Saturday, April 29, 2023

ગુરૂ મિત્ર કે શત્રુ??


 


ધરતી ઉપર મૌજૂદ જીવનને હંમેશા સ્પેસથી ખતરો રહ્યો છે. આવી એક ઘટના આજથી લગભગ 6.5 કરોડ વર્ષ પહેલા ઘટી ચૂકી છે. જ્યારે chicxulub asteroid પૃથ્વી સાથે ટકરાયો હતો અને તેણે ડાયનાસોરથી માંડી લગભગ 70% જેટલા જીવનને પૃથ્વી ઉપરથી નામશેષ કરી નાખ્યું. આપણે સદાયથી એવું સમજતા રહ્યાં છીએ કે આવા અઢળક હાદસાઓથી ગુરૂ ગ્રહ ઢાલ બની આપણું રક્ષણ કરી રહ્યો છે. સમજણ ખોટી પણ નથી કેમકે જ્યારે આપણે ગુરૂનું અધ્યયન કર્યું તો જાણ્યું કે તેની ઉપર આવી ઘટનાઓ પૃથ્વીની તુલનાએ દસ હજાર ગણી વધુ થઇ રહી છે.

-

જેનો મતલબ એવો થાય કે ગુરૂ આવા ઘણાં શુદ્રગ્રહો/લઘુગ્રહોને પોતાની તરફ ખેંચી લે છે કારણકે તે દળમાં ઘણો મોટો હોવાથી તેની ગ્રેવિટિ પૃથ્વીની તુલનાએ વધુ છે. ફળસ્વરૂપ આવા ખતરારૂપ પદાર્થો પૃથ્વી સુધી પહોંચી નથી શકતાં. પરંતુ!! હાલની એક રિસર્ચ બતાવે છે કે ગુરૂને હવે નવેસરથી સમજવાનો વખત આવી ગયો છે કે શું તે આપણો મિત્ર છે કે શત્રુ? સ્ટડી કહે છે કે જો ગુરૂ ગ્રહ હોત તો શાયદ ડાયનાસોર બચી ગયા હોત! ગુરૂના કારણે તે chicxulub asteroid પૃથ્વી સાથે ટકરાયો. સઘળી વાતને સમજવા આગળનું વિવરણ વાંચો....

-

ગુરૂની ગ્રેવિટિ પૃથ્વીની તુલનાએ 318 ગણી વધુ છે એટલામાટે તેની તરફ વધુ ચીજો આકર્ષિત થાય છે. પરિણામે તે ઢાલ બની પૃથ્વીને સુદૂરથી આવતા અવકાશીય પિંડોથી બચાવે છે. 1979 માં જ્યારે વોયેજર અવકાશયાન ગુરૂની નજીકથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તેણે એક ઘણો મોટો શુદ્રગ્રહ જોયો જે ગુરૂ સાથે ટકરાયો જેનું નામ હતું Bolide. ત્યારબાદ પંદર વર્ષ પછી એક મોટો ધુમકેતુ 'શૂમેકર-લેવી 9' ગુરૂ ગ્રહ સાથે ટકરાયો જેની અસર ધબ્બા સ્વરૂપે તમે જોઇ શકો છો(જુઓ નીચેની ઇમેજ). આવી લગભગ દસથી વધુ ઘટનાઓને આપણે રેકોર્ડ કરી છે.



-

ગુરૂ દસ લાખ વર્ષની અંદર 500 થી 1000 મોટી અથડામણ વેઠી ચૂક્યો છે જ્યારે પૃથ્વી કેવળ એક!! આપણાં સૂર્યમંડળમાં કરોડો લઘુગ્રહો છે જેઓ મુખ્યત્વે asteroid belt અને kuiper belt માં સ્થિત છે(જુઓ નીચેની ઇમેજ) પરંતુ એવા પણ અઢળક લઘુગ્રહો છે જેઓ ગુરૂ, શનિ જેવા ગ્રહોની આસપાસ મંડરાતા હોય! અગર ગુરૂની વાત કરીએ તો...તેની સાથેસાથે ચાલનારા લઘુગ્રહોને trojans કહે છે. જુઓ નીચેની GIF જેમાં ગુરૂની સાથે ઘણાં લઘુગ્રહો પરિભ્રમણ કરતા દેખાશે પરંતુ...વચ્ચે દેખાતા એક લાલ કલરના ત્રિકોણમાં પણ ઘણાં લઘુગ્રહો ફરે છે જેને hilda group કહે છે. પરિક્રમણને કારણે ઘણાં લઘુગ્રહો પૃથ્વી તરફ આવે છે.




