માતાના ગર્ભમાં શુક્રાણુની કઠિન યાત્રા, અંડાણુ-શુક્રાણુનું મિલનથી લઇને એક સંપૂર્ણ શિશુનું નિર્માણ કઇરીતે થાય છે? સમગ્ર પ્રક્રિયા એટલી દિલચશ્પ છે કે વાત જ જવા દો...તો ચાલો જાણીએ...પરંતુ!! પહેલા એક ચોખવટ....આ પોષ્ટ સામાન્ય માણસને કદાચિત કંટાળાજનક લાગી શકે કેમકે આ પોષ્ટમાં મેડિકલ શબ્દોનો અઢળક પ્રયોગ કરવામાં આવ્યો છે. કેમ? કેમકે તે શબ્દોના લગભગ ગુજરાતી કોઇ શબ્દો નથી. સરકાર ભલે માતૃભાષામાં તેના કોર્સ ઉપલબ્ધ કરાવવા જઇ રહી હોય, પરંતુ પશ્ચિમી શોધખોળના શબ્દોને સંપૂર્ણ સ્થાનિક સ્વરૂપ આપવું અશક્ય છે. જે તમને આ પોષ્ટ દ્વારા સુપેરે સમજાઇ જશે.
-
પુરૂષના વીર્ય(semen) માં લગભગ 30 કરોડ જેટલાં શુક્રાણુઓ(sperm) હોય છે. અંડાણુ ફક્ત એક જ્યારે સામે છેડે શુક્રાણુ 30 કરોડ!!(સરળ ભાષામાં ઉમેદવાર કરોડોની સંખ્યામાં અને સ્થાન/પદ ફક્ત એક). અર્થાત સ્ત્રીના અંડાણુ પાસે થોકબંધ વિકલ્પ હોય છે સૌથી સશક્ત શુક્રાણુને પસંદ કરવાના. માટે સ્ત્રી શરીર પરીક્ષારૂપે આ શુક્રાણુઓના માર્ગમાં વિવિધ અવરોધો ઉત્પન્ન કરે છે અને વિશ્લેષણ કરે છે કે આખરે કયા બંદાએ બાજી મારી!!
-
એક અંડાણુ(સ્ત્રીબીજ) અંડાશયમાં તૈયાર થયા બાદ તે જ દિવસે અંડાશયમાંથી નીકળી Ampullary Isthmic Junction માં રોકાય છે(જુઓ નીચેની ઇમેજ). એમ કહો કે યોગ્ય ઉમેદવારની રાહ જુએ છે. બસ, ફક્ત આજ એક તક હોય છે શુક્રાણુને અંડાણુ સાથે મિલન કરવાની. શુક્રાણુને પણ અંડાશયમાંથી અંડાણુ મુક્ત થવાના મહત્તમ બે થી ત્રણ દિવસની અંદર અહીં પહોંચવુ જ પડે છે. અન્યથા અંડાણુ આગળ જતુ રહેશે અને માસિકસ્ત્રાવ વાટે શરીરની બહાર નીકળી જશે.
-
આટલી રૂપરેખા બાદ હવે શુક્રાણુઓના અવરોધો ઉપર નજર નાંખીએ....સ્ત્રી શરીરના સૈનિકો એટલેકે શ્વેતકણો(WBC) શુક્રાણુઓને બાહરી દુશ્મન સમજી તેમના ઉપર હુમલો કરવાનું શરૂ કરી દે છે. જો આ હુમલાથી બચી ગયા તો હવે પછીનો પડાવ શુક્રાણુઓ માટે એ નક્કી કરવાનો હોય છે કે ચોક્કસ કઇ અંડવાહિની(fallopian tube) માં અંડાણુ હાજર છે, કેમકે અંડવાહિની બે હોય છે(જુઓ નીચેની ઇમેજ). અગર અંડાણુને તેમણે શોધી લીધુ તો પણ, તે ટ્યુબમાં અંડાણુને ગર્ભાશય તરફ ધકેલતા પ્રવાહીઓ શુક્રાણુઓને પણ પાછા નીચે તરફ(એટલેકે reverse journey તરફ) ધક્કો મારે છે. તો આની વિરૂધ્ધ પણ તેમણે લડવું પડે છે.
