જૂન મહિનો એ ગૌરવનો મહિનો છે. કોના માટે? LGBTQIA+ સમુદાય માટે. આ મહિનો તેમની સાથે કરાતા ભેદભાવ, સામાજીક બહિષ્કાર સામેના તેમના સંઘર્ષની ઉજવણી માટે સમર્પિત છે. આ નિમિત્તે કેટલીક નાની પણ મહત્વપૂર્ણ વાતો....
>>>નિર્દોષ રમૂજના રૂપમાં પણ કોઇની sexuality, હાવભાવ, રીતભાતની મજાક ઉડાવશો નહીં.
>>>કોઇની sexuality વિશે ગપસપ ન કરો. આ ખુબજ અંગત બાબત છે, gossip નો મુદ્દો નથી જ.
>>>LGBTQIA+ આમાનો દરેક અક્ષર સમગ્ર સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ અફસોસ કે આપણે ગે-લેસ્બિયન સિવાય કશું જાણતા જ નથી. બ્રહ્માંડની જેમ માનવી પોતાની sexuality ને પણ explore કરી રહ્યો છે. તેના વિશે વાંચો જેથી "asexual!? મતલબ તેઓ --- કરતા જ નથી," આવા વિધાનો મોઢામાંથી ન નીકળે.
>>>સૌથી અગત્યનું....બાળકો સાથે gender અને sexual spectrum ઉપર ચર્ચા કરો, આ સંબંધિત માહિતીપ્રદ લખાણ અને વિડીયો શેર કરો. એટલામાટે નહીં કે તેઓને જાણકારી મળે(એ તો તેઓને ઇન્ટરનેટ થકી મળી જ જશે) પરંતુ એટલામાટે જેથી બાળકોને ખબર પડે કે તમે તેને ખોટું નથી માનતા અને આવતીકાલે તેમની ઓળખ ભલે ગમે તે હોય, તમે સદાય તેમની સાથે હશો. આ બાબતોમાં પરિવાર અને મિત્રોનો સાથ ખુબ મહત્વ ધરાવે છે.
-
અંતે, બસ એટલું યાદ રાખો કે એક જ એહસાસ/લાગણી છે જે તમામ LGBTQIA+ ગ્રુપને આપણાથી અલગ પણ કરે છે અને જોડીને પણ રાખે છે....અને તે છે "પ્રેમ".

No comments:
Post a Comment