ગ્લોબલ વોર્મિંગના કારણે દરિયાકાંઠાના શહેરો ધીમેધીમે ડૂબી રહ્યાં છે. અમેરિકા સ્થિત National Oceanic and
Atmospheric Administration(NOAA) એ જણાવ્યું છે કે....1880 થી લઇને 2015 સુધી 21 થી 24 સે.મી જેટલું દરિયાના પાણીનું લેવલ વધ્યું છે. ભયજનક વાત એ છે કે, છેલ્લા દસથી પંદર વર્ષમાં જ 11 થી 12 સે.મી જેટલું તો પાણી વધી ગયું છે. ફળસ્વરૂપ દરિયાકાંઠાના શહેરો ડેન્જર ઝોનમાં આવી ગયા છે અને તેની શરૂઆત પણ થઇ ચૂકી છે.
-
world economic forum કહે છે કે, વર્ષ 2100 સુધી મુંબઇ, કરાચી, સિંગાપોર, માલદીવ, ન્યૂયોર્ક, શંઘાઇ, બિજીંગ, હોંગકોંગ જેવા દરિયા નજીકના શહેરોમાંથી આશરે 40 કરોડ લોકોને સ્થળાંતર કરવા પડશે. આ તો થઇ દરિયાઇ પટ્ટીની વાત પરંતુ જો તેના એક કિમી વિસ્તારને આવરી લઇએ તો?? ફિલહાલ દુનિયાની કુલ વસ્તીના 40% લોકો દરિયાકાંઠાના પટ્ટા(coastal belt) ના 1 કિમીની અંદર રહે છે. આ ગણિત મુજબ લગભગ એક અબજ લોકો પ્રભાવિત થશે. જરા વિચારો! આ સ્થળાંતર, રાજ્યોની તેમજ ઘણાં દેશોની સરહદોની સંપૂર્ણ પરિભાષા બદલી નાંખશે. એક રેફ્યુજીને હાલની તારીખે કોઇ આશરો આપવા તૈયાર નથી ત્યારે 40 કરોડ રેફ્યુજીઓને ક્યાં સમાવશો? કોઇ સમજાવશે મને!!. આની ભરપાઇ વૃક્ષો ઉગાડીને નથી થઇ શકવાની, આટલું સાદુ ગણિત આપણે સમજી લેવું પડે.
-
ઉદાહરણ તો ઘણા છે જેમકે લેટેસ્ટ ગુજરાતના દરિયાકાંઠાનું(જુઓ નીચેની લિંક). છતાં અન્ય જગ્યાઓનું જોવું હોય તો બેંગકોકનું જુઓ...બેંગકોક ધીમેધીમે પાણીમાં ડૂબી રહ્યું છે અને ત્યાં ઠેકઠેકાણે સંરક્ષિત દિવાલો નજરે ચઢે છે(જુઓ નીચેની ઇમેજ-1 & 2). બિલકુલ આ પ્રમાણે જકાર્તા (ઇન્ડોનેશિયા) 10 સે.મી પ્રતિ વર્ષના દરે પાણીમાં ડૂબી રહ્યું છે. આનું નિવારણ ખુબજ જલ્દી લાવવું પડશે અન્યથા પસ્તાવા સિવાય કોઇ રસ્તો આપણી પાસે બચશે નહીં. હાં, protection wall એક વિકલ્પ છે અને અમુક દેશો તેને અમલમાં લાવી પણ ચૂક્યાં છે પરંતુ આ વિકલ્પ ઘણો ખર્ચાળ છે.
https://www.gujaratsamachar.com/news/gujarat/765-km-of-land-erosion-on-gujarats-coast-salinity-increased
નોટ:- ગ્લોબલ વોર્મિંગના ભયાનક પરિણામો માટે એક નાનકડી પોષ્ટરૂપી શ્રૃંખલા તાજેતરમાં આપની સમક્ષ હાજર થશે.
.png)
.png)
No comments:
Post a Comment