-
પરંતુ wait...wait...આટલી મુસીબતો સામે ટક્કર ઝીંલવા પુરૂષનું શરીર પણ આની આગોતરી તૈયારી કરીને બેઠું હોય છે. કેવી? વાંચો આગળ...સઘળા પડકારોને પહોંચી વળવા સૌપ્રથમ પુરૂષનું શરીર 30 કરોડ જેટલા શુક્રાણુઓનું ઉત્પાદન કરે છે, જેથી તેમાંથી ઓછામાં ઓછો એક શુક્રાણુ તો અંડાણુ સાથે મિલનના ગીત ગાઇ શકે? યોનિ સુધીનો માર્ગ શુક્રાણુઓ માટે સરળ(smooth) રહે એટલામાટે શુક્રાણુઓના વહેણ(flow)ની આગળ શિશ્નમાં મૌજૂદ bulbourethral gland, mucus(લાળ જેવું પ્રવાહી) ને ઉમેરે છે(જુઓ નીચેની ઇમેજ) અને સમગ્ર રેસ દરમિયાન ઉર્જાને જાળવી રાખવા માટે seminal vesicle glands, શુક્રાણુઓમાં fructose ને ભેળવે છે. અંતમાં, યોનિનું કઠોર વાતાવરણ શુક્રાણુઓને ભટકાવે નહીં એટલા માટે prostate gland એવા સુક્ષ્મ સુરક્ષા કવચ શુક્રાણુઓને પ્રદાન કરે છે જેથી સ્ત્રી યોનિમાં મૌજૂદ એસિડને તેઓ neutralized કરી શકે(ફરી-ફરી જુઓ નીચેની ઇમેજ).
-
now race starts....પુરૂષ અને સ્ત્રી વચ્ચે યૌન સંબંધ સ્થાપિત થયો અને યોનિમાં વીર્ય મારફત શુક્રાણુઓ દાખલ થયાં. હવે આ શુક્રાણુઓ પાસે કેવળ ત્રીસ મિનિટ હોય છે ઉપર જણાવ્યા મુજબના સઘળા અવરોધોને પાર પાડી અંડાણુ સુધી પહોંચવા માટે(very difficult task!) અને તમે માની નહીં શકો પરંતુ આ ત્રીસ કરોડ શુક્રાણુઓમાંથી ફક્ત 100 શુક્રાણુઓ જ આ રેસને પૂર્ણ કરે છે. છેવટે વિજેતા ફક્ત અને ફક્ત એક તે જ શુક્રાણુ રહે છે જેમાં એટલી ઉર્જા મૌજૂદ હોય કે તે અંડાણુના દ્વિ-સ્તરીય કવચ(double layered covered) corona radiata અને zona pellucida ને ભેદી સૌપ્રથમ અંડાણુમાં પ્રવેશી તેની સાથે ફળદ્રુપ(fertilized) થઇ શકે(જુઓ નીચેની ઇમેજ). ફક્ત આ એકલો શુક્રાણુ વિજેતા હોય છે કેમકે અહીં દ્વિતીય અને તૃતીય સ્થાન માટે કોઇ ચાન્સ નથી. પ્રથમ શુક્રાણુના અંદર પ્રવેશ બાદ અન્ય શુક્રાણુઓ માટેના રસ્તા બંધ થઇ જાય છે.
-
અંડાણુ અને શુક્રાણુનું મિલન બાદમાં Zygote નું નિર્માણ કરે છે(જુઓ નીચેની ઇમેજ). Zygote એક એવો કોષ છે જે નવ મહિના બાદ એક જીવતું-જાગતું, પરિપૂર્ણ અને સભાન શિશુનું નિર્માણ કરશે. અહીં રેસ પૂર્ણ નથી થતી કેમકે આ Zygote ને નીચે ગર્ભાશયમાં જવું પડશે, જ્યાં તેને આવકારવા નહીં પરંતુ નકારવા માટે સ્ત્રી શરીરના સૈનિકો તેની ઉપર હલ્લા-બોલ આક્રમણ શરૂ કરી દે છે. પરંતુ!! ફિકર નોટ...હવે Zygote પાસે એક સુરક્ષા કવચ છે. હવે નવ મહિનાની ગણતરી શરૂ કરીએ જે ખુબજ દિલચશ્પ છે.
