જો તમારૂ બાળક જીદ્દી હોય અને તમારી વાત નથી માનતું, તો શું તેને સજા મળવી જોઇએ? જી બિલકુલ મળવી જોઇએ પરંતુ આજનું neuroscience તે માટેના કેટલાક નિયમો જણાવે છે.
(1) use your authority
wisely:- અર્થાત વડીલ તરીકે તમારી સત્તાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરો. બાળકો સામે કોઇ એવી વાત ન કરો જેનાથી તમારી authority ચેલેન્જ થાય. મતલબ ગુસ્સામાં એવી કોઇ વાત ન કરો જેને તમે પરિપૂર્ણ ન કરી શકતા હોય. ઉદાહરણ તરીકે....બાળકે કોઇ શરારત કરી અને તમે કહ્યું કે હું તને ઘરમાંથી કાઢી મુકીશ, તો આ ખોટું છે. કેમકે જો પ્રત્યુત્તરમાં બાળકે એવું કહ્યું કે so what કાઢી મુકો! હવે તમે તેને ઘરમાંથી તો કાઢી મુકવાના નથી. જો તમે આ વાતનો અમલ નહીં કરો તો ફળસ્વરૂપ બાળક એવું સમજશે કે વડીલોની authority ચેલેન્જ થઇ શકે છે. યાદરહે અહીં કહેવાનો ભાવાર્થ બાળકોએ વડીલો સામે નતમસ્તક જ રહેવું એવો હરગીઝ નથી. વાત અલગ દ્રષ્ટિકોણથી થઇ રહી છે.
-
એક સત્યઘટના તરફ જઇએ. જાપાનમાં એક પિતા પોતાના છોકરાથી કંટાળી ગયા હતાં. કારણ? છોકરો તોફાની હતો. છોકરાને ધમકાવવા હેતુ એક દિવસ તેના પિતાએ તેને જંગલમાં એકલો છોડ્યો અને કહ્યું કે અમે થોડી વારમાં આવીએ તું અહીંજ રમજે. તેમણે વિચાર્યુ કે કારમાં બેસી થોડે દૂર જઇ એક ચક્કર મારી આવીએ જેથી એકલું રહેલું બાળક ડરી જશે, રડવા માંડશે અને સીધોદોર પણ થઇ જશે. પરંતુ!! જેવા તેઓ ચક્કર લગાવીને પાછા આવ્યા તો છોકરો ત્યાં ન હતો. તેઓ પરેશાન થઇ ગયા કેમકે જંગલ ઘણું ઘનઘોર હતું. ઘણી શોધખોળ કરી, પોલીસ આવી ગઇ, સર્ચ ટીમ આવી ગઇ, હેલિકોપ્ટરો પણ આવી ગયા પણ છોકરો ન મળ્યો. આખરે છ દિવસ પછી તે સહીસલામત મળી ગયો. છ દિવસ સુધી છોકરો જંગલમાં એકલો ભટકતો રહ્યો. બાદમાં છોકરાના પિતાને ઘણો પસ્તાવો થયો હતો. સમગ્ર ઘટના ન્યૂઝમાં ઘણી ફેલાઇ હતી(નીચે તેની લિંક મૌજૂદ છે).
-
-
માન્યુ કે આ ઘણો extreme કેસ છે છતાં અહીં કહેવાનો મતલબ એજ છે કે આવેગવશ થઇ બાળકને કોઇ એવી વાત કે સજા ન આપવી કે જેને તમે પરિપૂર્ણ ન કરી શકો. અગર સજા આપવી હોય તો, તેના પરિણામોની જાણકારી આપો. જેમકે....જો તારા રૂમની લાઇટ દસ વાગે બંધ નહીં થાય તો વીક એન્ડમાં ફરવા જવાનું કેન્સલ અથવા તારો મુવી ટાઇમ કેન્સલ વગેરે. સામે બેસાડી તેની સાથે agreement કરો. એક-બે વખત આવી સજા મળવાથી બાળક તમારી વાત માનશે પણ અને તમારી authority પણ જળવાશે.
