permafrost શ્રેણી અંતર્ગત આ અંતિમ પોષ્ટમાં આપણે ફરીવાર ઉત્તરીય સાઇબિરીયા તરફ જઇએ. આ ક્ષેત્રમાં એક ખુબ મોટો પર્વતીય વિસ્તાર છે જેને chersky mountain કહે છે. આ વિસ્તારમાં તમને એક tadpole(ઈંડામાંથી નીકળ્યા પછી પહેલી અવસ્થાનું દેડકાનું કુમળું બચ્ચું) ના દેખાવ જેવો એક ખાડો નજરે ચઢશે(જુઓ મુખ્ય ઇમેજ). વાત કરીએ 1940 ની જ્યારે આ સમગ્ર વિસ્તારમાં એક મોટું જંગલ મૌજૂદ હતું. પછી આ જંગલને કાપવાની શરૂઆત થઇ કેમકે રશિયાને આ વિસ્તારમાં એક સડક બનાવવી હતી. ત્રીસ વર્ષ સુધી આ જંગલ કપાતું રહ્યું અને છેવટે 1970 માં તેનો સંપૂર્ણ સફાયો થઇ ગયો. હવે જંગલના કપાવાથી શું થયું તે જુઓ...
-
આ વિસ્તારના જંગલોમાં રહેલ વૃક્ષોના કારણે સૂર્યપ્રકાશ સીધેસીધો permafrost સાથે સંપર્કમાં આવતો ન હતો. પરિણામે permafrost જમીન નીચે સુરક્ષિત રહેતો હતો પરંતુ હવે વૃક્ષોના કપાવાથી permafrost પીગળી રહ્યો છે. જેના કારણે અહીં એક વિશાળ ખાડો પડી ગયો છે. જેને mega slump કહે છે. આ ખાડાની ઊંડાઇ લગભગ 300 ફૂટ અને ફેલાવો અડધા કિલોમીટરનો છે તેમજ દિવસે-દિવસે તેનો ફેલાવો વધતો જાય છે. permafrost ના પીગળવાથી ખુબ વધુ માત્રામાં co2 અને મિથેન વાતાવરણમાં ઠલવાઇ રહ્યો છે. આ ક્ષેત્રમાં મૌજૂદ સઘળો permafrost પીગળી અને તેમાં કેદ co2 તથા મિથેન જો વાતાવરણમાં ભળી ગયો તો પૃથ્વી પરથી જીવન લગભગ સમાપ્ત થઇ જશે.
-
વૈજ્ઞાનિકોના મતે એક સમય એવો આવશે જેને tipping point કહે છે, ત્યારબાદ આ સઘળા નાટકનો અંત....હવે આ tipping point શું તે સરળ ભાષામાં સમજી લઇએ...ધારો કે, તમે એક ઊંટ ઉપર વજન મુકવાનું શરૂ કરો છો અને સતત મુકતા જાઓ છો, તો એક સમય એવો આવશે કે, તેની ઉપર એક તણખલું પણ જો મુકીએ તો ઊંટની કમર તુટી જશે આને જ tipping point કહે છે. તો કહેવાનો મતલબ આપણો ઉત્તરીય ધ્રુવ tipping point તરફ જઇ રહ્યો છે.
-
ફરી પાછી વાત કરીએ utqiagvik શહેરની તો...permafrost ના પીગળવાથી તેમની સડકો ધીમેધીમે જમીનમાં ઉતરતી જાય છે(જુઓ નીચેની ઇમેજ). વધુમાં, ત્યાંના ઘરોને પણ હવે જમીનથી ઓછામાં ઓછા ત્રણ ફૂટ ઉપર બનાવવામાં આવી રહ્યાં છે. ખેર, આ તો બધા કામચલાઉ ઉકેલો છે, જો હજી પણ આપણે શાહમૃગ વૃત્તિ અપનાવી રાખીશું તો પછી આપણાથી મોટો બેવકૂફ સમગ્ર સૃષ્ટિમાં બીજો કોઇ નથી.
.jpeg)
.jpg)
.png)
No comments:
Post a Comment