-
zygote ના નિર્માણથી જ તેમાં ઇતર પ્રવૃત્તિઓ શરૂ થઇ જાય છે. સાતમાં દિવસે તે zygote, blastula નામની એક સંરચનામાં રૂપાંતર પામે છે(જુઓ નીચેની ઇમેજ-1). આ સંરચના આરોપણ(implantation) માટે નીચે ગર્ભાશય તરફ ઉતરવા માંડે છે. અહીં પણ એક પડકાર રાહ જોઇને બેઠો હોય છે. આ સમયગાળા દરમિયાન સ્ત્રીના પિરિયડનો જો 23 મો દિવસ હશે મતલબ કે તેના uterus lining endometrium સંકોચાયલું/જાડું હશે(જુઓ નીચેની ઇમેજ-2), તો અને તો જ અને તે પણ પાછી 50% જ તક હોય છે કે blastula પોતાના નિર્માણના સાત થી આઠ દિવસની અંદર તેમાં આરોપિત થઇ શકશે, નહીં તો અહીંજ સઘળી કહાણીનો the end સમજવો!! ચાલો સઘળો પ્રસંગ સુપેરે પાર પડી ગયો તો પછી? અલબત્ત! સ્ત્રીનો માસિક સ્ત્રાવ રોકાઇ જાય છે અને congratulations....she is officially pregnant. અહીં રેસ તો સમાપ્ત થઇ જાય છે પરંતુ સ્ટોરી નહીં...
કેમકે આ આરોપિત blastula ને પુરતું પોષણ પણ આપવું પડે, માટે અહીં પિક્ચરમાં આવે છે Placenta(ગર્ભનાળ)....સાતમા દિવસે જ blastula સાથે એક અન્ય પડ(layer) નું નિર્માણ થતું દેખાય છે જેને cytotrophoblast કહે છે. તે વિકસતા ગર્ભ માટે ગર્ભનાળનું નિર્માણ કાર્ય શરૂ કરી દે છે. ગર્ભનાળમાં બે ધમનીઓ હોય છે(જુઓ નીચેની ઇમેજ). એકનું કાર્ય ગર્ભને પોષક તત્વો ઉપલબ્ધ કરાવવાનું હોય છે જ્યારે બીજીનું કાર્ય ગર્ભમાંથી co2 અને waste product નો નિકાલ કરવાનું હોય છે. એટલામાટે મેડિકલ સાયન્સમાં ગર્ભનાળને ભલે કામચલાઉ તો કામચલાઉ પરંતુ એક અંગનો દરજ્જો આપવામાં આવ્યો છે. તમે માનશો નહીં પરંતુ આ ગર્ભનાળને બનવા માટે એક શિશુ બનવા જેટલી ઉર્જાની જરૂર પડે છે. કેમ? કેમકે તેની ભીતર stem cells હોય છે જેની મદદથી તમે તમારા કોઇપણ અંગને regrow કરી શકો છો અને જરૂરિયાત પડતા તેને તમારા શરીર ઉપર transplant પણ કરી શકો છો અને તમારું શરીર તે કોષને નકારી પણ નહીં શકે, કેમકે તેની ભીતર તમારી પણ જીનેટિક માહિતી મૌજૂદ હોય છે.
-
પંદર દિવસ પછી ગર્ભમાં શિશુના અંગો બનવાનું શરૂ થઇ જાય છે. blastula ના કેટલાક કોષ હવે ત્રણ layer માં રૂપાંતરિત થઇ જાય છે. આ ત્રણ layer હોય છે...Ectoderm, Mesoderm અને Endoderm. થોડાં દિવસો પછી આ Ectodermal કોષ ચેતાતંત્ર અને ચામડીનું નિર્માણ કરવાનું શરૂ કરી દે છે, Endodermal કોષ સઘળા આંતરિક અંગોના નિર્માણનો પાયો નાંખે છે તેમજ Mesodermal કોષ અંગો અને ત્વચા વચ્ચેની ખાલી જગ્યા ભરવાનું કાર્ય કરે છે અર્થાત માંસપેશીઓ બનાવવાનું શરૂ કરે છે.