-

યાદરહે સઘળી સ્ટડી simulation આધારિત છે(ભલે કમ્પ્યુટર આધારિત પરિકલ્પના હોય પરંતુ ભવિષ્યની રિસર્ચના દ્વાર તેમજ તેની ગહનતા આપણી માટે નવા કોરિડોર ખોલે છે). કેટલાય વર્ષો સુધી આપણે એવું સમજતા હતાં કે ગુરૂ પૃથ્વી માટે એક સુરક્ષા કવચનું કામ કરે છે પરંતુ હવે સમજણની આપણે પરખ કરવા જઇ રહ્યાં છીએ. કેવીરીતે? આપણને ખબર છે કે ગ્રેવિટિ એક યુનિવર્સલ ફોર્સ છે અને તે હર જગ્યાએ એક જેવું કાર્ય કરે છે. બાબતને કેન્દ્રમાં રાખી જ્યારે આપણે એક કમ્પ્યુટરાઇઝડ મોડેલ તૈયાર કર્યું અને તેના વિવિધ પેરામીટરને બદલ્યા(જેમકે...ગુરૂનું સ્થાન, લઘુગ્રહોનું સ્થાન, તેનું કદ, તેની ભ્રમણકક્ષા, તેનો ઝોક વગેરે) તો પરિણામ ચોંકાવનારૂં આવ્યું. ગુરૂ ઘણી વખત બોડીગાર્ડના બદલે આક્રમણકારી પ્રતિત થયો.

-

જ્યારે ગુરૂની eccentricity માં ફેરફાર કરાયો(કે જે હકિકતે અમુક વર્ષે થાય છે, પૃથ્વીની પણ થાય છે---જુઓ નીચેની ઇમેજ-1) ત્યારે તેની લઘુગ્રહો સાથેની ક્રિયા-પ્રતિક્રિયા(interaction) માં બદલાવ આવ્યો અને સ્થિતિમાં લઘુગ્રહોનો પૃથ્વી સાથે ટકરાવ ઘણો વધી ગયો. ટૂંકમાં જ્યારે તેની ભ્રમણકક્ષા લંબગોળથી અતિલંબગોળ થાય ત્યારે લઘુગ્રહોનો પૃથ્વી સાથેનો ટકરાવ 350 ગણો વધી જવા પામે. જ્યારે તેના દળમાં ફેરફાર કરાયો(ફિલહાલની તેના દળ સાથેની ભ્રમણકક્ષા ગ્રાફમાં કાળા રંગે દર્શાવી છે---જુઓ નીચેની ઇમેજ-2) તેમાં સ્પષ્ટરૂપે જોવા મળ્યુ કે જો ગુરૂ હોય તો તે સમયે પૃથ્વી ઉપર ઘણાં ઓછા લઘુગ્રહો ટકરાય છે. બિલકુલ એજ પ્રમાણે જો ગુરૂના ઝોક(inclination)ને બદલીએ તો તે સ્થિતિમાં પણ ટકરાવ ખુબજ વધી જવા પામે.






-

સાથેસાથે પણ જોવામાં આવ્યું કે જ્યારે ગુરૂ અને શનિ એકબીજાની નજીક આવે છે ત્યારે એક એવી resonance ઉત્પન્ન થાય છે કે જેના વડે લઘુગ્રહો પૃથ્વી સાથે ટકરાય શકે છે. તો કહેવાનો મતલબ 70% જેટલા જે પણ લઘુગ્રહો પૃથ્વીની નજીકથી પસાર થયા છે અથવા તો ટકરાયા છે, તે સઘળા કોઇને કોઇ રીતે ગુરૂની ગુરૂત્વાકર્ષણીય interaction ને આભારી છે. ટૂંકમાં કહીએ તો ગુરૂ હંમેશા આપણો રક્ષક નથી રહેતો, જ્યારે તેના ગુણધર્મોમાં ફેરફાર આવે છે ત્યારે તે hostile બની શકે છે.