Saturday, July 26, 2025

Mirror Life (Chirality)

 


 

વૈજ્ઞાનિકો માને છે કે 2035 માં દુનિયામાં એક એવું જીવનનું સ્વરૂપ આવી રહ્યું છે જે ખુબજ ખતરનાક સાબિત થાય એમ છે. વૈજ્ઞાનિકોના મત મુજબ જીવન પરમાણુ શસ્ત્રો કરતા અનેક ઘણું ઘાતક સાબિત થશે(રિપોર્ટની લિંક નીચે મૌજૂદ છે). જીવનના સ્વરૂપને 'મિરર લાઇફ' કહે છે. હકિકતે વાત એવી છે કે, આપણે એક એવો બેક્ટીરિયા બનાવવા જઇ રહ્યાં છીએ જે સામાન્ય બેક્ટીરિયા કરતા બિલકુલ અલગ હશે. એમ કહો કે તેની મિરર ઇમેજ જેવો હશે. બેક્ટીરિયા પૃથ્વી ઉપર મૌજૂદ જીવનને કેટલી હદે નુકસાન પહોંચાડી શકે તે જાણવા પહેલાં Chirality ને સમજવું ખુબ જરૂરી છે અને તેની પ્રાથમિક સમજણ માટે નીચે આપેલ પોષ્ટની લિંક ઉપર નજર દોડાવો.

 

https://www.facebook.com/permalink.php?story_fbid=3354244584697962&id=100003373615705

 

https://purl.stanford.edu/cv716pj4036

 

કિરાલિટી સ્થિતિને કહે છે, જ્યારે બે વસ્તુઓ એક જેવી દેખાવા બાવજૂદ અસંમિતિ(asymmetry) પ્રદર્શિત કરતી હોય. ઉપરોક્ત પોષ્ટમાં જણાવ્યા મુજબ જગતના અધિકતર જીવોમાં લેફ્ટ હેન્ડેડ(ડાબેરી) એમિનો એસિડ જોવા મળે છે જ્યારે રાઇટ હેન્ડેડ એમિનો એસિડ(જેને D એમિનો એસિડ કહે છે તે) અમુક જૂજ બેક્ટીરિયામાં જોવા મળે છે(જુઓ નીચેની ઇમેજ-).




-

જો આપણે એમિનો એસિડને છોડી થોડા લાર્જ સ્કેલ એટલે કે ડીએનએ ઉપર આવીએ તો, આપણને સમજાશે કે ડીએનએ right handed symmetry ધરાવે છે. right અને left handed symmetry ને સરળ રીતે સમજવા નીચેની ઇમેજ જુઓ. એમિનો એસિડ left handed symmetry ધરાવે છે અને ડીએનએ, આરએનએ, શુગર વગેરે right handed symmetry ધરાવે છે... વાત બરોબર યાદ રાખી આગળ વધો.




-

હવે માની લો કે, એક એવું જીવનનું સ્વરૂપ આવે છે જે right handed એમિનો એસિડ અને left handed ડીએનએ, આરએનએ, શુગર વગેરે વડે બન્યું હોય તો શું થશે? બસ, આની ઉપર ઘણી રિસર્ચ થઇ રહી છે અને વૈજ્ઞાનિકોના મતાનુસાર આવો બેક્ટીરિયા 2035 સુધીમાં તેઓ બનાવી લેશે. જો આવો બેક્ટીરિયા બની ગયો તો સૌપ્રથમ તે પોતાની વૃદ્ધિ કરવાનું શરૂ કરશે કેમકે જીવન હંમેશા વૃદ્ધિ કરે છે. તો શું તે સામાન્ય બેક્ટીરિયા સાથે પ્રતિક્રિયા કરશે? શું તે આપણી સાથે પ્રતિક્રિયા કરશે? અત્યારસુધી આપણી સમજ એવી છે કે, આવું નહીં થાય.

-

પણ....સ્ટેનફોર્ડની ઉપરોક્ત રિપોર્ટ જણાવે છે કે, horizontal gene transfer શક્ય છે. જેનો અર્થ એવો થાય કે, બેક્ટીરિયા શાયદ! અન્ય સામાન્ય બેક્ટીરિયાને mutate કરાવે. આનાથી શું થશે તે હવે જુઓ...આપણા સમુદ્રો નાશ પામશે, જમીન ઉજ્જડ થઇ જશે, મનુષ્યોનું અસ્તિત્વ મટી જશે. કેમ? કેમકે બેક્ટીરિયા જીવનનું ચક્ર ચલાવે છે. બીજું, આપણી દુનિયામાં food chain અસ્તિત્વ ધરાવે છે અર્થાત એક જીવ ઉપર એક શિકારી મૌજૂદ છે અને સૌથી ઉપર મનુષ્ય છે. સાથેસાથે હર જીવના શરીરને વિઘટન કરનારા સૂક્ષ્મ જીવો પણ મૌજૂદ છે.

-

હવે જરા વિચારો...જો આપણે મિરર લાઇફ બનાવીએ તો કોઇ એવી ચીજ ધરતી ઉપર મૌજૂદ નથી જે આનો શિકાર કરી શકે. એક સામાન્ય વાઇરસ બેક્ટીરિયાનો શિકાર તો કરી શકે છે પરંતુ એક સામાન્ય વાઇરસ મિરર બેક્ટીરિયાનો શિકાર નથી કરી શકતો. જેનો શિકારી મૌજૂદ હો, તેની વસ્તી બેકાબુ થઇ જશે. તો થઇ જીવિત અવસ્થાની વાત પરંતુ જ્યારે મિરર બેક્ટીરિયા નિષ્ક્રિય અથવા મૃત થશે ત્યારે તેના વિઘટન માટે કોઇ નહીં હોય. જેથી તેમનો ભંગાર સેંકડો વર્ષો સુધી પડ્યો રહેશે બિલકુલ પ્લાસ્ટિકની જેમ. ટૂંકમાં મિરર લાઇફ તો બની જશે પરંતુ તેનો ખાતમો કેવીરીતે કરવો તેની આપણને ખબર નથી. કેટલાક વૈજ્ઞાનિકો તો ત્યાંસુધી માને છે કે, બેક્ટીરિયા મનુષ્યને એક નવી પ્રજાતિમાં રૂપાંતર કરી નાખશે.

-

તો આટલા બધા ગેરફાયદા હોવા છતાં વૈજ્ઞાનિકો શા માટે બેક્ટીરિયા બનાવવા તલપાપડ છે? તેના કેટલાક કારણો નીચે મુજબ છે.

(1) બેક્ટીરિયા કુદરતી ઉત્સેચકો પ્રત્યે નિષ્ક્રિય હોવાથી શરીરને કેટલાય રોગો સામે પ્રતિરોધ બનાવી જીવનને સ્થિરતા આપી શકે છે.

(2) મેડિકલ ક્ષેત્રે નવી દવાઓ અને સારવાર પધ્ધતિઓના દરવાજા ખુલી જશે.

(3) સદીઓથી વણઉકેલ્યો સવાલ કે...જીવનનો ઉદ્ભવ કેવીરીતે થયો? નો જવાબ મળી જશે.

-

ખેર, બેક્ટીરિયાના નિયંત્રણ માટે પણ ઘણા પ્રયોગો થઇ રહ્યાં/વિચારાઇ રહ્યાં હોવા છતાં અધિકતર વૈજ્ઞાનિક સમુદાય રિસર્ચની વિરૂધ્ધમાં છે.

 


 

No comments:

Post a Comment