-
(2) No Physical
Punishment:- આજનું વિજ્ઞાન કહે છે કે બાળકને શારીરિક સજા ક્યારેય પણ ન આપવી જોઇએ. તેની ગંભીર આડઅસરો છે. તેના મગજનું structure બદલાઇ જાય છે. બાળક anxiety માં રહે છે. ઘરમાં માર પડવાના કારણે તેને અન્ય બાળકો સાથે વાતચીત કરવામાં પણ પરેશાની થાય છે. સ્કૂલમાં તો બાળક ઉપર ક્યારેય હાથ ઉપાડવો ન જોઇએ. સઘળી સ્ટડીની રેફરન્સ લિંક નીચે આપેલ છે.
https://srcd.onlinelibrary.wiley.com/doi/abs/10.1111/cdev.13565
https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3493790/#R18
એક અન્ય મોટી સ્ટડી dr. Elizabeth Thompson દ્વારા 2002માં કોલંબિયા યુનિવર્સિટીમાં પૂર્ણ કરવામાં આવી(લિંક નીચે આપેલ છે). આ સ્ટડી 62 વર્ષના ડેટા ઉપર આધારિત છે. આ સ્ટડી જણાવે છે કે મારવાથી બાળકોમાં behavior issues આવશે. સાથેસાથે તેમણે કહ્યું કે જ્યારે તમે બાળકને મારવાનું શરૂ કરો છો ત્યારે શરૂઆત તો હળવી થપાટથી થાય છે પરંતુ ધીમેધીમે તે વધતી(escalates થતી) જાય છે.
https://www.apa.org/news/press/releases/2002/06/spanking
વાત આટલેથી અટકતી નથી બલ્કે આગળ વધે છે. એક મશહુર સ્વીડિશ સાયકિયાટ્રિસ્ટ Carl Gustav Jung જણાવે છે કે મારવું(spanking) એ ચેપી છે અર્થાત પેઢી દર પેઢી ચાલે છે. મતલબ જો તમે બાળકને મારો છો તો શક્યતા ખુબ વધી જવા પામે કે તે બાળક પણ પોતાના બાળકને મારશે. માટે આ વસ્તુ ઉપર બ્રેક લગાવવી ખુબ જરૂરી છે. સજા આપવી હોય તો બાળક સાથે negotiate કરો. જેમકે...જો તું ધમાલ કરશે/ વાત નહીં માને તો ત્રણ દિવસ સુધી તને મોબાઇલ આપવામાં નહીં આવે. બાળક કહેશે ત્રણ દિવસ તો વધુ છે, એક દિવસનું રાખો. એવું પણ બને કે બાળક સામેથી તમને સજાનો પ્રકાર જણાવે. જેમકે...મોબાઇલ રહેવા દો, ટેબ્લેટ લઇ લો/ ટીવી બંધ કરી દો વગેરે. તો કહેવાનો મતલબ તેની સાથે વાતચીત કરો, negotiate કરો.
-
(3) No Drama:- સામાન્યપણે જોવામાં આવે છે કે બાળકની શરારત ઉપર મા-બાપો ના મૂડ બગડી જતા હોય છે, મોઢાં ચડાવતા હોય છે. આવા બધા ડ્રામા કરવાની કોઇ જરૂર નથી. કેમકે બાળક તો શરારત કરવાનું જ છે, એમાંથી જ તેણે શીખવાનું છે. તેની સાથે વાત કરો. તેને સમજાવો કે ગઇકાલે જ આપણી વાત થઇ હતી કે તું આવું કરશે તો તને સજા મળશે છતાં આજે આવું કરે છે? હવે તને punishment મળશે. આવા વર્તનથી બાળકની વર્તણૂક ધીમેધીમે અવશ્ય બદલાશે.
નોટ:- હિંસા એ સોલ્યુશન નથી. સોલ્યુશન છે....no punishment =
reward.

No comments:
Post a Comment