ઇકોલોકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં ધ્વનિ તરંગો દ્વારા દૂરના અથવા અદ્રશ્ય પદાર્થોનો તાગ મેળવવામાં આવે છે. એવા ઘણા સજીવો છે જેઓ આ પ્રક્રિયાનો ઉપયોગ શિકાર તેમજ આસપાસની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કરે છે, જેમકે ચામાચીડિયું. આને સોનાર સાઉન્ડ પધ્ધતિ કહે છે. આ તો થઇ અન્ય જીવોની વાત પરંતુ શું મનુષ્ય આવું કરી શકે છે? જી હાં, ચાલો તમને માહિતગાર કરીએ એક વ્યક્તિથી જેનું નામ છે Daniel Kish.
-
આ વ્યક્તિ વાસ્તવિક જીવન(real life) માં batman છે. જ્યારે તેઓ નાના હતાં ત્યારે તેમને આંખોનું કેન્સર થયું અને તેઓ અંધ થઇ ગયા. ધીમેધીમે તેમના માતા-પિતાએ નોંધ્યુ કે ડેનિયલ ચાલતી વખતે મોં માંથી એક વિચિત્ર પ્રકારનો અવાજ કાઢતો હતો. જ્યારે ડેનિયલને પુછવામાં આવ્યુ કે તું આવો અવાજ મોં માંથી શા માટે કાઢે છે? તો સામેથી જવાબ મળ્યો કે આના વડે હું જોઇ શકું છું અને તે પણ 360 ડિગ્રી(wow!!). શરૂ-શરૂમાં તો લોકોએ આ વાતને અવગણી અને હસી કાઢી પરંતુ જ્યારે તેમણે પોતાની પાછળ રહેલ વસ્તુની પણ જ્યોમેટ્રી કહેવા માંડી તો લોકો અચંબિત થઇ ગયા. તેમનું કહેવું હતું કે જો તેમને ત્રણ માળના શોપિંગ કોમ્પલેક્ષમાં સૌથી ઉપરના માળ ઉપર બેસાડવામાં આવે તો તેઓ કોમ્પલેક્ષમાં મૌજૂદ હર વ્યક્તિની હિલચાલ તેમજ તેઓ શું વાત કરે છે તે પણ સાંભળી શકે છે અને એવું સાબિત પણ થયું.
-
તેઓ સાઇકલ પણ ચલાવે છે અને જાણીને નવાઇ લાગશે કે તેમની જાણ બહાર માર્ગમાં ઘણા અવરોધો ઉભા કરવામાં આવ્યા પરંતુ હરેક પરીક્ષામાં તેઓ ઉતીર્ણ થયાં. તેમની એક વેબસાઇટ પણ છે જેનું નામ છે...https //visioneers.org. આ વેબસાઇટ ઉપર તેઓ, અંધજનોને જોતા શીખવાડે છે. આ વેબસાઇટની ટ્રેનિંગ થકી ઘણાં અંધજનો જોતા શીખ્યા છે. હવે સવાલ એ છે કે ફક્ત અવાજના માધ્યમથી કોઇ સજીવ કેવીરીતે જોઇ શકે છે? તો તમને જણાવી દઇએ કે ચામાચીડિયાં એક ખાસ પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે જેને આપણે સાંભળી નથી શકતાં. કેમ? કેમકે મનુષ્યો 20 હર્ટ્ઝ થી લઇને 20000 હર્ટ્ઝ સુધીની ફ્રિકવન્સીના અવાજ સાંભળી શકે છે પરંતુ આ અવાજ 9000 હર્ટ્ઝ થી 200000 હર્ટ્ઝ સુધીના હોય છે. સ્વાભાવિક છે કે આ અવાજ વધુ ફ્રિકવન્સીના હોવાથી સામેવાળી વસ્તુની સઘળી માહિતી મળી રહે છે.
-
પરંતુ....પરંતુ....ડેનિયલ હવે એક પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. જેમજેમ માનવી વિકાસ કરી રહ્યો છે તેમતેમ તેની એક આડપેદાશ પણ સામેછેડે ઉભી થઇ રહી છે અને તેનું નામ છે...noise(ઘોંઘાટ). શહેરોમાં ઘોંઘાટ વધી રહ્યો છે. આ ઘોંઘાટ તેમના ફ્રિકવન્સી બેન્ડને ખલેલ પહોંચાડી રહ્યો છે. આવા કેટલાય ડેનિયલ(અને ઘણી પ્રજાતિઓ) આપણી આસપાસ મૌજૂદ હશે જેનો આપણને ખ્યાલ સુધ્ધા નથી. તો કરતા રહો શોરબકોર, વગાડતા રહો હોર્ન અને વગાડતા રહો ડીજે, ફળસ્વરૂપ તેલ લેવા ગઇ આવી પ્રજાતિ જેનો ભલે એકડો નીકળી જતો...સૌથી બુદ્ધિમાની પ્રજાતિના ઘમંડમાં રાચતા હો તો અન્ય પ્રજાતિઓના અસ્તિત્વ અંગે પણ જરા વિચારો...
.jpg)
.png)
No comments:
Post a Comment