અવાજ એટલેકે sound વિશે તમે ઘણું જાણતા હશો પરંતુ પોષ્ટમાં રહેલ મુદ્દાઓ વિશે કદાચિત તમે અજાણ હશો. જ્યારે તમે તળાવમાં એક પથ્થર ફેંકો છો તો, તેની આસપાસ તરંગોનું એક કુંડાળું રચાય છે. બિલકુલ એજ પ્રમાણે અવાજ પણ પોતાના source(સ્ત્રોત) થી બહારની બાજુ તરંગો સ્વરૂપે મુસાફરી કરે છે. આપણે આ તરંગોની તીવ્રતા માપી શકીએ છીએ, તેમને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, તેમના વિવિધ પેરામીટર દ્વારા તેમનું પૃથ્થકરણ કરી શકીએ છીએ. એટલુજ નહીં પરંતુ હવે તો અવાજને ભૌમિતિક સ્વરૂપે જોઇ પણ શકીએ છીએ. આ ટેકનિકનું નામ છે...Cymatics, જેને શોધી John Stuart Reed એ(જેની ચર્ચા ફિલહાલ નથી કરવી).
-
મનુષ્યની મુખ્ય પાંચ જ્ઞાનેન્દ્રિયો(senses) છે....સ્વાદ, ગંધ, દ્રષ્ટિ, શ્રવણ(સાંભળવું) અને સ્પર્શ. આમાંથી શ્રવણ એક જ એવી ઇન્દ્રિય છે જેને ક્યારેય ખતમ/બંધ નથી કરી શકાતી. જેમકે આંખોને બંધ કરી દો એટલે દેખાવાનું બંધ, નાક બંધ કરી દો એટલે સૂંઘવાનું બંધ વગેરે. ઊંઘ દરમિયાન પણ આપણે સાંભળી રહ્યાં હોઇએ છીએ. જો તમારૂં ઘર રેલ્વે ટ્રેકને બિલકુલ અડીને છે તો તમે ટ્રેનના ઘોંઘાટથી ઊંઘમાંથી ઉઠી નહીં જશો પરંતુ ઊંઘ દરમિયાન તમારા નાના બાળકના જરા અમસ્તા અવાજથી તમે જાગી જશો. જેનો સ્પષ્ટ મતલબ એવો થયો કે અવાજ આપણાં મગજ ઉપર વિવિધ સ્વરૂપે કાર્ય કરે છે.
-
જો પ્રકૃતિ ઉપર નજર કરીએ તો આપણને સમજાશે કે કુદરતી જેટલા પણ અવાજ(sounds) છે લગભગ તે સઘળા કર્ણપ્રિય હોય છે જેમકે પક્ષીઓનો કલરવ, ખળખળ વહેતા ઝરણાનો સુમધુર અવાજ વગેરે. પરંતુ કુત્રિમ અવાજ જેમકે ગાડીઓના હોર્ન, ફેક્ટરીઓનો શોરબકોર, હવાઇજહાજોનો ધ્વનિ વગેરે આપણા કાનને ત્રાસ પહોંચાડે છે.
-
અવાજને સામાન્યપણે ડેસિબલમાં માપવામાં આવે છે(જુઓ મુખ્ય ઇમેજ). આપણી સામાન્ય વાતચીતની તીવ્રતા 60(db) સુધીની હોય છે. હવે જરા ધ્યાનથી વાંચો...જો આપણે 70(db) ના અવાજની વાત કરીએ તો, તેનો મતલબ એવો થાય કે તે તીવ્રતાની દ્રષ્ટિએ બમણો થઇ ગયો. અર્થાત ડેસિબલના માપાંકમાં ભલે 10db નો જ વધારો થયો હોય પરંતુ તીવ્રતાની દ્રષ્ટિએ મૂલ્ય બમણું થઇ ગયું. મનુષ્ય સામાન્યપણે 85(db) સુધીનો અવાજ સહન કરી શકે છે. 90(db) ની ઉપરનો અવાજ આપણા માટે તકલીફપૂર્ણ સાબિત થવા માંડે છે. 125(db) ઉપર તો કાનને નુકસાન પહોંચવાનું શરૂ થઇ જાય છે કે જ્યારે કોઇ જેટ પ્લેન અથવા ફોર્મ્યુલા-1 કાર આપણી નજીકથી પસાર થાય.
-
જ્યારે આપણે કોઇ એવી જગ્યાએ જઇએ જ્યાં અવાજનું પ્રમાણ ઘણું વધારે છે તો આપણાં મગજનો survival mode એટલેકે reptilian brain જાગ્રત થઇ જાય છે કેમકે આપણાં અસ્તિત્વ સંબંધિત જેટલા પણ કાર્યો છે તે reptilian brain ને આભારી છે. જ્યારે આપણે તણાવ હેઠળ હોઇએ છીએ ત્યારે આપણી પાસે ત્રણ જ પ્રતિભાવો બચે છે....Fight, Flight અને Freeze અર્થાત પ્રતિકાર કરો, પલાયન કરો અથવા સ્થિર થઇ જાઓ. એવું પણ સ્ટડીમાં સામે આવ્યું છે કે વધુ તીવ્રતા વાળા સ્થાને આપણી decision making(નિર્ણય લેવાની ક્ષમતા) ખુબજ ઓછી થઇ જાય છે.
-
એક સાયકોલોજીસ્ટનો પરિચય મેળવીએ જેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર છે અને તેમનું નામ છે....Alan Polyakov. તેમણે અવાજ ઉપર રિસર્ચ કર્યુ. તેમણે નોંધ્યુ કે જ્યારે અવાજની તીવ્રતા 40 થી 50db ની વચ્ચે હોય ત્યારે લોકો ખોરાકના સ્વાદને ખુબ સારી રીતે જાણી શકે છે પરંતુ જેમજેમ તીવ્રતા વધારવામાં આવે છે ત્યારે લોકો સ્વાદને પારખવામાં ગોથું ખાઇ જાય છે. 80 થી 90db તીવ્રતા વચ્ચેના માહોલમાં જ્યારે તેમણે પ્રયોગ કર્યા તો તેમણે જણાવ્યું કે લોકો સ્વાદને ઓળખવામાં થાપ ખાઇ ગયા. બિલકુલ એજ પ્રમાણે જ્યારે તમે હવાઇજહાજ અથવા એવી ઘોંઘાટવાળી જગ્યાએ મુસાફરી કરી રહ્યાં હો તો તમારી સ્વાદ પરખવાની શક્તિમાં ફરક પડી જશે. કેમકે અવાજ આપણા મગજને choke કરી નાંખે છે.
.png)
No comments:
Post a Comment