ગત પોષ્ટમાં આપણે સાઇબિરીયામાં પડેલ ખાડા વિષે ચર્ચા કરી હતી પરંતુ આ ઇસ્યૂ કેવળ સાઇબિરીયા પૂરતો જ સીમિત નથી બલ્કે અન્ય સ્થળોએ પણ તેની હાજરી જોવા મળી રહી છે. વાત કરીએ અમેરિકાના એક રાજ્ય અલાસ્કાના એક ક્ષેત્ર kotzebue ની...2017 માં આ ક્ષેત્ર સમાચારોમાં સ્થાન પામ્યો. તેનું કારણ એ હતું કે, આ ક્ષેત્ર ઉપરથી જેટલા પણ હવાઇ જહાજો ઉડતા હતાં તેમના પાયલોટોનું કહેવું હતું કે, ત્યાં મૌજૂદ Esieh સરોવરમાં કંઇક અજીબો-ગરીબ ઘટના બની રહી છે. વૈજ્ઞાનિકોએ ત્યાં પહોંચીને જોયું તો તેમને સરોવરમાં મોટા-મોટા પરપોટાઓ નીકળતા દેખાયા.
-
ચકાસણી બાદ વૈજ્ઞાનિકોને પાણીમાં મિથેનની ખુબ વધુ માત્રા મળી આવી. વધુ એટલે કેટલી? દસ ટન પ્રતિ દિવસ. વૈજ્ઞાનિકોની આ જ ટીમે પાણીનું વધુ પૃથ્થકરણ કરવાનું વિચાર્યું અને શોધખોળ અર્થે સરોવરમાં ડૂબકીઓ લગાવવાનું શરૂ કર્યું. સરોવર ખાસ કંઇ ઊંડુ ન હતું સરેરાશ ત્રણ થી પાંચ ફૂટ જેટલું જ ઊંડુ હતું પરંતુ અચાનક તેઓને અહેસાસ થયો કે, તેમના પગ નીચે હવે જમીન નથી રહી. અર્થાત તેઓ એક મોટા ખાડાના મુખ ઉપર હતાં. ટૂંકમાં પાણીની અંદર ખાડો. આ ખોફનાક ખાડો પચાસ ફૂટ પહોળો હતો. સાઇબિરીયામાં મળેલ ખાડો અને આ ખાડામાં એક કોમન વસ્તુ હતી અને તે હતી....permafrost. આ permafrost વળી શું છે?
-
ઠંડા પ્રદેશોમાં જ્યાં ઘાસથી આચ્છાદિત મેદાનો હોય છે તેમની નીચે પણ બરફ મૌજૂદ હોય છે(જુઓ નીચેની ઇમેજ). એ ક્ષેત્ર/મેદાન જેનું તાપમાન બે વર્ષ સુધી શૂન્ય ડિગ્રી નીચે રહે તેને permafrost કહે છે. આ permafrost કેવળ સાઇબિરીયામાં જ નહીં પરંતુ અમેરિકા, કેનેડા, ગ્રીનલેન્ડ, પાકિસ્તાન, ભારત, તિબેટ, ચીન જેવા હિમાલયના ક્ષેત્રોમાં પણ છે. આ permafrost ગરમીના કારણે હવે પીગળી રહ્યો છે અને તેની અસર જુઓ....
-
અલાસ્કામાં એક જંગલ છે જેની ખાસિયત એ છે કે, આ જંગલમાં લગભગ કોઇ વૃક્ષ સીધું નથી બલ્કે બધા વૃક્ષો આડા-અવળા હોય છે(જુઓ નીચેની ઇમેજ). નવાઇની વાત એ છે કે આજે તમને ત્યાં કોઇ વૃક્ષ જમણી બાજુ ઝુકેલું દેખાયું તો, થોડાં સમય પછી તે જ વૃક્ષ ડાબી તરફ ઝુકેલું દેખાય છે. અર્થાત ત્યાંની જમીનની નીચે મૌજૂદ બરફ(permafrost)ના પીગળવાથી વૃક્ષો ધીમે-ધીમે જમીન ઉપર સરકી રહ્યાં છે અને તેમની દિશાઓ બદલાઇ રહી છે. આ પ્રક્રિયા 2018 થી શરૂ થઇ બહુ જૂની વાત નથી તથા તેમાં ખુબ ઝડપથી વૃદ્ધિ થઇ રહી છે.
-
બીજું ઉદાહરણ....વાત કરીએ અલાસ્કાના એક શહેર utqiagvik ની. આ આખું શહેર permafrost ઉપર વસેલું છે. શિયાળામાં આ શહેરના લોકો ખોરાકનો સંગ્રહ કરી રાખે છે. ખોરાકના સંગ્રહ માટે આ લોકોએ ભૂગર્ભમાં બંકરો બનાવ્યા હોય છે(જુઓ નીચેની ઇમેજ). પણ....હવે ગ્લોબલ વોર્મિંગના કારણે આ બંકરોની કાર્યક્ષમતા પહેલા જેવી નથી રહી. આ બંકરોમાં હવે ખોરાક લાંબા ગાળા સુધીનો/પહેલા જેવો સુરક્ષિત નથી રહી શકતો કેમકે બરફ પીગળી જાય છે.
-
permafrost ના પીગળવાથી આ શહેરના લોકોને બીજી એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દરિયાઇ મોજા કાંઠના વિસ્તારો તરફ ધસી આવે ત્યારે બરફના મોટા-મોટા ટુકડાઓ દિવાલો સ્વરૂપે તેમને આગળ વધતા અટકાવે છે(જુઓ મુખ્ય ઇમેજ) પરંતુ હવે બરફના પીગળવાથી આ પાણી મેદાની ક્ષેત્રોમાં પ્રવેશી રહ્યું છે. તો કહેવાનો મતલબ મુસીબત આપણા દરવાજે ટકોરા મારી રહી છે. ભલે અત્યારે આપણે એમ વિચારતા હોઇએ કે, ધ્રુવોની તકલીફથી આપણે શું લેવા-દેવા? પરંતુ એટલી વાત મગજમાં સ્ટોર કરી રાખો કે, જો આપણો ટોચનો ધ્રુવ અસ્થિર છે તો, આપણે ક્યારેય સ્થિર નહીં રહી શકીશું.
(ક્રમશ:)
.png)
.jpg)
.png)
.png)
No comments:
Post a Comment