Thursday, July 9, 2020

સર્વે





થોડા સમય(લગભગ એક વર્ષ) પહેલાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા લોકોની સમસ્યાઓ જાણવા માટે 534 સંસદીય ક્ષેત્રોમાં એક સર્વે કરવામાં આવ્યો. જેમાં 2.7 લાખ લોકોએ ભાગ લીધો હતો(જેને ઉચ્ચ કક્ષાના લગભગ હર અખબારોએ કવર કર્યો હતો). સર્વેક્ષણ અનુસાર......

(1)
લગભગ 47% લોકો માટે રોજગાર, 35% લોકો માટે સ્વાસ્થ્ય અને 31% લોકો માટે પીવાનું પાણી સૌથી મોટી સમસ્યા છે.
(2)
અન્ય મહત્વની સમસ્યાઓમાં સડકોની હાલત, પબ્લીક ટ્રાન્સપોર્ટ, સિંચાઇ, કૃષિ ઋણ, કૃષિ ઉત્પાદકોને યોગ્ય ભાવ મળવા, બીજ/ખાતર/કીટનાશકની ઘણી વધારે કિંમતો, કાનૂન/પ્રશાસન/નીતિઓ સામેલ છે.
(3)
અધિકતર લોકોએ સરકારને અલગ-અલગ સમસ્યાઓ માટે 5 માંથી 2 આસપાસના રેટિંગ આપ્યા છે. સરકારની સરેરાશ રેટિંગ 2.3 આવી છે.
-
દસ સૌથી મોટી સમસ્યાઓ માટે સરકારની રેટિંગ રહી....
રોજગાર-2.2, સ્વાસ્થ્ય સુવિધા-2.4, પીવાનું પાણી-2.5, રસ્તાઓ-2.4, વાહન વ્યવ્હાર સુવિધાઓ-2.6, સિંચાઇ-2.3, કૃષિ ઋણ-2.2, કૃષિ ઉત્પાદનોની કિંમત-2.2, ખાતર અને બીજની કિમંત-2.1, કાયદો-2.3
-
ધ્યાન આપવા જેવી વાત છે કે સેના, પાકિસ્તાન, યુદ્ધ, આતંકવાદ જેનો પ્રચાર સરકાર સૌથી વધુ કરી રહી છે, ફક્ત 3.5% લોકો માટે સમસ્યા છે. ચૂંટણીમાં કોણ, કોને વોટ આપશે બહુ જટિલ મેટર છે. અફવાહો, જાતિ, ધર્મ, વ્યક્તિગત સમસ્યાઓ, ડર, લાલચ બધા તેમાં પોતાની ભુમિકા નિભાવે છે. હાં કોઇ સર્વમાન્ય સર્વે નથી છતાં સર્વેક્ષણ વાસ્તવિક સમસ્યાઓનું એક ધુંધળુ ચિત્ર પ્રસ્તુત તો કરે છે કે જેનો આપણે સ્વયં પણ અનુભવ કરીએ છીએ.

No comments:

Post a Comment