Friday, September 1, 2023

Mars Mission Update(ભાગ-3)

 



 

જુલાઇ 2020 માં એટલાસ રોકેટ દ્વારા perseverance રોવરને મંગળ તરફ રવાના કરાયું. અહીં યાદરહે perseverance ઘણું મોટું(લગભગ કાર જેટલું) રોવર છે. perseverance ની સંરચના ઘણેઅંશે Curiosity રોવર જેવીજ હતી પરંતુ તેમાં ઘણાં ફેરફારો કરાયા હતાં જેમકે...Curiosity માં સૌથી મોટી સમસ્યા સામે આવી તેના ટાયરો સંબંધિત. તેના ધાતુના ટાયરો ધીમેધીમે તૂટવા માંડ્યા, તેમાં છિદ્રો પડવા માંડ્યા(જુઓ નીચેની ઇમેજ). વૈજ્ઞાનિકો આમાંથી ઘણું શીખ્યા અને ટાયરોની ડિઝાઇન બદલી નાંખી. તેમના કદને નાના કરવામાં આવ્યા.



-


બીજી સમસ્યા....સપ્ટેમ્બર 2021 માં આપણે ચાર સેમ્પલ એકઠાં કરી લીધા હતાં પરંતુ તે સમયે solar conjunction આવી ચૂક્યુ હતું. solar conjunction વળી કઇ બલા છે? solar conjunction નો મતલબ મંગળ અને પૃથ્વીની વચ્ચે સૂર્યનું હોવું. અર્થાત મંગળ પૃથ્વીથી મહત્તમ અંતરે હોય(જુઓ નીચેની ઇમેજ). સ્થિતિ સામાન્ય છે પરંતુ આપણા માટે માથાનો દુખાવો છે. કેમ? કેમકે એક તો અંતર મહત્તમ હોય અને બીજું સૂર્ય રેડિયો સિગ્નલને પાસ થવા નથી દેતો. માટે આપણે રાહ જોવી પડે છે કે ક્યારે મંગળ અને પૃથ્વી લાઇનદોરી માંથી બહાર આવે? ભલે ઘટના સામાન્ય હોય પરંતુ ઘટનાને કારણે સપ્ટેમ્બરમાં સેમ્પલ એકઠા કર્યા બાદ આપણે નવેમ્બર સુધી(લગભગ બે મહિના જેટલો સમય) રાહ જોતા રહ્યાં. બે મહિનામાં ઉર્જાની બચત હેતુ રોવરને બંધ કરી દેવામાં આવ્યું.



-

ત્રીજી સમસ્યા.....રોવરના arm(ભુજા) દ્વારા સેમ્પલ લઇ તેને chassis એટલેકે સંગ્રહસ્થાન સુધી મોકલી આપવામાં આવે છે પરંતુ અહીં એક સમસ્યા ઉભી થઇ. arm અને chassis ના બાકોરાનું જોડાણ થઇ શકતું હતું અર્થાત બંન્ને વચ્ચે lock નહોતું થતું. વૈજ્ઞાનિકો ખુબ પરેશાન થઇ ગયા કે આખરે આનું કારણ શું છે? વાત છે 29 નવેમ્બર 2021 ની. ઘણી તસવીરો ખેંચવામાં આવી તેમજ ખુબ ગડમથલ કર્યા બાદ વૈજ્ઞાનિકોને એટલો અંદાજો આવી ગયો કે સમસ્યા છે એકદમ સિમ્પલ પરંતુ અતિ ગંભીર છે અને તકલીફ હતી કે જ્યારે સેમ્પલ માટે drilling થઇ રહ્યું હતું ત્યારે ચાર નાના પથ્થર ઉડીને chassis ના બાકોરા ઉપર બેસી ગયા(જુઓ નીચેની ઇમેજ).



