જુનૂં એટલું સોનું.....શું ખરેખર તમે પણ આવું માનો છો? તો તમે survivorship bias ના શિકાર છો. survivorship bias ની બેસિક સમજણ માટે આગળના બે ભાગની લિંક નીચે મૌજૂદ છે. ખેર, હવે આગળ વધીએ....
https://www.facebook.com/permalink.php?story_fbid=2262259477229817&id=100003373615705
https://www.facebook.com/permalink.php?story_fbid=2265660263556405&id=100003373615705
ઘણા લોકો કહે છે કે, પિરામિડ જેવી ઇમારતો આજની તારીખે પણ બનાવી નથી શકાતી. તે વખતના લોકોને વિજ્ઞાનનું ખુબજ જ્ઞાન હતું. ફળસ્વરૂપ આવી ટકાઉ ઇમારતો બનાવવી હાલની ટેકનોલોજીની પણ ગજા બહારની વાત છે. શું આ સાચું છે? જી નહીં. હકિકતે આ survivorship bias નું જ એક ઉદાહરણ છે. ચાલો ટેકનિકલી જોઇએ.
-
જરા વિચારો! શા માટે લગભગ દરેક પ્રાચીન ઊંચી ઇમારતો ત્રિકોણ/શંકુ આકારની જ હોય છે? કારણ કે, તે સમયના લોકોને બાંધકામના પાયાના સિદ્ધાંતોની એટલી સમજ ન હતી અને એટલા મજબૂત materials પણ મૌજૂદ ન હતાં કે જે ઇમારતના વજનને ખમી શકે. ત્રિકોણીય સંરચના સ્વાભાવિક રીતે સ્થિર હોય છે. તમે ગમે ત્યાં ઇંટોને, રેતીને એક જગ્યાએ ફેંકીને જુઓ. તેમનો ઢગલો હંમેશા ત્રિકોણ આકારનો હશે. અર્થાત તેમનું તળિયું પહોળું અને ચોટી સાંકડી હશે. પહાડો પણ એટલા માટે સ્થિર હોય છે કેમકે તેઓ શંકુ આકારના હોય છે.
-
પરંતુ!! ત્રિકોણીય સંરચનાનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે, તેમાં materials ની ખુબ જરૂર પડે છે તથા તળિયું જગ્યા પણ ઘણી રોકે છે. ઊંચી અને સાંકડી ઇમારતને મજબૂત બનાવવી હોય તો...ગ્રેવિટી, બળ અને તાણ(stress) ના પ્રસારણના સિદ્ધાંતને સમજવું ખુબ જરૂરી છે. મિસરવાસીઓ આ સિદ્ધાંતથી વાકેફ ન હતાં માટે તેઓ આવી ઇમારતો બનાવી શકતા ન હતાં પરંતુ હવે આપણને આ બધી બાબતોનું જ્ઞાન છે. તેથી બુર્જ ખલીફા જેવી ઇમારતો આજે આપણે બનાવી શકીએ છીએ કે જેના વિશે વિચારવું પણ મિસરવાસીઓ માટે શક્ય ન હતું.
-
હવે સવાલ એ રહે છે કે, શું આજના સમયમાં આપણે પિરામિડ જેવી ઇમારત બનાવી શકીએ છીએ? જવાબ છે....હાં અને એ પણ ખુબ સરળ રીતે પરંતુ હવે આવી ઇમારત બનાવવી વ્યર્થ છે કેમકે તે બિનકાર્યક્ષમ હોય છે જેનો અંદાજો એ વાતે લગાવી શકાય કે, બુર્જ ખલીફાની ઊંચાઇ સૌથી ઊંચા ખુફુના પિરામિડ કરતા છ ગણી વધુ પરંતુ વજન બાર ગણું ઓછું છે. હાં, જીજ્ઞાસાવૃત્તિ માટે આવું બાંધકામ કરી શકાય જેમકે....અમેરિકાના લાસ વેગાસમાં એક વૈભવી હોટલ છે જેનો આકાર પિરામિડ જેવો છે(જુઓ મુખ્ય ઇમેજ). યાદરહે, અહીં પૂર્વજોને નીચા દેખાડવાનો પ્રયત્ન નથી પરંતુ જેઓ ફક્ત "old is gold" એવા મિથ્યાભિમાનમાં રાચે છે તેમને સમજાવવાનો પ્રયત્ન છે.
.jpg)
No comments:
Post a Comment