Saturday, June 10, 2023

Giant Monsters

 




 

ઘણી ફિલ્મોમાં દેખાડવામાં આવે છે કે રાક્ષસી કદના spider crab અને squid જહાજોને તબાહ કરી રહ્યાં હોય છે. શું આટલા વિશાળ spider crab અને squid અસલમાં હોય શકે ખરાં? ખબર નથી પણ હાં, કેટલાંક spider crab હોડીઓને જરૂર તબાહ કરી ચૂક્યા છે. આવા spider crab જાપાનના દરિયાકાંઠે મળી ચૂક્યા છે(જુઓ મુખ્ય ઇમેજ). કરચલાની વાત છોડો મનુષ્યોથી મોટી જેલીફિશ પણ મળી ચૂકી છે(જુઓ નીચેની ઇમેજ). આગળ વધીએ તો સૌથી દિલચશ્પ એવા જાયન્ટ squid પણ મળ્યા છે(જુઓ મુખ્ય ઇમેજ).



-

બધા વિશાળકાય જીવો આપણને ક્યાં જોવા મળે છે? સમુદ્રના એક ખાસ એવા વિસ્તારમાં જે ખુબજ ગહેરો છે. કેટલો ગહેરો? અગર માઉન્ટ એવરેસ્ટની વાત કરીએ તો, તેની ઉંચાઇ જમીનથી 8,848 મીટર છે પરંતુ જો mariana trench ની વાત કરીએ કે જે જમીનનો સૌથી ઊંડો ભાગ છે તેની ઊંડાઇ 10,911 મીટર છે. અર્થાત માઉન્ટ એવરેસ્ટને જો ઉંધો કરી અહીં ફીટ કરવામાં આવે તો પણ 2000 થી વધુ મીટરની જગ્યા ખાલી રહી જવા પામે. ઉપરથી અંદાજો લગાવો કે ક્ષેત્ર કેટલું ઊંડુ છે!(જુઓ નીચેની ઇમેજ)



-

જેમજેમ આપણે સમુદ્રની ભીતર જતા જઇએ તેમતેમ ખોરાકની અછત વર્તાવા માંડે છે. કેમકે સમુદ્રની ભીતર ખોરાકનો સ્ત્રોત હોય છે શેવાળ/લીલ(algae) અને plankton(સુક્ષ્મ એકકોશિય જીવો). સમુદ્રમાં 400 મીટરની નીચે ઉપરોક્ત બે માંથી એકપણ વસ્તુ આપણને નથી મળતી. કેમ? કેમકે બંન્ને પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. પરંતુ!! 400 મીટર નીચે સૂર્યપ્રકાશ લગભગ પહોંચી શકતો નથી. જો પ્રકાશ હોય તો પ્રકાશસંશ્લેષણનો સવાલ નથી. તો પછી ઊંડે રહેતા વિશાળકાય જીવોને ખોરાક કઇરીતે મળે છે? વેલ, ઊંડા સમુદ્રમાં હરપળ ખોરાકની વર્ષા થતી રહે છે જેને snow food કહેવામાં આવે છે. snow food માં શું હોય છે? મૃત plankton, મૃત સમુદ્રી જીવો, સમુદ્રી જીવોનો waste વગેરે.

-

પ્રથમવાર આપણે giant squid ને 2004 માં જોયું. જીવ 13 મીટર જેટલો લાંબો હોઇ શકે છે એટલેકે એક લક્ઝરી બસ કરતા પણ લાંબો. giant squid કરતા પણ મોટો colossal squid આપણને મળી ચૂક્યો છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આનાથી વિશાળકાય જીવો પણ ખુબ ઊંડા સમુદ્રમાં હોવા જોઇએ. ખેર! તો અનુમાનની વાત થઇ પરંતુ હવે સવાલ ઉદભવે છે કે આખરે ક્ષેત્રના જીવો આટલા વિશાળકાય હોવાનું કારણ શું? એનું કારણ છે....તેમનું ચયાપચય(metabolism) ખુબ ધીમુ હોય છે. ચયાપચય એક એવી ક્રિયા છે જેના દ્વારા સજીવો ખોરાકને ઉર્જામાં રૂપાંતર કરે છે.

-

અહીં એક સિદ્ધાંત ઉપર નજર કરીએ જેને Kleiber's Law કહે છે. સિદ્ધાંત ચયાપચયનો દર અને શરીરના કદ વચ્ચેનો સંબંધ દર્શાવે છે(જુઓ નીચેની ઇમેજ). આને ઉદાહરણ વડે સમજીએ....માની લો એક ઉંદર જીવિત રહેવા માટે એક રોટલી ખાય છે, હવે તેનાથી 100 ગણો મોટો ઘોડો કેટલી રોટલી ખાશે? 100? જી નહીં, ઓછી ખાશે. જેમજેમ જીવોનું કદ વધતુ જાય તેમતેમ તેમનો ચયાપચયનો દર ઘટતો જશે. આજ વસ્તુ આપણને squid માં જોવા મળે છે. squid નો body mass ઘણો વધારે છે પરંતુ ખોરાક ઓછો. એક squid એક દિવસમાં 45 કેલેરી જેટલી ઉર્જા ખર્ચે છે. જેનો મતલબ છે તેને ફક્ત 0.03 કિ.ગ્રા ખોરાક પ્રતિદિન જોઇએ. મનુષ્યોનો ખોરાક આનાથી અનેક ગણો વધુ છે. જો squid ને પાંચ કિલોની એક માછલી મળી ગઇ, તો તેને આરોગીને તે 200 દિવસ સુધી જીવિત રહી શકે છે. એનો મતલબ એવો થયો કે તેને દોડધામ કરવાની જરૂર છે કે તો ખોરાક માટે ભટકવાની. આશા છે સઘળી મેટર આપને સમજાઇ ગઇ હશે.



-

તો કહેવાનો મતલબ જરૂરિયાત મુજબ શરીર અનુકૂલન સાધે છે. તેના આંખનું ઉદાહરણ લઇએ તો....તેની આંખ દુનિયાના સઘળા જીવો કરતા મોટી છે(લગભગ 30 સેન્ટીમીટર જેટલી પહોળી). કેમકે તે એવા ક્ષેત્રમાં રહે છે જ્યાં પ્રકાશની ગેરહાજરી છે. ફરી પાછા આવીએ કદ ઉપર તો એક થીઅરી(hypothesis) કહે છે કે જેમજેમ તાપમાન ઘટતુ જાય તેમતેમ કદ વધતુ જાય છે. વાત endotherms અર્થાત ગરમ લોહીવાળા જીવો ઉપર તો લાગુ પડે છે પરંતુ squid ectotherms છે અર્થાત ઠંડા લોહીવાળુ જીવ છે. તેના ઉપર લાગુ પડે કે નહીં તે વિજ્ઞાનમાં ચર્ચાનો વિષય છે. આની ઉપર રિસર્ચ થઇ રહ્યું છે. માટે એવું કહેવું કે તાપમાન વધે તો કદ ઘટે અને તાપમાન ઘટે તો કદ વધે થીઅરીના કારણે squid નું કદ વિશાળ હોય છે એવું કહેવું ફિલહાલ ઠીક નથી.

No comments:

Post a Comment