Wednesday, June 7, 2023

Reptilian Brain

 



આપણાં મગજના ત્રણ મોટા હિસ્સા હોય છે(જુઓ મુખ્ય ઇમેજ). ત્રણેય ભાગોનો વિકાસ વિવિધ દરે અને વિવિધ સમયે થાય છે. તેમાંથી આપણે આજે reptilian brain વિશે ચર્ચા કરીશું. જેમકે નામથી ખબર પડી જાય છે કે reptile એટલેકે સરિસૃપ પ્રજાતિ સાથે આનો કંઇક સંબંધ હોવો જોઇએ! જી હાં, બિલકુલ સંબંધ છે. સરિસૃપ પ્રજાતિના મગજ જેવું અદ્દલ(લગભગ મિરર ઇમેજ જેવું ) મગજ હોય છે એટલામાટે તેને reptilian brain કહે છે.

-

મગજનો હિસ્સો survival instincts(જીવન ટકાવી રાખવાની વૃત્તિ) માટે છે જેમકે શ્વાસ લેવું, હ્રદયના ધબકારા, ચયાપચયની ક્રિયા, વિવિધ હલનચલન વગેરે જેવી ક્રિયાઓ. ટૂંકમાં તે ક્રિયાઓ જે સ્વયંસંચાલિત(automated) છે તે સઘળી reptilian brain ને આભારી છે સાથેસાથે તેણે અસ્તિત્વ આધારિત કેટલાક પ્રતિભાવો પણ આપવાના હોય છે જેની ચર્ચા આગળ કરીશું પરંતુ તે અંગેની થોડી પૂર્વધારણા જોઇ લઇએ....મનુષ્ય પહેલા જંગલમાં રહેતો હતો, જ્યાં અસ્તિત્વ ટકાવવા માટેની લડાઇ અવિરત ચાલી રહી હતી. અસ્તિત્વ ટકાવવા માટે મનુષ્યને ત્રણ વિવિધ પ્રકારના ગુણધર્મોની આવશ્યક્તા હતી અને તે ગુણધર્મો હતાં....Fight, Flight અને Freeze.

-

ધારોકે તમે એક ખેતર માંથી પસાર થઇ રહ્યાં છો અને સામે અચાનક એક કોબ્રા નાગ આવી ચડે તો શું કરશો? તમારા ત્રણ પ્રતિભાવો હોઇ શકે છે...(1) fight:- તમે તેનો પ્રતિકાર કરશો અર્થાત એક ડંડો લઇ તેના ઉપર પ્રહાર કરશો. (2) flight:- અર્થાત તમે ત્યાંથી તાત્કાલિક ભાગી જશો. (3) freeze:- અર્થાત જે તે જગ્યાએ બિલકુલ સ્થિર થઇ જાઓ. ત્રણેય પ્રતિભાવોનું કારણ તણાવ(stress) છે અને સઘળા તણાવ ઉત્પન્ન કર્યા reptilian brain . અહીં હકિકતે કોઇ જોખમ નથી પરંતુ જોખમની શક્યતા છે જેને perceived danger કહે છે. જ્યારે આપણે કોઇ perceived danger(જોખમની શક્યતા) ને જોઇએ તો તણાવમાં આવી જઇએ છીએ. રડવું, ગુસ્સો આવવો, ચીસ પાડવી વગેરે ગુણો reptilian brain ને આભારી છે. reptilian brain જન્મેલ શિશુના મગજનો સૌથી વધુ વિકસિત થયેલ ભાગ હોય છે. જેનું કારણ ઉપર જોઇ ગયા તેમ survival(અસ્તિત્વ) સાથે સંકળાયેલું છે.

 


 

No comments:

Post a Comment