Saturday, March 16, 2024

Genetically Modified Organism(ભાગ-1)

 



 

એક ખોફનાક ઘટના....વર્ષ હતું 1840. આયર્લેન્ડ દેશમાં એક અતિભયાનક જાનલેવા દુકાળ પડવાની શરૂઆત થઇ જાય છે. એટલી બધી ખાદ્યપદાર્થોની અછત ઉભી થાય છે કે, હર માંથી એક વ્યક્તિ મૃત્યુ પામે છે. ત્યાંના લોકો પાસે એટલી જમીન નહોતી કે મૃતકોની લાશને દફનાવી શકે. તે સમયે આયર્લેન્ડની વસ્તી 85 લાખ હતી જે ઘટીને લગભગ 45 લાખ જેટલી થઇ ગઇ એટલેકે લગભગ અડધી વસ્તી ઓછી થઇ ગઇ(જુઓ નીચેની ઇમેજ-1&2). જેમાંથી દસ લાખ લોકો મૃત્યુને ભેટ્યા અને 15 લાખ લોકોએ તે દેશ છોડી દીધો. ઘટના સંબંધિત અન્ય બીજા પણ કારણો હતાં જેના કારણે તે દેશની સંખ્યા ઘટી અને આજની તારીખે પણ દેશને મહામારીની કળ નથી વળી જે તમને નીચેની ઇમેજ-1&2 દ્વારા સુપેરે સમજાઇ જશે.





-

તો હવે સવાલ ઉદભવે છે કે મહામારીનું કારણ શું હતું? કારણ હતું.....એક ફૂગ(fungus) જેનું નામ છે....late blight. ફૂગે ત્યાંની 90% બટાકાની ખેતીને બરબાદ કરી નાંખી(જુઓ નીચેની ઇમેજ). યાદરહે ત્યાંના લોકોનું જીવનચક્ર બટાકા આધારિત હતું કેમકે બટાકા તેમની મુખ્ય ખેતી હતી. બીમારી ઘાતક હોવાનું કારણ હતું કે, તે હવા દ્વારા ફેલાતી હતી. દસ વર્ષ સુધી બીમારીએ ત્યાં કહેર વર્તાવ્યો. એવું નથી કે ત્યારબાદ બીમારી નાબૂદ થઇ ગઇ પરંતુ દસ વર્ષ સુધી તેની અસર પોતાની ચરમ સીમા ઉપર રહી ત્યારબાદ તેમાં શિથિલતા આવી(આજની તારીખે પણ ફૂગ ત્યાં મૌજૂદ છે). આને કારણે ત્યાંની potato industries ની હાલત ખુબ કથળી. ખુબ અધિક માત્રામાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો પરિણામે બટાકા વધુ ઝેરી બનતા ગયા.



-

ત્યારબાદ એક બ્રેક થ્રૂ 2015 માં આવ્યો જ્યારે માનવીએ બટાકાની એક જાતને આનુવંશિક રીતે બદલી નાખી અને તેણે ફૂગને માત આપી. ઘણી ખુશીની વાત હતી અને ઠેરઠેર આયર્લેન્ડમાં બટાકાની સુધરેલ આવૃતિઓની ખેતી થવા માંડી. પણ...પણ...થોડાં સમય બાદ આયર્લેન્ડે આવૃતિઓ ઉપર પાબંધી લગાવી દીધી કેમકે લોકોમાં આવૃતિ વિરૂધ્ધ અસંતોષ ભભૂકી ઉઠ્યો. કેમ? કેમકે મીડિયાએ એવું પ્રચારિત કરી દીધું કે બટાકાઓ દ્વારા લોકોમાં વાયરસ અને બેક્ટીરિયા ફેલાવવામાં આવી રહ્યાં છે. લોકોએ જ્યારે આવી વાતો સાંભળી તો, તેમણે બટાકાઓનો બહિષ્કાર શરૂ કરી દીધો.

-

આપણે નથી જાણતા કે સુધારેલ બટાકાઓની આવૃતિમાં વાયરસ અને બેક્ટીરિયા હશે કે હશે અથવા સમય જતાં નુકસાનકારક સાબિત થશે કે નહીં? પરંતુ ચર્ચા વાત ઉપર છે કે Genetically Modified Organism ને જો યોગ્ય(સૈદ્ધાંતિક) રીતે બનાવવામાં આવે તો તેઓ કઇરીતે કારગત નીવડશે!

-

નજર કરીએ સ્ટ્રોબેરી ઉપર(જુઓ નીચેની ઇમેજ) કે જેનું કદ મોટું છે. તો Genetically Modified Organism માટે કેટલાક પેરામિટર આપણે નક્કી કરવાના હોય છે, જેમકે જો આપણે કેવળ તેનું કદ વધારવા માંગતા હોઇએ તો એવી સ્ટ્રોબેરી...જેમનું કદ સામાન્ય સ્ટ્રોબેરી કરતા વધુ હોય, તેમાંથી તેમના જીન લેવામાં આવે છે અને તે જીનને સામાન્ય સ્ટ્રોબેરીમાં દાખલ કરવામાં આવે છે. પછી તેમની પેઢી દર પેઢીમાં grow કરાવવામાં આવે છે. પ્રમાણે આપણે જીવોને બદલીએ છીએ.



-

માનવીની વસ્તી 2050 માં લગભગ 10 અબજ હશે. આટલા લોકોને પોષવા માટે આપણી પાસે ખોરાક નહીં હશે કેમકે તેમને વસવાટ માટે પણ જમીન તો જોઇશે ને! ગ્લોબલ વોર્મિંગના કારણે આપણી ઉપર અગાઉથી ઘણું પ્રેશર છે. ઋતુઓમાં અનિયમિતતા છે, કુદરતી આફતોની તીવ્રતા તેજ થઇ ગઇ છે. આવી પરિસ્થિતિઓમાં Genetically Modified Organism નો સહારો આપણે લેવો પડશે. હાં, તેમના ફાયદા-ગેરફાયદા અલગ ચર્ચાનો વિષય છે. તેમને વિજ્ઞાનની નજરથી જોવાની ખુબ જરૂર છે, જેની વિગતવાર ચર્ચા આગળ કરતા રહીશું.

 


No comments:

Post a Comment