એક દિલચશ્પ સવાલ.....શું આપણે ખામોશી/મૌન/silence ને સાંભળી શકીએ છીએ? આજ વિષયક બીજો સવાલ....જો અવાજની માત્રા વધુ છે અને તે સતત આપણા કાન સુધી પહોંચી રહ્યો છે, તો આપણે લાંબા સમય સુધી તેને સહન નથી કરી શકતાં પરંતુ ખામોશીની માત્રા વધુ છે અને લાંબા સમય સુધીની છે, તો શું આપણે તેને સહન કરી શકીએ છીએ?
-
આ પ્રશ્નોના જવાબ માટે આપણે એક ઓરડા(room) તરફ જઇએ જેને The Quietest place in the World કહે છે(જુઓ મુખ્ય ઇમેજ). આ ઓરડાને માઇક્રોસોફ્ટે 2016 માં બનાવ્યો. ત્યારબાદ તેની ઘણી આવૃત્તિઓ બની. હવે આવા ઓરડા ઓસ્ટ્રેલિયા, યુરોપ વગેરે સ્થાનો ઉપર પણ બની ચૂક્યાં છે. આ ઓરડામાં બહારથી લેશમાત્ર પણ અવાજ અંદર પ્રવેશી નથી શકતો. આ ઓરડામાં ખામોશીનું સામ્રાજ્ય છે. જો તમે આ ઓરડામાં પ્રવેશ કરો તો, તમને તમારા હ્રદયના ધબકારા, રક્તવાહિનીઓ માંથી વહેતા લોહીના વહેણના અવાજ ઇવન હલનચલન કરતા શરીરના હાડકાંના ઘસારાનો અવાજ પણ સ્પષ્ટપણે સંભળાશે. યાદરહે હજીસુધી કોઇપણ વ્યક્તિ એક કલાક સુધી આ ઓરડામાં રહી શક્યો નથી. બહાર આવીને લોકો આપવીતી જણાવતા કહે છે કે....અમને એવું લાગે છે કે આ ઓરડામાં એટલી બધી ખામોશી છે કે અમારા કાનમાં સતત એક ઘંટડી વાગ્યે રાખે છે. તો સવાલ ફરી એજ ઉદભવે છે કે શું આપણે ખામોશીને સાંભળી શકીએ છીએ?
-
હવે જઇએ absolute zero of sound તરફ એટલેકે સંપૂર્ણ શૂન્ય અવાજ તરફ. અર્થાત એટલી ખામોશી જે vacuum(શૂન્યાવકાશ)થી થોડી જ ઉપર છે. vacuum માં ધ્વનિ તરંગો ગતિ નથી કરી શકતાં. પરિણામે vacuum તદ્દન ખામોશ હોય છે. પરંતુ!! જો આપણે vacuum થી થોડાં ઉપર જઇએ, તો ત્યાં જે ખામોશી છે તેને -9.4 db sound કહે છે. અર્થાત આ તે ખામોશી છે જે આપણે vacuum માં દાખલ થયા વિના હાંસિલ કરી શકીએ છીએ. માઇક્રોસોફ્ટે આ જ ખામોશીને હાંસિલ કરી છે.
-
આપણે જ્યારે અવાજ સાંભળીએ છીએ તો આપણા કાન જે pressure wave પ્રાપ્ત કરે છે તેને ઇલેક્ટ્રોમિકેનિકલ સિગ્નલમાં રૂપાંતર કરી મગજને મોકલી આપે છે. ત્યારબાદ auditory cortex નામક મગજનો ભાગ અવાજને પ્રોસેસ કરે છે(જુઓ નીચેની ઇમેજ). મગજનો આ ભાગ અવાજને તો પ્રોસેસ કરે છે પરંતુ શું તે ખામોશીને પણ પ્રોસેસ કરી શકે? આટલી રૂપરેખા એટલા માટે ઘડવામાં આવી જેથી તમને ખામોશીની મહત્વતા સમજાય.
-
તાજેતરની એક રિસર્ચ ઉપર નજર કરીએ જેને જુલાઇ 2023 માં proceeding of the national academy of
sciences(USA) માં પ્રકાશિત કરાઇ. આ રિસર્ચ Johns Hopkins University માં કરાઇ(રિસર્ચ પેપરની લિંક નીચે મૌજૂદ છે). જેમાં વિવિધ પ્રયોગો કરાયા. પ્રયોગો વિવિધ રીતે, વિવિધ લોકો ઉપર, વિવિધ પરિસ્થિતિમાં તેમજ વિવિધ જગ્યાએ કરવામાં આવ્યાં. જો ટેકનિકલ વર્ણન કરવા જઇએ તો પોષ્ટની લંબાઇ અનેક ગણી વધી જવા પામે. માટે મિત્રોને નમ્ર અરજ છે કે જેમને વિસ્તૃત માહિતી જોઇતી હોય તેઓ રિસર્ચ પેપર ખોલીને અધ્યયન કરી શકે છે. જેનું અંતે તારણ નીકળ્યું કે આપણું મગજ અવાજની જેમજ ખામોશીને પણ પ્રોસેસ કરે છે. અર્થાત આપણે ખામોશીને પણ સાંભળી શકીએ છીએ.
https://perception.jhu.edu/files/PDFs/23_Silence/GohPhillipsFirestone_PerceivingSilence_PNAS.pdf
હવે આવે છે ફિલોસોફીની વાત. ખામોશીનો મતલબ છે અવાજની ગેરહાજરી, અંધારાનો મતલબ છે પ્રકાશની ગેરહાજરી, છિદ્ર(કાણું) નો મતલબ છે પદાર્થની ગેરહાજરી. જો આપણે ખામોશીને પ્રોસેસ/સ્ટડી કરી શકીએ તો પછી અંધારા/પડછાયા અને છિદ્રને પણ સ્ટડી કરી શકીએ. જેમકે શું આપણે છિદ્રને જોઇ શકીએ છીએ કે ખાલી તેની બાઉન્ડ્રીને જોઇને અંદાજો લગાવીએ છીએ? science of absence(ગેરહાજરીનું વિજ્ઞાન) એક નવું ફિલ્ડ છે જે હવે ઝડપથી આગળ વધશે કેમકે તેની ઉપર હવે માનવીએ કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. આ ક્ષેત્રમાં આપણે કેટલા આગળ જઇશું તેમજ શું આ વિજ્ઞાન આપણને ઉપયોગી થશે ખરૂં? તે આવનાર સમય જ કહેશે.


No comments:
Post a Comment