Saturday, March 30, 2024

લિંગ પરિવર્તન

 


 

શું હોય છે લિંગ પરિવર્તન(Gender Transition)? તેને કેવીરીતે કરવામાં આવે છે? મુદ્દાને સમજતા પહેલાં આપણે કેટલીક અન્ય બાબતોને સમજવી પડશે.

 

Biological Sex:- વસ્તુ આપણને પુરુષ કે સ્ત્રી તરીકે વ્યક્તિની શારીરિક લાક્ષણિકતાઓ(anatomy) વિશે જણાવે છે. આના પરથી આપણે જાણીએ છીએ કે તે વ્યક્તિની લૈંગિક શરીરરચના શું છે. તે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેની સ્થિતિ અથવા બંનેની શારીરિક લાક્ષણિકતાઓનું સંયોજન પણ હોઈ શકે છે.

 

Gender Identity:- (પોતાની જાતને પુરુષ કે સ્ત્રીની અનુભૂતિ કરવી) આપણને જણાવે છે કે વ્યક્તિ પોતાને કયા લિંગનું મહેસૂસ કરે છે, શું તે પોતાને પુરુષ, સ્ત્રી કે 'ટ્રાન્સજેન્ડર' માને છે? વસ્તુ બાહ્ય લક્ષણોથી અલગ હોઈ શકે છે. યાદરહે ઉપરોક્ત બંન્ને વસ્તુઓ અલગ-અલગ છે. ઘણાં કેસમાં એવું બને કે, વ્યક્તિનું લિંગ(લક્ષણો) સ્ત્રીનું હોય છતાં તે અંદરથી સ્વયંને પુરૂષ સમજતી હોય(આનું ઉલ્ટું પણ હોય શકે છે).

 

Transgender:- એક એવી સ્થિતિ છે જ્યાં વ્યક્તિ પોતાને સંપૂર્ણપણે સ્ત્રી કે પુરૂષ અનુભવતી નથી અથવા બંન્ને અનુભવે છે. જો કે આમાં ઘણી સ્થિતિઓ સંભવી શકે જેમકે...Bigender, Pangender, Agender, Gender fluid, Gender qeer, Non Binary gender વગેરે.

-

વ્યક્તિની શારીરિક અને મોટાભાગે માનસિક લાક્ષણિકતાઓ તેના જનીનો પર આધાર રાખે છે, જે તેના ડીએનએનો ભાગ છે અને ડીએનએ તેના રંગસૂત્રોનો ભાગ છે. મનુષ્યમાં રંગસૂત્રોની 23 જોડી હોય છે, જેમાંથી 22 જોડીને Autosomes અને 23મી જોડીને Sex Chromosomes કહેવામાં આવે છે. સેક્સ ક્રોમોઝોમ વ્યક્તિનું લિંગ નક્કી કરે છે. સેક્સ ક્રોમોઝોમ સ્ત્રીઓમાં XX અને પુરુષોમાં XY હોય છે. કેટલીકવાર, ક્રોમોઝોમની ગરબડતા અથવા અન્ય કેટલાક કારણોસર, વ્યક્તિ શારીરિક રીતે સંપૂર્ણ સ્ત્રી અથવા પુરુષ નથી હોતો. જો તે શારીરિક બાબતમાં સંપૂર્ણ હોય તો પણ, તે માનસિક રીતે પોતાને તે લિંગનો મહેસૂસ નથી કરી શકતો.

-

XY રંગસૂત્રો ધરાવતી કોઇ વ્યક્તિ એવુ બની શકે કે, પુરૂષ હોર્મોન્સ સાથે પ્રતિક્રિયા કરે. સ્થિતિમાં તેના પુરૂષ ગુપ્તાંગો અવિકસિત રહી શકે છે અને તે સ્ત્રીની જેમ વર્તે છે. 'Androgen Insensitivity Syndrome' માં આવું થાય છે. એજ પ્રમાણે કેટલીકવાર XX રંગસૂત્રો ધરાવતી સ્ત્રી જન્મ પહેલાં પુરૂષ હોર્મોન્સના ઉચ્ચ સ્તરના સંપર્કમાં આવી શકે છે તે સ્થિતિમાં તે સ્ત્રીમાં, પુરૂષ જનન અંગો વિકસિત થઇ શકે છે. 'Congenital Adrenal Hyperplasia' માં આવું થાય છે. આવી સ્ત્રીઓ માનસિક રીતે પોતાને પુરુષોની જેમ અનુભવે છે.

-

સિવાય પણ ઘણી અનિયમિતતાઓ હોય છે, જેમકે...Klinefelter Syndrome, 47 XYY Syndrome, Turner Syndrome વગેરે. બધી અનિયમિતતા હોવાનો અર્થ નથી કે વ્યક્તિ નપુંસક(Enunch) હો તથા આવી વ્યક્તિ પોતાને ટ્રાન્સજેન્ડર અનુભવે તે પણ જરૂરી નથી. આવું થવું ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમકે હોર્મોન્સ, માનસિક બનાવટ વગેરે. ટૂંકમાં ઘણી બાબતોને ધ્યાનમાં લીધા પછી યોગ્ય સંજોગોમાં લિંગ પરિવર્તનની સારવાર કરવામાં આવે છે.

-

આમાં, સૌપ્રથમ વ્યક્તિને હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી આપવામાં આવે છે. પછી Surgical Intervention(સર્જિકલ હસ્તક્ષેપ) કરવામાં આવે છે. જેમાં, કેટલાક બિનજરૂરી અંગો દૂર કરવામાં આવે છે અને કેટલાક આવશ્યક અંગો બનાવવામાં આવે છે. સર્જરી અનેક તબક્કામાં થઇ શકે છે. જે દરમિયાન વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સારવાર પણ કરવામાં આવે છે. લિંગ પરિવર્તનની સારવાર મહિનાઓ અથવા ક્યારેક વર્ષો સુધી પણ ચાલી શકે છે. શસ્ત્રક્રિયાને Sex Reassignment અથવા Reaffirmation Surgery અથવા Gender Transition કહેવામાં આવે છે.

-

ઘણા પ્રાણીઓ-જંતુઓમાં પણ પોતાના લિંગ બદલવાની ક્ષમતા હોય છે. લગભગ 500 પ્રકારની માછલીઓ જ્યારે જરૂરી હોય ત્યારે તેમનું લિંગ બદલી નાખે છે. Clown fish માછલી સ્ત્રીમાંથી પુરુષમાં બદલાય છે પરંતુ તે ફરી પાછી સ્ત્રી સ્વરૂપમાં બદલાય શકતી નથી. Bluehead Wrasse fish માછલીની પ્રજાતિઓમાં જ્યારે તમામ નર મૃત્યુ પામે છે, ત્યારે સૌથી મોટી માદા માછલી નર માછલીમાં ફેરવાય છે જેથી તેમનો વંશ ચાલુ રહે. આજ પ્રમાણે કેટલાક દેડકા, કાચિંડા અને કાચબાઓ પણ પોતાનું લિંગ બદલે છે. અલબત્ત! વનસ્પતિઓમાં પણ આવું બને છે.

-

ટૂંકમાં, સજીવ પ્રાણીઓમાં પ્રજનન અને મનુષ્યોમાં તેની સાથે સામાજિક રીતે સંબંધિત લિંગ ઓળખ(Gender Identity)નો સંસાર પેચીદો છે તેમજ તે વિજ્ઞાનની ઊંડી સમજ માંગે છે.