ઇટાલીના સંગીત વાદ્યયંત્રોના નિર્માતા "Bartolomeo Cristofori" એ આજથી લગભગ 300 વર્ષ પહેલા પિયાનો(piano) નો આવિષ્કાર કર્યો. તેમણે શરૂઆતી મૂળ પિયાનોમાં 54 keys નો પ્રયોગ કર્યો હતો પરંતુ જેમજેમ સંગીતનો વિકાસ થતો ગયો, સંગીતકારોની better expression ની ડિમાન્ડ વધતી ગઇ. આ કારણે કીબોર્ડ વિસ્તરણની ડિમાન્ડ પણ વધતી ગઇ અને 1900 નું વર્ષ આવતા સુધીમાં પિયાનોમાં 88 keys નો પ્રયોગ થવા માંડ્યો.
-
ઉત્પાદકોએ નોંધ્યુ કે 88 keys ની સહાયતા વડે તે તમામ મ્યુઝિકલ notes(સૂર) પ્રાપ્ત કરી શકાય છે કે જે મનુષ્યના કાનની સાંભળી શકવાની ક્ષમતામાં(20 હર્ટ્ઝ થી 20000 હર્ટ્ઝ) આવે છે અને જો આનાથી વધુ keys નો ઉપયોગ કરવામાં આવે તો કર્ણપ્રિય સંગીતને બદલે કેવળ એક rumbling noise(ગડગડાટ) જ ઉત્પન્ન થશે. એટલામાટે હવે કોઇપણ ઉત્કૃષ્ટ, પૂર્ણ કદના તેમજ પરંપરાગત પિયાનોમાં 88 keys હોય છે. જેમાં 52 keys સફેદ અને 36 keys કાળી હોય છે.
-
હવે આવીએ વર્ષના 88 માં દિવસ ઉપર. વર્ષનો 88 મો દિવસ 29 માર્ચ હોય છે(જો leap year હોય તો 28 માર્ચ). તો પિયાનોમાં 88 keys હોવાના કારણે હર વર્ષ 88 મો દિવસ અર્થાત 29 માર્ચે "વિશ્વ પિયાનો દિવસ" મનાવવામાં આવે છે(જો leap year હોય તો 28 માર્ચે મનાવવામાં આવે છે).

No comments:
Post a Comment