-
પરંતુ!! સઘળા અંગોના નિર્માણ દરમિયાન બે વિશેષ અંગો એવા હોય છે જેમના માટે પહેલાથી જ જગ્યા ફાળવી દેવામાં આવી હોય છે અને તે અંગો છે મગજ અને હ્રદય. ત્રીસમાં દિવસે મગજનો પાયો ગણાતા Neural Tube અને Notochord તેમજ હ્રદયનો પાયો ગણાતા Aorta(કે જે બે હોય છે) નું બેસિક બંધારણ દેખાવાનું શરૂ થઇ જાય છે. એકત્રીસમા દિવસે સઘળા અંગો પોતપોતાની રીતે સ્વતંત્ર(parallelly) વિકસવાનું શરૂ કરી દે છે. બે Aorta કે જે હ્રદયને જન્મ આપવાની હોય છે તેઓ એકબીજાની નજીક આવવાનું શરૂ કરી દે છે અને બે થી ત્રણ દિવસની અંદર આપસમાં જોડાઇને એક tubular muscular ક્ષેત્ર બનાવે છે અને હવે થોડી જ ક્ષણોમાં પ્રથમ ધબકારો સંભળાશે. કેમકે tubular muscular સ્નાયુઓમાં calcium ion ના વિસ્ફોટ થવાના શરૂ થઇ જાય છે.
-
આજ વિસ્ફોટોના કારણે આ ક્ષેત્ર રેન્ડમલી સંકોચાવાનું તથા ફેલાવાનું શરૂ કરે છે અને આજ પ્રક્રિયા તો આપણાં હ્રદયના ધબકારા છે. માટેજ ગર્ભાવસ્થાના પાંચમાં મહિનામાં જ સ્ત્રી પોતાના શિશુના ધબકારા સાંભળી શકે છે. હાં, અહીં ફરક માત્ર એટલો હોય છે કે આ ધબકારા અનિયમિત હોય છે. કેમ? કેમકે તે સમયે મગજ સંપૂર્ણપણે વિકસિત થયું હોતું નથી અને આપણે એ સુપેરે જાણીએ છીએ કે હ્રદયના ધબકારાને કંટ્રોલ મગજ કરે છે. 40 થી 45 દિવસની અંદર ન્યૂરોન્સ અધ..ધધ ગતિએ બનવાના શરૂ થઇ જાય છે. ત્યારબાદ હ્રદય પણ ચાર ભાગોમાં વિભાજીત થઇ જાય છે. મગજ વિકસિત થઇ ગયા બાદ તે સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઇ લે છે. હવે એ ક્ષણ આવે છે જેમાં શિશુમાં આવે છે જીવન/ચેતના કે જ્યારે મગજ અને હ્રદય લગભગ વિકસિત થઇ ચૂક્યા હોય છે. કેમકે ત્યારબાદ જ શિશુ સળવળાટ કરવાનું શરૂ કરે છે.
-
આજ એ સમય હોય છે જ્યારથી શિશુ પોતાની માતાને સારી રીતે જાણવા લાગે છે. પોતાની માતા એ ખાધેલા ખોરાકને amniotic fluid મારફતે ટેસ્ટ કરી શકે છે, માતાના અવાજને જાણવા માંડે છે. તેના મગજને એ સમજાઇ ચૂક્યૂ હોય છે કે આ અવાજ કોઇ મુસીબત નહીં પરંતુ એક સુરક્ષિત કવચ છે. એટલા માટે જન્મ બાદ આ દુનિયાના શોરમાં શિશુને તેના માતાનો અવાજ જ ધરપત આપી શકે છે. ત્યારબાદ તેનું મગજ તેના ફેફસાંઓને ફુલવાનો અને સંકોચાવાનો દિશાનિર્દેશ કરે છે. અહીં યાદરહે સૌથી છેલ્લે વિકસિત થનારૂં અંગ હોય છે ફેફસાં. જેવા ફેફસાં વિકસિત થઇ જાય એટલે સમજો સઘળી પ્રક્રિયા સંપૂર્ણ થઇ અને અંતે એક નિર્દોષ, નાજુક, નમણું શિશુનું આ નિષ્ઠુર દુનિયામાં આગમન થઇ જાય છે. યાદ રહે...સઘળી પ્રક્રિયા મધ્યે એવી અઢળક ઘટનાઓ બને છે જેનું વિવરણ પોષ્ટમાં કરાયું નથી અન્યથા આ ટોપિકની એક પુસ્તિકા બને એમ છે.
.jpg)







.jpg)
No comments:
Post a Comment