાક લોકોએ આના માટે હરવર્ષ રસી લેવી પડે છે. હવે આ કેસમાં જ્યારે
seasonal flue ની chain શરૂ થાય છે, ત્યારે ઘણાં લોકો એવા હોય છે જેઓ
નેચરલી અથવા રસી લગાવીને પોતાને immune કરી લે છે. આ રીતે તેઓ આ વાયરસ વડે
બનનારી ચેઇનને તોડી નાંખે છે.
-
પરંતુ કોરોનાના કેસમાં એવું નથી
થતું. કોરોના ભયજનક હોવાનું સૌથી મોટું કારણ છે....તેના લક્ષણ દેખાવામાં 5
થી 14 દિવસનો સમય લાગે છે. શરીરમાં વાયરસ પ્રવેશે તે સમયથી લઇને જ્યારે
તેનું પ્રથમ લક્ષણ જોવા મળે તે સમયગાળાને Incubation Period કહેવામાં આવે
છે. seasonal flue નો Incubation Period એક થી બે દિવસનો હોય છે. મતલબ
વાયરસના આક્રમણના એક થી બે દિવસની અંદર જ વ્યક્તિને ખબર પડી જાય છે કે તે
બીમાર છે. પરંતુ કોરોનાના કેસમાં આ Period 14 થી 15 દિવસ સુધીનો હોય શકે
છે. મતલબ આટલા દિવસો સુધી વ્યક્તિને ખબર જ નથી પડતી કે તે બીમાર છે અને તે
પોતાની day to day નોર્મલ લાઇફ જીવતો રહે છે. જરા વિચારો!!! આટલા લાંબા
Incubation Period માં તે વ્યક્તિ કેટલીય અન્ય વ્યક્તિઓને સંક્રમિત કરી
નાંખે છે. આવા જ કેટલાંક પેરામીટર્સને કારણે seasonal flue એક મહામારી નથી.
-
કોરોના એક જ મહામારી નથી. દુનિયાએ આના પહેલાં ઘણી મહામારીઓ જોઇ છે, પરંતુ
તે સઘળી મહામારીઓમાં થયેલ મૃત્યુ વધુ હોવા છતાં કોરોના જેટલો હાઉ તેમણે ઉભો
નથી કર્યો. તો અગાઉ આવેલ મહામારીઓ અને કોરોનામાં શું અંતર છે? શું આ
વાયરસને કારણે છે છે કે વાત કંઇક ઔર છે? ચાલો જાણીએ......
-
1720 માં આવેલ પ્લેગે લગભગ એક લાખ લોકોનો જીવ લીધો હતો(જોકે આ પ્લેગ કંઇ
નવો ન હતો 14મી સદીમાં આજ પ્લેગે લગભગ 10 થી 20 કરોડ લોકોના જીવ લીધા
હતાં). અહીં પ્લેગનો ટૂંકમાં પરિચય.....પ્લેગ Yersinia Pestis નામક
બેક્ટિરીયા વડે ફેલાય છે. પ્લેગ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. (1)
Pneumonic Plague (2) Bubonic Plague અને (3) Septicemic Plague. આ માંથી
Bubonic Plague સૌથી ખતરનાક છે. ત્યારબાદ 1870 માં આવેલ Asiatic Cholera
Pandemic ની શરૂઆત ભારતના કલકત્તાથી થઇ
હતી. આ બીમારીથી સમગ્ર દુનિયામાં કેટલાં લોકો મૃત્યુ પામ્યા તેનો કોઇપણ
official રેકોર્ડ નથી. છતાં એવું માનવામાં આવે છે કે તેમાં લગભગ 2 થી 3 લાખ
લોકો મૃત્યુ પામ્યા હતાં.
-
વર્ષ 1918 માં આવેલ Spanish Flue એ
લગભગ 5 થી 10 કરોડ લોકોના જીવ હણી લીધા હતાં. લગભગ 50 કરોડ લોકો સંક્રમિત
થયા હતાં(જે તે સમયની દુનિયાની 25% વસ્તી હતી). ભારતમાં લગભગ 1 કરોડ 70 લાખ
લોકોનું મૃત્યુ થયું હતું(જે તે સમયે ભારતની વસ્તીના 5% હતાં). Spanish
Flue નો incubation period 3 દિવસનો હતો જ્યારે કોરોનાનો 6 થી 14 દિવસનો
છે. આશા છે કે હવે આપને સમજાશે કે કોરોના શા માટે ખતરનાક છે? કેમકે તેનો
incubation period ખુબ લાંબો છે. તો દેખીતી રીતે Spanish Flue એ પણ જગતને
આવી જ રીતે રોકી દીધું હતું. પરંતુ એક વાત ધ્યાન રાખો કે તે સમય એવો હતો
જ્યારે મેડિકલ સુવિધાઓ ન બરાબર હતી, ના કોઇ વેન્ટિલેટર, ના કોઇ સીટી
સ્કેન(જુઓ ઇમેજ). પરંતુ આજે આપણી પાસે અદ્યતન મેડિકલ સુવિધાઓ, ઝડપી વાહન
વ્યવ્હાર છે. જેથી કોઇ ક્ષેત્ર કે દેશમાં દવાઓ તાબડતોબ પહોંચાડી શકાય છે.
