Saturday, March 2, 2024

Processed Food

 



ઉંદરો ઉપર રિસર્ચ કરવામાં આવી કે, શું તેઓ ખાંડ વગર રહી શકે છે? માટે તેઓને થોડાં સમય સુધી ખાંડ આપવામાં આવી અને પછી તેઓને ખાંડથી અલિપ્ત રાખવામાં આવ્યાં તેમજ ખાંડ મેળવવા માટે માર્ગમાં વિવિધ અવરોધો ઉત્પન્ન કરાયા. તમને જાણીને નવાઇ લાગશે કે ઉંદરોએ ખાંડ માટે વીજળીના ઝટકા ખાવાનું પણ કબૂલ કર્યું. તો સવાલ ઉઠે છે કે, શું ખાંડમાં ખરેખર નશો છે? શું કાર્બોહાઇડ્રેટમાં નશો છે? બ્રેડ, ચિપ્સ, કોલ્ડ ડ્રિંક, કેક, મિલ્કશેક, ચોકલેટ, કેન્ડી...ટૂંકમાં પેકેટમાં આવતી જેટલી પણ વસ્તુઓ છે તે પ્રોસેસ ફૂડ અંતર્ગત આવે છે. પોષ્ટમાં પ્રોસેસ ફૂડ વિશે કરાયેલ કેટલીક રિસર્ચો ઉપર ચર્ચા કરીશું. સાથેસાથે સઘળી રિસર્ચના પેપરની લિંક પણ આપવામાં આવશે કેમકે જ્યારે પ્રોસેસ ફૂડની વાત નીકળે તો ઘણાં મોટા નામો પણ ચર્ચામાં આવશે.

-

એક રિસર્ચમાં કોકેઇનને એકતરફ અને બીજી તરફ ખાંડને રાખવામાં આવી. ઉંદરોએ કોકેઇનને બદલે ખાંડને મહત્વ આપ્યું. અર્થાત ખાંડનો નશો કોકેઇન કરતા પણ વધુ તાકતવર છે. ખાંડ લગભગ હર પ્રોસેસ ફૂડમાં મૌજૂદ હોય છે. પ્રોસેસ ફૂડનો નશો એટલો હોય છે કે, લોકોને ભલે ઉલ્ટી થઇ જતી છતાં વધુને વધુ પ્રોસેસ ફૂડ ખાશે. પરિણામે હવે સ્થૂળતા(obesity) વધી રહી છે. ખાંડ કોકેઇન કરતા વધુ reward ધરાવે છે. અર્થાત ખાંડને ખાવામાં કોકેઇન કરતા વધુ આનંદ મગજને મળે છે. ટૂંકમાં ખાંડ માટે લોકો કોકેઇન જેવા ડ્રગ્સ કરતા પણ વધુ તડપે છે. સઘળી વાત રિસર્ચ પેપરમાં લખી છે જેની લિંક નીચે મૌજૂદ છે.

 
https://journals.plos.org/plosone/article?id=10.1371/journal.pone.0000698

 

અન્ય એક રિસર્ચ કહે છે(જેની લિંક નીચે મૌજૂદ છે) કે, પ્રોસેસ ફૂડ આપણાં મગજને બદલી શકે છે. મગજના જે ભાગને તે સૌથી વધુ બદલી શકે તે છે....reward system. સિસ્ટમ શું હોય છે તેમજ કઇરીતે કાર્ય કરે છે? જાણવા માટે નીચે આપેલ પોષ્ટની લિંક ઓપન કરી જુઓ.

 

https://www.facebook.com/permalink.php?story_fbid=2332845470171217&id=100003373615705

 

https://www.sciencedirect.com/science/article/pii/S1550413123000517

 

ખેર! મુદ્દા ઉપર પરત ફરીએ. શું પ્રોસેસ ફૂડમાં કોઇ નશાકારક વસ્તુ આપણને મળે છે? જવાબ છે...નહીં. તો પછી પ્રોસેસ ફૂડની લત કઇરીતે લાગી શકે? આનો જવાબ પ્રકૃતિમાં છુપાયો છે. ખાવાલાયક જેટલી પણ વસ્તુઓ પ્રકૃતિ ઉત્પન્ન કરે છે, તેમાં કાર્બોહાઇડ્રેટ અને ફેટ/ફાઇબર દરમિયાન એક ratio(પ્રમાણમાપ) જળવાયો હોય છે. જો ratio ને વધારી દેવામાં આવે તો, તેમાંથી પ્રાપ્ત થતાં વધારાના પોષકતત્વો(rapid delivery system) મગજના રિવોર્ડ સિસ્ટમને ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિ ધીમેધીમે તેનો બંધાણી થઇ જાય છે.

