શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ઇન્ટરનેટના વિવિધ પ્લેટફોર્મ ઉપર તમારી પસંદગીની જાહેરાતો કઇરીતે તમારો પીછો કરે છે? ચાલો જાણીએ....
-
માની લો તમે કોઇ વસ્તુની ખરીદી માટે એક વેબસાઇટની મુલાકાત લ્યો છો. વેબસાઇટ સુધી પહોંચવા તમારે કોઇને કોઇ બ્રાઉઝરનો ઉપયોગ કરવો પડશે. જ્યારે તમે વેબસાઇટની મુલાકાત લ્યો છો ત્યારે આ વેબસાઇટ છુપાઇને તમારા બ્રાઉઝરમાં એક cookie ને સ્ટોર કરી નાંખે છે(જુઓ નીચેની ઇમેજ). હવે તમને થતું હશે કે, આ cookie એટલે શું? cookie દરઅસલ નંબર અને અક્ષરો વડે બનેલ એક યુનિક ઓળખ(id) હોય છે, જેનો ઉદ્દેશ્ય વેબસાઇટના મુલાકાતીઓની પસંદ-નાપસંદને યાદ રાખવાની હોય છે. હવે તો ઘણી વેબસાઇટો એવી હોય છે, જે cookies ને છુપાઇને સ્ટોર રાખવાને બદલે કાયદેસર તમારી મંજૂરી માંગે છે.
-
સ્ટોર કરાયેલ cookies ન કેવળ જે તે વેબસાઇટ પરંતુ સમગ્ર ઇન્ટરનેટ ઉપર તમારો પીછો કરે છે. તમે ઘણી વખત અનુભવ્યું જ હશે કે, કોઇક ઓનલાઇન શોપિંગ વેબસાઇટની મુલાકાત બાદ ફેસબુક જેવી સોશ્યલ મીડિયા સાઇટ ઉપર તમને તમારી રુચિ અનુરૂપ જાહેરાતો દેખાવા માંડશે. આની પાછળ આ cookies નો જ હાથ હોય છે. cookies વિવિધ કંપનીઓને આપસમાં જોડે છે જેથી ભાગબટાઇની મલાઇ આપસમાં વહેંચાતી રહે.
-
વાત છે 1994 ની. Netscape નામક કંપનીમાં કામ કરતા ત્રેવીસ વર્ષીય Lou એ cookies ની શોધ કરી. આ એ સમય હતો જ્યારે કોઇ મુલાકાતીએ એક વેબસાઇટની કેટલી વખત મુલાકાત કરી તે જાણી શકાતું ન હતું. હરવખતે તે મુલાકાતીને એક નવો મુલાકાતી સમજી લેવામાં આવતો હતો. આનું એક મોટું શિરદર્દ શું હતું તે જુઓ....જ્યારે મુલાકાતી પોતાની પસંદની વસ્તુને "online cart" માં નાંખતો અને તે જ સમય દરમિયાન કોઇ કારણે જો વેબસાઇટનું પેજ રિફ્રેશ થઇ જાય ત્યારે cart પણ ખાલી થઇ જતું હતું. ફળસ્વરૂપ સમગ્ર પ્રક્રિયા પાછી કરવી પડતી હતી. cookies એ આ સમસ્યાનું નિવારણ લાવી દીધું.
-
cookies નો પ્રાથમિક ઉદ્દેશ્ય ભલે સારો રહ્યો હોય પરંતુ હવે તે માથાનો દુખાવો બની છે કેમકે તે આપણી રુચિને જાહેરાત સ્વરૂપે વિવિધ પ્લેટફોર્મ ઉપર આપણી માથે મારી રહી છે. હવે તો આ જાહેરાતો બેનરની સાથેસાથે વીડિયોના રૂપે પણ મૌજૂદ હોય છે. બ્રાન્ડ(જાહેરાત) અને પ્લેટફોર્મ દરમિયાન વચેટિયાઓ મૌજૂદ હોય છે જેમનું કામ બ્રાન્ડને યોગ્ય પ્રેક્ષકો સુધી પહોંચાડવાનું હોય છે. વિવિધ કંપનીઓ દરમિયાન આ સહયોગ દરઅસલ third party cookies દ્વારા જ સંભવ થઇ શક્યો છે.
-
ટૂંકમાં આપણો જેટલો પણ ડેટા છે તે લગભગ થર્ડ પાર્ટી દ્વારા જ આ વેબસાઇટ સુધી પહોંચે છે. આ પ્રક્રિયાને ટ્રેકિંગ કહે છે. ટ્રેકિંગે આપણી ઓનલાઇન દુનિયાને સંપૂર્ણપણે બદલી નાંખી છે. આનો ગેરફાયદો એ છે કે, એકવખત આપણો ઓનલાઇન ડેટા આવી કંપનીઓને મળી જાય ત્યારપછી તેને નાબૂદ કરવાનો કોઇ રસ્તો નથી બચતો. હાં, થોડા સમયથી કેટલાક બ્રાઉઝરે third party cookies ને બ્લોક કરવાની સુવિધા આપી છે જેને તમે ગુગલમાં સર્ચ કરાવી શકો છો.

No comments:
Post a Comment