આંધી(dust storm) એક એવી કુદરતી ઘટના છે જેમાં વેગીલા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડે છે. યુએન ના રિપોર્ટ મુજબ dust storm ધીમેધીમે વધી રહ્યાં છે. આપને જાણીને નવાઇ લાગશે કે આંધીના કેવળ ગેરફાયદા જ નથી, ફાયદા પણ છે.
-
dust storms ને મોનિટર કરવા માટે નાસાએ 2022 માં એક સ્પેસ પ્રોગ્રામ તૈયાર કર્યો જેને EMIT(Earth Surface
Mineral Dust Source Investigation) કહે છે. આ મિશનમાં જે સેટેલાઇટને સ્પેસમાં મોકલવામાં આવ્યુ તેમાં એક સ્પેક્ટ્રોમીટર લાગ્યું હતું. જેનું કાર્ય ધરતી ઉપર ઉત્પન્ન થતી આંધીઓનું ઉદભવ કેન્દ્ર, તેમના રંગ વગેરેનું વિશ્લેષણ કરવાનું હતું. શું આંધીઓના વિવિધ રંગો પણ હોય છે? જી હાં, હળવા રંગની આંધીમાં રહેલ રજકણો સૂર્યના કિરણોને પરાવર્તિત કરી નાંખે છે માટે જ્યાં આ પ્રકારની આંધી આવે ત્યાંનું વાતાવરણ ઠંડુ થઇ જાય છે જ્યારે લાલ અથવા ઘાટ્ટા રંગની આંધીમાં ધાતુઓ(ખાસ કરીને લોહતત્વ) મૌજૂદ હોય છે અને તે સૂર્યના કિરણોને શોષી લે છે પરિણામે ત્યાંનું વાતાવરણ ગરમ થઇ જાય છે(જુઓ નીચેની ઇમેજ).
-
આંધી નુકસાનકારક તો હોય જ છે પરંતુ તેના ફાયદા પણ છે. નજર કરીએ સહારાના રણ તરફ....સહારાના રણમાંથી જે આંધીઓ ઉઠે છે તે એમેઝોનના જંગલો તરફ જાય છે. બંન્ને વચ્ચેનું અંતર 3000 માઇલ જેટલું છે. નાસાના રિપોર્ટ અનુસાર એક વર્ષમાં સહારાના રણમાંથી લગભગ 182 મિલિયન ટન જેટલી રેતી આંધીઓ થકી દૂર-દૂર સુધી ફેલાય જાય છે. તેમાથી લગભગ 27.7 મિલિયન ટન જેટલી રેતી એમેઝોનના જંગલોમાં જમા થાય છે(જુઓ નીચેની ઇમેજ). તેમજ નાસાનો સંપૂર્ણ રિપોર્ટ વાંચવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરો...આ રેતી પોતાની સાથે એવા પોષક તત્વો લઇને જાય છે જે એમેઝોનના જંગલોમાં નથી હોતાં ખાસ કરીને ફોસ્ફરસ. ફોસ્ફરસની વૃક્ષોને ખુબ જરૂર પડે છે વૃદ્ધિ કરવા માટે. તો આ રીતે આંધી ફાયદાકારક છે.
-
ગ્લોબલ વોર્મિંગ અને ધરતીનું તાપમાન વધવાના કારણે હવે આંધી/વાવાઝોડાની સંખ્યા અને વ્યાપકતામાં ખુબ વધારો થયો છે. 2020 જુલાઇમાં આવેલ godzilla dust storm સદીનું સૌથી મોટું dust storm હતું. સહારાના રણમાંથી ઉદભવી અને સમુદ્રને ઓળંગી તે છેક અમેરિકા સુધી પહોંચ્યુ. તેની માત્રા એટલી વધુ હતી કે નજર સામેનું દ્રશ્ય પણ જોઇ શકાતું ન હતું.



No comments:
Post a Comment