ભાવિ પેઢીનું જીવન અંધકારમય કરનારા થોડાં ડેટા જુઓ....2024 અને 25 ના વર્ષ એશિયા ખંડ માટે ખુબજ ખતરનાક હદે ગરમ રહ્યાં. દિલ્હીમાં જૂન 2024 માં 47.4 ડિગ્રી સે. તાપમાન સતત સાત દિવસ સુધી નોંધાયું. આ સમયગાળા દરમિયાન દિલ્હીની હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના 1900 થી વધુ કેસો નોંધાયા. પાકિસ્તાનના સિંધ, બલુચિસ્તાન જેવા ઘણાં શહેરોનું તાપમાન લગભગ 50 ડિગ્રી આસપાસ પહોંચી ગયું(જેકોબાબાદનું તાપમાન મે માં 52.2 ડિગ્રી નોંધાયું). ચીનમાં હીટ સ્ટ્રોકના કારણે લગભગ 70 કરોડ લોકો પ્રભાવિત થયાં. શાંઘાઇમાં વીજળીની ખપત 25% જેટલી વધી જવા પામી જેના કારણે ત્યાંની cooling system ઉપર ભારણ વધ્યું. પરિણામે ઘણી ફેક્ટરીઓને બંધ કરવી પડી જેથી રહેણાંક વિસ્તારને પુરતી વીજળી આપી શકાય. બાંગ્લાદેશમાં 2025 ના મે અને જૂનમાં અસહ્ય ગરમીને કારણે ઘણાં બાળકોને હીટ સ્ટ્રોકના ફળસ્વરૂપ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા અને સ્કૂલો બંધ કરવી પડી. નેપાળ અને ભૂટાનની પણ હાલત એ જ રહી. જાપાનના ટોકિયો અને ઓસાકામાં પણ 42 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતુ!! wait wait....હવે વાત કરીએ અન્ય ખંડોની...
-
આફ્રિકાના નાઇજીરીયામાં 2025 માં 48 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાયું, ફળસ્વરૂપ 350 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. ઇથોપિયા અને સુદાનમાં ગરમીના કારણે નદી-નાળા સુકાઇ જવાથી એક કરોડ સાઠ લાખ લોકો ખોરાક અને પાણીની અછતથી પ્રભાવિત થયાં. 2025 માં તાંઝાનિયામાં ચા નું ઉત્પાદન 40% ઘટી જવા પામ્યું. બીલકુલ એજ પ્રમાણે, યુગાન્ડામાં કેળા, મકાઇ અને જુવારનો પાક નિષ્ફળ રહ્યો. પરિણામે ત્યાંના ગામડાઓની હાલત બદતર બની. મોરોક્કોમાં તાપમાન 46 ડિગ્રી નોંધાયું જેથી ઓલિવ અને દ્રાક્ષનું ઉત્પાદન 30% ઘટી ગયું. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર કેવળ આફ્રિકામાં જ લગભગ બાર લાખ લોકો ગરમીના કારણે ઉદભવતી પાણીની અછતની સમસ્યાથી બચવા એક જગ્યાએ થી અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ચૂક્યાં છે.
-
હવે વાત કરીએ યુરોપની....સ્પેનના શહેર seville, madrid અને malaga માં તાપમાન 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી ગયું. 2024 માં સ્પેનમાં ગરમીના કારણે લગભગ ત્રણ હજાર લોકો મૃત્યુ પામ્યાં. પોર્ટુગલના જંગલોમાં લાગેલ આગે હજારો એકર જમીનને રાખ કરી નાંખી. ઇટાલીમાં વૃદ્ધોને cooling
center માં ખસેડવા પડ્યાં તથા ખેડુતોને ખેતીમાં થયેલ નુકસાનીના ભરપાઇ રૂપે દોઢ અબજ યુરો ત્યાંની સરકારે ચૂકવવા પડ્યાં. ગ્રીસની રાજધાની એથેન્સમાં જુલાઇ 2024 માં સતત પાંચ દિવસ સુધી 45 ડિગ્રીથી વધુનું તાપમાન નોંધાયું. ફ્રાન્સના bordeaux provence માં દ્રાક્ષનું ઉત્પાદન 35% ઓછું રહ્યું. પેરિસમાં કેવળ જુલાઇ મહિનામાં જ લગભગ 1200 જેટલા લોકો હીટ સ્ટ્રોકના કારણે હોસ્પિટલોમાં દાખલ થયાં. જર્મનીમાં નદીઓનું જળસ્તર એટલું ઘટી ગયું કે, માલવાહક જહાજોને ક્ષમતા કરતા અડધો સામાન લઇને જવું પડ્યું. તેથી માલની હેરફેર કરતી કંપનીઓને રોજીંદા કરોડો યુરોનું નુકસાન વેઠવું પડ્યું.