-

ઉપર આપેલ પોષ્ટની લિંકમાં જણાવ્યું તેમ, મગજનું રિવોર્ડ સિસ્ટમ આપણને ખુશ રાખવા ડોપામાઇન નામક એક રસાયણ ઉત્પન્ન કરે છે. જો કે તેની એક મર્યાદિત માત્રા હોય છે પરંતુ પ્રોસેસ ફૂડ ખાવાથી માત્રા વધી જાય છે. કેટલી? તે જુઓ....એક ખાંડયુક્ત મિલ્કશેકનો ગ્લાસ amphetamines(highly addictive drugs) થી લગભગ ત્રીજા ભાગનું ડોપામાઇન ઉત્પન્ન કરાવે છે.

-

આપણાં નર્વસ સિસ્ટમમાં એક રિસેપ્ટર હોય છે જેને CB2 કહે છે. રિસેપ્ટર રિવોર્ડ સિસ્ટમને અમુક ખાદ્ય વસ્તુઓ સાથે hook up કરે છે(જોડે છે). પરિણામે આપણને તે વસ્તુઓ ગમવા માંડે છે. તમને ખબર છે દૂધ, આઇસ્ક્રીમમાં ચોકલેટના નાના-નાના ટૂકડાઓ શા માટે નાંખવામાં આવે છે? કેમકે ટૂકડાઓ સીધા CB2 સાથે જોડાય છે અને તેને કાર્યરત કરે છે. ટૂંકમાં તે રિસેપ્ટર છે જે આપણને બધી વસ્તુઓ તરફ લઇ જાય છે. સ્ટડીની લિંક નીચે આપી છે.

 

https://www.sciencedirect.com/science/article/pii/S0969996123000487

 

બાબતે ડો. Alexandra G(ઉપર ટાંકેલ ઘણી સ્ટડીમાં તેમનું મોટું યોગદાન છે) નું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડને હવે શ્રેણીમાં રાખવું જોઇએ કે તે વ્યસની છે જેમકે સિગારેટ વગેરે...કેમકે તે પણ વ્યક્તિને મજબૂર કરે છે કે તેનો ઉપયોગ વધુમાં વધુ કરે. સામે છેડે સુગર ઇન્ડસ્ટ્રીઝ વાતને નકારે છે(જેની સ્ટડીની લિંક નીચે મૌજૂદ છે). પરંતુ!! scientific american મેગેઝિન કહે છે કે સ્ટડીના sponsors સુગર ઇન્ડસ્ટ્રીઝ તરફથી છે. જેઓ પોતાને મનફાવે તેવી સ્ટડી કરાવતા હોય છે. ઉદાહરણ તરીકે....સિગારેટમાં રહેલું નિકોટિન નુકસાનકારક છે તેવું સાર્વજનિક જાહેર કરતા વર્ષો લાગી ગયા કેમકે સિગારેટ ઇન્ડસ્ટ્રીઝના જાયન્ટો છાશવારે એવી સ્ટડી કરાવતા કે....પુરાવાના અભાવે આવું કહેવું ખોટું છે.

 

https://www.sciencedirect.com/science/article/abs/pii/S0261561409002398

 

અધિકતર વૈજ્ઞાનિકો કહે છે કે સુગર વ્યસનકારક છે. જે મૃત્યુદરને 25% જેટલો વધારી નાંખે છે. ટૂંકમાં રિસર્ચની તો હજી શરૂઆત છે. સમય જતાં હજી વધુ જાણકારીઓ સામે આવશે પરંતુ આપણે અહીંથી ચેતી જવું જોઇએ.

 


No comments:

Post a Comment