-
તે સમય અને આજના સમયનો સૌથી મોટો તફાવત છે.......TTC એટલેકે Technology,
Transportation અને Communication. ટેકનોલોજીના કારણેજ આજે આપણે કોરોના
વાયરસને આટલી જલ્દી સમજી શક્યાં અને Death Rate ને રોકી શક્યાં.
Transportation ના કારણે આજે જ્યાં પણ દવાઓ, સેનીટાઇઝર, માસ્ક, પ્રોફેશનલ
સાધનો અને ડોક્ટરો માટે પ્રોફેશનલ સૂટની જરૂર હોય ત્યાં તાબડતોબ તે વસ્તુઓ
ઉપલબ્ધ કરાવવામાં આવે છે. Communication.....મતલબ વાયરસની હાલની સ્થિતિ,
તેનાથી બચવા શું શું કરી શકાય? વગેરે માહિતીઓ આંગળીના ટેરવે મૌજૂદ છે.
કલ્પના કરો!! સો વર્ષ પહેલાં જ્યારે દુનિયાના એક ખૂણે લોકો ટપોટપ મરી
રહ્યાં હતાં ત્યારે બીજા ખૂણાના વ્યક્તિઓને ખબર જ નહોતી કે એક ભયંકર
મહામારી ફેલાઇ રહી છે.
-
ચાલો હવે વાત કરીએ ગેરસમજણોની.....(1)
કોરોના વાયરસની સાઇઝ માસ્કના pore size(છિદ્રના કદ) કરતાં પણ નાની હોય છે.
તો માસ્ક કઇરીતે કોરોના વિરૂધ્ધ રક્ષણ આપી શકે? આ સવાલને આ રીતે પણ પુછી
શકાય કે માસ્ક પણ કપડાના બનેલા હોય અને આપણી પેન્ટ/અંડરવેર પણ કપડાંની બનેલ
છે, તો જ્યારે કોઇ fart(પાદ/વાછૂટ) કરે તો તે આપણાં અંડરવેર અને પેન્ટ
થ્રુ બહાર નીકળી જાય છે. તો પછી માસ્ક કેવીરીતે આપણને કોરોનાથી બચાવશે? આ
હાસ્યાસ્પદ મુદ્દો છે. કઇરીતે? ખુલાસો વાંચો આગળ.....
-
હવે તેમના કદ વિષે ચર્ચા કરીએ. ગેસોના પરમાણુનું કદ 0.5 નેનોમીટર હોય છે. જ્યારે કોરોના વાયરસનું કદ 100 નેનોમીટર હોય છે(માસ્કના કપડાના છિદ્રની સાઇઝ લગભગ 300 થી 800 નેનોમીટર હોય છે). આને આ રીતે સમજો.....અગર ગેસના પરમાણુ રાઇનો દાણો છે તો કોરોના વાયરસનું કદ ક્રિકેટ બોલ કરતાં પણ વધુ છે. હવે એક સૌથી મોટી ગેરસમજ દૂર કરી લઇએ.....સૌ કોઇને લાગે છે કે કોરોના વાયરસ હવામાં તરતો કોઇ વાયરસ છે. જી નહીં....કોઇપણ વાયરસને અગર વાતાવરણમાં જીવિત રહેવું હોય તો તેણે water droplet(પાણીનાં ટીપાં) માંજ survive કરવું પડે. આપણાં શરીરમાં ઘણું પ્રવાહી હોય છે. જેથી વાયરસ જીવંત રહી શકે છે. પણ.....પણ....પણ.....વાતાવરણમાં જીવંત રહેવા માટે વાયરસને એક water droplet જોઇએ.....જોઇએ અને જોઇએજ. આ water doplet નું કદ હોય છે 5 થી 10 માઇક્રોમીટર(5000 થી 10000 નેનોમીટર). આને આ રીતે સમજો....અગર કોરોના વાયરસનું કદ ક્રિકેટ બોલ જેટલું હોય તો water doplet નું કદ ફૂટબોલ કરતાં પણ વધુ છે.