-

માની લો તમે નાસાના સુપ્રીમો છો, હવે વિચારો પથ્થરોને ત્યાંથી કઇરીતે હટાવવા? સૌપ્રથમ તો રોવરને wiggle(ત્વરીત હલનચલન) કરાવવામાં આવ્યું, 180 ડીગ્રી વાળવામાં આવ્યું, ધ્રુજારી ઉત્પન્ન કરવામાં આવી. શું કોઇ ફાયદો થયો? જી હાં, ચારમાંથી બે પથ્થર નીચે પડી ગયા. હજીપણ બે પથ્થરો ત્યાં મૌજૂદ હતાં. હવે શું કરવું? નક્કી એવું કરાયું કે રોવરને કોઇ ઢાળ ઉપર ઝડપથી ભગાવવું. યાદરહે રોવર પાછળના અન્ય રોવરોની તુલનાએ ઝડપી તો ચાલે છે પરંતુ તેને દોડાવવા માટે કે ઢાળ ઉપરથી ઝડપથી સરકાવવા માટે ડિઝાઇન નહોતું કરવામાં આવ્યું. નોંધવાલાયક વાત છે કે અહીં પૃથ્વી ઉપર આપણે રોવર દ્વારા જેટલા પણ drilling કર્યા ત્યારે આવી સમસ્યા નહોતી આવી પરંતુ મંગળનું વાતાવરણ અલગ છે.આના પછીના મિશનના રોવરમાં આવી સમસ્યાઓનો હલ હશે પરંતુ અત્યારે શું?

-

ફાઇનલી ખુબ ચર્ચા કર્યા બાદ એક ઢોળાવની પસંદગી કરવામાં આવી. ચર્ચા શા માટે? કેમકે ઢોળાવ જો ટૂંકો અને તીવ્ર હશે તો રોવર ગડથોલિયું ખાઇને ઉલ્ટું થઇ જશે(અહીં યાદરહે, જો રોવર ઉલ્ટું થઇ ગયું તો તેને સીધું કરવાનું કોઇ મિકેનિઝમ તેમાં સામેલ નહોતું) અને જો લાંબો હશે તો પથ્થરો પડશે નહીં અને કવાયત કરવાનો કોઇ મતલબ નથી. એક ઢોળાવની પસંદગી કરીને રોવરને દોડાવવામાં આવ્યું અને સદનસીબે બંન્ને પથ્થરો પણ નીચે પડી ગયા. પરંતુ!! કાર્ય સાથેસાથે રોવરે ઘણાં રેકોર્ડ પણ બનાવ્યાં જેમકે અત્યારસુધીનું ફાસ્ટેસ્ટ રોવર છે જેણે 319 મીટરનું અંતર એક દિવસમાં કાપ્યું. બીજું રોવર ત્રણ દિવસ સ્વાયત્ત(autonomous) ચાલતું રહ્યું. અર્થાત પૃથ્વીથી કોઇપણ પ્રકારનું સિગ્નલ તેને મોકલવામાં આવ્યું હતું.

-

ચોથી સમસ્યા.....30 may 2022, ના દિવસે રોવર jezero crater ના અંત ભાગ સુધી પહોંચી ગયું પરંતુ ingenuity હેલિકોપ્ટર બંધ થઇ ગયું. યાદરહે હેલિકોપ્ટરની આવરદા એક મહિનાની હતી છતાં તે ઘણાં સમય સુધી કાર્યરત રહ્યું. વૈજ્ઞાનિકો ખુબ પરેશાન થઇ ગયા કે આખરે આનું કારણ શું છે? પરંતુ!! આશ્ચર્યજનકરૂપે થોડા સમય બાદ તેના તરફથી સિગ્નલો મળવાના શરૂ થઇ ગયાં. પછી ખબર પડી કે, તે સમયે એક મોટું dust storm(ધૂળની આંધી) ત્યાં આવી હતી. જેના કારણે તેની સોલાર પેનલો ઉપર ધૂળ આવી ગઇ. સોલાર એનર્જી મળવાના કારણે હેલિકોપ્ટરની કાર્યપ્રણાલિ બંધ થઇ ગઇ અને તે પોતાના safe mode માં ચાલ્યું ગયું. પછી જેવી આંધી ટળી કે તેણે પોતાનું કાર્ય શરૂ કરી દીધું. યાદરહે may 2023 માં તેણે પોતાની 50 મી ઉડાન ભરી.

-

ખેર! માહિતી તો ઘણી છે પરંતુ ફિલહાલ આપણે અહીં અટકીએ, નવી માહીતી સાથે ફરી જોડાઇશું.

 


No comments:

Post a Comment