Thursday, July 23, 2020

સાપ





શું સાપ બદલો લે છે? શું તે દૂધ પીવે છે? શું તે આપણો પીછો કરે છે? ફિલ્મોમાં બતાવ્યા અનુસાર શું સાપની આંખમાં મારનારની છબી અંકિત થઇ જાય છે? નાગપાંચમ નજીકમાં હોવાથી તે નિમિતે નિર્દોષ, ખુબસુરત, વગોવાયેલ, ગેરસમજણનો ભોગ બનેલ, તિરસ્કૃત જીવ વિષે થોડી માહિતી.
-
ભારતમાં સાપ શબ્દથી હરકોઇ વાકેફ છે પરંતુ સાપને જાણવાવાળા બહુ ઓછા લોકો છે. પરિણામ......લોકો તેમને જોઇને બહુ ગભરાય છે, એમને મારે છે, કરડયા બાદ વિષના બદલે ડરથી મૃત્યુ પામે છે. ભારતના ચાર પ્રમુખ ઝેરીલા સાપ krait(ચીતળો), નાગ, રસેલ વાઇપર અને સ્લો સ્કેલ વાઇપર છે. આમાંથી ફક્ત સ્લો સ્કેલ વાઇપર થોડો અગ્રેસિવ છે. બાકીના ત્રણેય કરડવા બાબતે ઘણાં ધૈર્યશીલ છે. ભારતમાં હરવર્ષ સર્પદંશથી 20 થી 25 હજાર લોકોના મૃત્યુ થાય છે. કેમ? સાપના ઝેર વિરૂધ્ધ દવા ઓલરેડી મૌજૂદ હોવા છતાં આટલી મૃત્યુ કેમ થાય છે? જવાબ છે ગેરસમજણ અને અંધશ્રધ્ધા. સર્પદંશ બાદ ઘણાં લોકો ભગત-ભુવા અને જડીબુટ્ટીના રવાડે ચઢી જાય છે. ભગત-ભુવા તો શું દુનિયાનો કોઇ માનવી કયારેય સાપનું ઝેર ઉતારી નથી શકતો. ભગત-ભુવા પાસે જઇને જે સાજા થાય છે હકિકતે તેમને બીનઝેરી સાપ કરડ્યો હોય છે. હાં, ઘણાં નાગ અને વાઇપર જેવા ઝેરીલા સાપો દ્વારા કરડ્યા છતાં આવા લોકો પાસે જઇને બચી જાય છે. પરંતુ તેનું કારણ ભગત-ભુવાનો કમાલ નથી હોતો પરંતુ false bite હોય છે. ઝેરીલા સર્પો ઘણીવાર પોતાના શત્રુને ફક્ત ડરાવવા માટે કરડે છે. ત્યારે તેઓ ઝેર નથી છોડતાં. આને false bite કહે છે. આવો વ્યક્તિ ભગત-ભુવા પાસે જાય તો પણ બચી જવાનો હોય છે. યાદરહે નાગના 80% જ્યારે વાઇપરના 20% દંશ false bite હોય છે. સાપ માટે તેનું વિષ બેહદ કિંમતી છે. તેનો ઉપયોગ તેણે શિકાર કરવા માટે કરવાનો હોય છે.
-
તો હવે ઉપરના સવાલો ઉપર નજર નાંખીએ. શું સાપ બદલો લે છે? નહીં.....સાપ સરીસૃપ વર્ગનું જીવ છે. મગજના તે હિસ્સા જેમાં ભાવનાઓ અને વિચારો ઉત્પન્ન થાય છે...