-
બર્લિન, હેમ્બર્ગ અને ફ્રેન્કફર્ટમાં ગરમીના કારણે લોકલ ટ્રેનો બંધ કરવી પડી. લંડન માન્ચેસ્ટર અને બર્મિંગહામમાં તાપમાન 40 ડિગ્રીને ક્રોસ કરી ગયું. આ એવા દેશો છે જ્યાં 30 ડિગ્રીના તાપમાનને પણ અસામાન્ય/અસહ્ય મનાતું હતું. અધિક ગરમીના કારણે યુરોપની સડકો પીગળવા માંડી, રેલ્વે ટ્રેક વાંકા-ચૂંકા થઇ ગયા તેમજ ઘણી જગ્યાએ વિમાનોની મુસાફરી સ્થગિત કરવી પડી કેમકે ગરમ વાતાવરણમાં વિમાનને ટેક-ઓફ કરવામાં અડચણ ઉભી થાય છે.
-
હવે વાત કરીએ અમેરિકાની....કેલિફોર્નિયા, નેવાડા અને એરિઝોનામાં તાપમાન સતત ઘણા દિવસો સુધી 45 ડિગ્રીને વટાવી ગયું. લાસ વેગાસમાં heat index 50
ડિગ્રી સુધી પહોંચી ગયો, ફળસ્વરૂપ હજારો લોકોને હોસ્પિટલાઇઝ કરવા પડ્યાં. phoenix અને arizona માં સતત 31 દિવસ એવા પસાર થયા જેમનું તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાયું. ન્યુ યોર્ક નું તાપમાન પણ 40 ડિગ્રી નોંધાયું. કેનેડા પણ આ ગરમીમાં થી બાકાત ન રહ્યું. ગરમીના કારણે લાગેલ આગે અઢળક જીવસૃષ્ટિનો નાશ કર્યો. આ આગના ધુમાડા અમેરિકા સુધી પહોંચી ગયા જેથી ન્યુ યોર્ક અને શિકાગો જેવા શહેરનો air quality index ખતરનાક હદે વધી જવા પામ્યો. મેક્સિકોમાં તાપમાન 43 ડિગ્રીથી વધી ગયું પરિણામે ત્યાં પાણીની કટોકટી જાહેર કરવી પડી.
-
આ તો થઇ ઉત્તર અમેરિકાની વાત, હવે નજર કરીએ દક્ષિણ અમેરિકા તરફ....2024 માં બ્રાઝિલના એમેઝોન ક્ષેત્રમાં ગરમીએ એવી તબાહી મચાવી જેને ક્યારેય માનવીએ જોઇ ન હતી. ત્યાંનું તાપમાન 41.8 ડિગ્રી સુધી પહોંચી ગયું. એમેઝોનના જંગલોમાં વાર્ષિક 27% નો વરસાદનો ઘટાડો નોંધાયો. પરિણામે નહેરો અને જળાશયો સુકાઇ ગયા.
-
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 2024 માં મહત્તમ 48.3 ડિગ્રી તાપમાન નોંધાયું. murray darling basin કે જે ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો પાણીનો સ્ત્રોત છે, તેમાં પાણીનો જથ્થો 60% જેટલો ઓછો થઇ ગયો. જેની વિપરીત અસર ત્યાંની ખેતપેદાશો અને જાનવરો પર પડી રહી છે. છેલ્લે રહી વાત એન્ટાર્કટિકાની તો, આ જ શ્રેણીનો આગળનો ભાગ વાંચી જવા વિનંતી. જો અત્યારે આપણે આ વિષે ગંભીર નહીં બનીએ તો, આવનારી પેઢી કેવળ પુસ્તકોમાં જ વાંચશે કે પૃથ્વી ઉપર ખુશનુમા વાતાવરણ પણ ક્યારેક હતું.
નોટ:- સઘળા ડેટાની લિંક નીચે મૌજૂદ છે.
https://www.ncei.noaa.gov/access/monitoring/monthly-report/global/202413
https://www.climate.gov/news-features/understanding-climate/climate-change-global-temperature
https://www.theguardian.com/environment/2025/jan/10/world-temperature-hottest-year-noaa
https://nsidc.org/news-analyses/news-stories/antarctic-sea-ice-near-record-low-maximum-extent-2024
https://en.wikipedia.org/wiki/2024_Australia_heat_wave
.jpg)
No comments:
Post a Comment