Wednesday, March 20, 2024

Genetically Modified Organism(ભાગ-2)

 



 

ભવિષ્યમાં આપણે એવો ખોરાક ખાઇશું જેને મનુષ્યોએ બનાવ્યો હશે. આવા ખોરાકને Genetically Modified Organism કહે છે જેમાં જાનવરોનો પણ સમાવેશ થઇ જાય છે. એવા ખોરાક હશે જેઓ ફૂગ જેવી વિવિધ બીમારીઓ, પાણીની અછતને પણ સહન કરી લેશે તેમજ સૂક્ષ્મ જીવાતો અને જીવ-જંતુઓ વિરૂધ્ધ પોતાની રક્ષા ખુદ કરી લેશે.

-

એક ઉદાહરણ લઇએ...BT Corn નું(જુઓ મુખ્ય ઇમેજ). જેમાં ક્ષતિગ્રસ્ત મકાઇ કુદરતી છે જ્યારે તંદુરસ્ત મકાઇ Genetically Modified Organism છે. Genetically Modified Organism ની ખાસિયત છે કે તે પોતાની નજીક અમુક પ્રકારની જીવાતોને ફરકવા નથી દેતું. વાત કરીએ 1996 ની...જ્યારે પ્રથમ વખત Genetically Modified મકાઇનો યુરોપમાં અમલ કરાયો. જીવાતોને માત આપવા માટે તેમાં એક બેક્ટીરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો.

-

બેક્ટીરિયા વડે એવું પ્રોટીન બનાવવામાં આવ્યું જે અમુક કીટકો માટે ઝેરીલું હોય છે. તેને crystal protein કહે છે. સઘળી પ્રક્રિયાને transgenesis કહેવામાં આવે છે. હવે સવાલ ઉભો થયો કે પ્રોટીન(dna sequence) તો બનાવી લીધું પરંતુ તેને મકાઇની અંદર દાખલ કઇરીતે કરવું? કેમકે એક મકાઇના ડોડામાં તો લાખો કોષ હોય છે. તો પછી હરેક કોષમાં દાખલ થઇ બદલાવ લાવવો કઇરીતે? તો લગભગ અશક્ય જેવી વાત થઇ ગઇ.

-

સમસ્યાના નિવારણ માટે વૈજ્ઞાનિકોએ મકાઇના stem cells નો સહારો લીધો. stem cells પોતાનામાં એક વિશાળ વિષય છે, માટે ઊંડાણમાં ઉતરતા કેવળ એટલું જાણી લ્યો કે stem cells એવા કોષ હોય છે જેમાંથી શરીરના હરએક અંગ બની શકે છે. વનસ્પતિઓના આવા stem cells ને callus કહે છે. callus માં transgene ને દાખલ કરવા માટે એક સ્પેશ્યલ ગનનો ઉપયોગ કરવામાં આવે છે જેને gene gun કહેવાય છે(જુઓ નીચેની ઇમેજ).



-

હવે genetically modified(આનુવંશિક રીતે સુધારેલ) ટામેટા પણ આવી ચૂક્યાં છે(જુઓ નીચેની ઇમેજ). તેમનો રંગ જાંબલી છે. જાંબલી કેમ? તેનું કારણ એક ખાસ પ્રકારના જીન્સ છે જેમને ટામેટાની અંદર દાખલ કરવામાં આવ્યા. જીન્સ snapdragon નામક છોડમાંથી લેવામાં આવ્યા છે. ટામેટાની અંદર પહેલેથી anthocyanins વધુ હોય છે પરંતુ જીન્સને દાખલ કરવાથી ટામેટામાં anthocyanins ની માત્રા ખુબ વધી ગઇ. anthocyanins એવા રસાયણો હોય છે કે જેઓ antioxidant હોય છે. જાંબલી કલરના હરેક ફળ/છોડવાઓમાં anthocyanins હોય છે.



-

તો પાક માટે આપણને જંતુનાશક દવાઓની જરૂર નથી કે જે દવાઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્રયોગોના અમલ બાદ જંતુનાશક દવાઓના ઉદ્યોગોના ગ્રાફ કેવીરીતે ધડામ દઇને નીચે આવ્યા તે જુઓ(જુઓ નીચેની ઇમેજ). આજે BT Corn સિવાય ઘણાં એવા Genetically Modified Organism આવી ચૂક્યાં છે, જેમાં કપાસ, શેરડી, બીટ, સોયાબીન, પપૈયા વગેરે છે. જાયન્ટ કંપનીઓએ ફિલહાલ ક્ષેત્રમાં જંપલાવ્યું છે. જેમાં Bayer, DU pont, Dow, syngenta, BASF, Monsanto વગેરે છે. તો કહેવાનો મતલબ Genetically Modified Organism વગર આપણો ઉધ્ધાર નથી. હાં, તેમને વ્યવહારું કઇરીતે બનાવવા તે ભવિષ્યની વાત છે.

 


No comments:

Post a Comment