સાપમાં નથી હોતાં. તેમનું સેરેબ્રલ કોર્ટેક્ષ બરાબર હોય છે. એક અજગર જેવા વિશાળ સાપનું મગજ પણ વટાણાના દાણાં જેટલું હોય છે. તેમાં basic કામો સિવાય અન્ય ક્રિયાઓ માટે સ્કોપ નથી હોતો. એટલામાટે સાપ ઇમોશનલ થઇ શકે છે, તમને ઓળખી શકે છે, પીછો કરે છે, ટાર્ગેટ બનાવે છે, ઇરાદાપૂર્વક દંશે છે કે તો તેનામાં બદલાની ભાવના હોય છે. સાપોની નજર કમજોર હોય છે(ઝેરીલા સર્પોની નજર તો ખુબજ કમજોર હોય છે). તેઓ પોતે તો વ્યસ્થિત જોઇ નથી શકતાં મારનારનો ફોટો આંખોમાં શું ખાખ ખેંચવાના? બધા સ્ટંટો ફિલ્મોની દેન છે. હાં, સાપ પીછો કરે છે પણ ફક્ત પોતાના ભોજનનો. જેને કરડી તેના મરવાની પ્રતિક્ષા કરે છે. મનુષ્ય અને મોટા જાનવરોને જોઇને ભાગી જાય છે અથવા છુપાય જાય છે. છેડવાથી ચેતવણી આપે છે. દબાવાથી કે પકડવાથી કરડે છે.
-
રહી વાત દૂધ પીવાની, તો સર્પો દૂધ નથી પીતા કેમકે તેમના પેટમાં દૂધને પચાવવા માટેના એન્ઝાઇમ નથી હોતાં. દૂધ પીવાથી તેમને ફીવર અને ડાયેરિયા થઇ શકે છે અને મૃત્યુ પણ થઇ શકે છે. હાં, સાપ પાણી પીવે છે માટે મદારીની છાબડીમાં ઘણાં દિવસનો ભૂખ્યો-તરસ્યો તે જીવ તરસ છીપાવવા થોડી માત્રામાં દૂધને ચાખી લે છે. અગર વધુ પીય લીધુ તો મૃત્યુ પણ થઇ શકે છે(માટે હે આસ્થાળુઓ!!! અગર તમારે પુણ્ય કમાવવું હોય તો સર્પને દૂધને બદલે એક ઉંદર ધરો. ઉંદર તેનો ખોરાક છે દૂધ તેનો પ્રકૃતિક ખોરાક નથી....નથી....અને નથીજ). યાદરહે સર્પો કોઇપણ ચીજને ખેંચી નથી શકતાં(ભોજનને પણ નહીં) કેમકે તેમના મોઢામાં sucking muscle નથી હોતાં. માટે ફિલ્મોમાં બતાવ્યા મુજબ ડંખવાળા ભાગેથી તે ફરી ઝેર ચૂસી નથી શકતો. ભોજનને પણ તે ગળી નથી શકતો. હકિકતે ભોજન પોતાના સ્થાને હોય છે સાપ તો તેને ફક્ત મોઢામાં લઇ પોતાને ભોજન ઉપર સરકાવતો જાય છે. જે રીતે સારી ગ્રીપ માટે આપણે ક્રિકેટ બેટના હેન્ડલ ઉપર રબરનું કવર સરકાવીએ છીએ તેમ.
-
ટૂંકસાર:- સર્પો કોઇને પણ(શિકારને છોડીને) જાણીજોઇને નથી ડંખતા. ઘણાં એવા જીવો છે જેઓ મનુષ્યો ઉપર અકારણ હુમલો કરી દે છે પરંતુ સાપ નહીં( વાત યાદરાખો). માટે એવો ભ્રમ દૂર કરી નાંખો કે સાપ દુષ્ટ હોય છે, આપણને કરડવા હેતુ તે ઘરમાં આવે છે અથવા તેને કરડવામાં મજા આવે છે(સાપ ફક્ત પોતાના ખોરાક એટલેકે ઉંદરની ફિરાકમાંજ ઘરોમાં આવે છે). જરા વિચારો!!! જે મારવાની ક્ષમતા ધરાવતો હોવા છતાં પણ તમને નહીં મારે, હુમલાના બદલે ફક્ત પોતાનો બચાવ કરે, છેડતી દરમિયાન વારંવાર તમને ચેતવણી આપે, મોઢામાં ઝેર ભર્યું હોવા છતાં તેનો દૂરઉપયોગ કરે...એવો જીવ જેન્ટલમેનની શ્રેણીમાં આવે. માટે સાપ એક દુષ્ટ પ્રાણી નહીં પરંતુ જેન્ટલમેન છે. કદર કરો હે મિત્રો!!!

No comments:

Post a Comment