-
કહેવાનો મતલબ કોરોના વાયરસ માસ્કમાંથી એટલી સરળ રીતે પ્રવેશી નથી શકતો. એમાંય જો માસ્ક બે લેયર અથવા ત્રણ લેયરવાળુ હોય તો પ્રવેશ ખુબજ કઠીન થઇ પડે છે. ઉપર જણાવ્યા મુજબ ઓક્સિજન પણ માસ્ક દ્વારા અવરોધાતો નથી. માટે એ ગેરસમજણ કાઢી નાંખો કે માસ્ક પહેરવાથી ઓક્સિજનની માત્રા ઘટશે. આની ખાતરી તમે ઘર બેઠા કરી શકો છો. એક સાથે છ માસ્ક પહેરો અને હાથમાં oximeter લગાવેલ રાખો. શરીરના ઓક્સિજન લેવલમાં લેશમાત્ર પણ ફરક નહીં પડે.
-
અહીં સવાલ ઉઠે છે કે શું માસ્ક 100% વાયરસને રોકી શકે છે? જી નહીં...તો પછી આપણે એમનો ઉપયોગ શા માટે કરીએ છીએ? વેલ, કોરોનાની જેટલી પણ વેક્સિનો discover થશે તે પણ 100% અસરકારક નહીં જ હોય. અહીં અસરકારકનો મતલબ છે કે દુનિયાની જેટલી પણ વસ્તી છે, જરૂરી નથી કે આ દવાઓ હર વ્યક્તિ માટે કારગત નીવડે. માટે માસ્ક પહેરવું, સેનિટાઇઝર વડે હાથ સ્વચ્છ કરવા એ સૌથી અગત્યના precautions છે. આ સઘળી ચીજો effectively(અસરકારક રીતે) કાર્ય કરી પણ રહી છે. આજે જે કોરોના નિયંત્રિત છે તે આ ચીજોને આભારી છે. તમને થશે કે દરરોજના 50 થી 60 હજાર કેસો આવે છે, તેને નિયંત્રિત કઇરીતે કહેવા? જી, હાં.....આ નિયંત્રિત કેસો જ છે અગર આ સઘળા precautions હટાવી લઇએ તો કેસોની સંખ્યા લાખોમાં વધી જવા પામે. સ્પેનિશ ફ્લૂ જેવો હાલ કમ સે કમ અત્યારે તો નથીજ. જેનું સૌથી મોટું કારણ માસ્ક, આપણી hygiene અને જેટલાં પણ તકેદારીરૂપે પગલાં લઇ રહ્યાં છીએ, તે છે.
-
લોકોમાં હજીપણ એક ગેરસમજ છે કે....કોરોનાના કેસોમાં મોટાભાગના લોકો recover થઇ જ જાય છે, તો પછી ટેન્શન શું લેવાનું? મિત્રો, કોરોના નવી બીમારી છે. કેટલો સમય થયો છે આવીને? 7-8 મહિના? વૈજ્ઞાનિકો એક વાયરસને study કરવામાં ક્યારેક વીસ-વીસ વર્ષો લગાવી દે છે (જુઓ ઇમેજમાં... 1918માં આવેલ સ્પેનિશ ફ્લૂનો ગ્રાફ દર્શાવ્યો છે. જેમાં ચાર peak આવી હતી. જેમાં ત્રીજી peak સૌથી ખતરનાક હતી. થોડા વખત મૌન રહ્યાં બાદ ફરી ચોથી peak આવી હતી. કેમ? મોટેભાગે બેદરકારીને કારણે). હાલની પરિસ્થિતિમાં તો ચાલો મોટેભાગના લોકો સાજા થઇ જાય છે, પરંતુ શું કોઇને પણ તેના લાંબાગાળાની અસર વિષે ખબર છે? જી નહીં વૈજ્ઞાનિકોને પણ નહીં. અત્યારે ભલે જે લોકો સાજા થઇ ગયાં હોય પરંતુ આગળ જતાં બની શકે કે કોરોના તેઓના cell સાથે છેડછાડ કરવાનું શરૂ કરી દે, તેમના કેન્સર cell ને develop કરવામાં મદદ કરી દે. માટે કોરોનાને અવગણવું ભારે પડી શકે છે. વૈજ્ઞાનિકોને પણ ઘણો સમય જોઇશે તેને સંપૂર્ણપણે સમજવામાં. માટે હે મિત્રો!! બને તેટલી કાળજી લ્યો, આડીઅવળી વાતો ઉપર ધ્યાન ન આપો તેમજ જાગ્રત રહો. એજ શુભકામના....





No comments:
Post a Comment