Saturday, February 25, 2023

Climate change(Methane)

 


 

2022 નું વર્ષ છેલ્લાં બસ્સો વર્ષનું પાંચમું સૌથી ગરમ વર્ષ હતું. આને બહેતર રીતે સમજવા માટે આપણે તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક સાધન લગાવ્યું છે જેને EMIT કહે છે. જેનો મતલબ થાય છે...Earth Surface Mineral Dust Source. આની મદદ વડે આપણે ગ્રીનહાઉસ ગેસો(કે જે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે)ની સારી રીતે સ્ટડી કરી શકીએ છીએ. મિથેન કે જે ગ્લોબલ વોર્મિંગ માટે એક સશક્ત ગેસ છે તે પૃથ્વી ઉપર કયા વિસ્તારમાં વધુ ઉત્પન્ન થઇ રહ્યો છે, તેના મુખ્ય કારણો(જેને super emitters કહે છે) ક્યા છે અને તેને કઇરીતે રોકી શકાય? વગેરે..વગેરે.

-

પૃથ્વીના વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં મૌજૂદ ગ્રીનહાઉસ ગેસ છે co2. જેની ટકાવારી 82% છે અને ત્યારબાદ મિથેન છે જેની ટકાવારી 9% થી વધુ છે(જુઓ નીચેની ઇમેજ). જોકે ડેટા અમેરિકા પુરતા છે. અહીં તમને સવાલ થશે કે મિથેનની ટકાવારી તો ઘણી ઓછી છે છતાં આપણે ચિંતિત મિથિન વિશે છીએ, એવું કેમ? એનું કારણ છે....મિથેનની ગરમીને કેદ કરવાની ક્ષમતા 25 ગણી વધુ છે co2 કરતાં. અર્થાત મિથેન 225% જ્યારે co2 82% ગરમીને કેદ કરે છે. એટલા માટે મિથેન બહુ મોટો ખતરો છે ગ્લોબલ વોર્મિંગ માટે.



-

આને રીતે સમજો....co2 જો એક યુનિટ ગરમીને કેદ કરશે તો મિથેન 25 યુનિટ ગરમીને કેદ કરશે જ્યારે અન્ય ગેસ nitrous oxide 300 યુનિટ અને CFCs 1000 થી 10000 યુનિટ ગરમીને કેદ કરશે(જુઓ નીચેની ઇમેજ). પરંતુ અન્ય ગેસ ઘણી ઓછી માત્રામાં આપણે ઉત્પન્ન કરતા હોવાથી તેમજ છેલ્લાં કેટલાક વર્ષોમાં આપણે તેમના ઉત્પાદનને કાબૂ કરવામાં સફળ પણ રહ્યાં હોવાથી તેઓ આપણી માટે એટલો ચિંતાનો વિષય નથી. સામે છેડે મિથેન...પેટ્રોલિયમ, કોલસા ઉદ્યોગ, કચરામાંથી ઉત્પન્ન થાય છે. કચરાના ઢગલામાંથી આવતી દુર્ગંધ મિથેનને આભારી છે. સૌથી વધુ મિથેનના ઉત્પાદનનો સ્ત્રોત પશુપાલન છે. એક ગાય એક વર્ષમાં લગભગ 100 કિ.ગ્રા જેટલો મિથેન ઉત્પન્ન કરે છે. ટૂંકમાં મિથેનનું ઉત્પાદન ઘણું વધુ હોવાથી અને તે ઘણી નેચરલ પ્રક્રિયા વડે પણ ઉત્પન્ન થતો હોવાના કારણે તેની ઉપર અધ્યયન કરવું અતિ આવશ્યક છે.



-

સ્પેસ સ્ટેશનમાં સ્થિત EMIT જણાવ્યું કે મિથેન હર જગ્યાએથી ઉત્પન્ન થઇ રહ્યો છે પરંતુ કેટલાક એવા ક્ષેત્રો પણ છે જ્યાં મિથેનનું વધુ ઉત્પાદન હેરાનપૂર્ણ હતું જેમકે...તુર્કમેનિસ્તાન, ઇરાન, મેક્સિકો વગેરે. તો કહેવાનો મતલબ મિથેનને કાબૂ કરવું ખુબજ જરૂરી છે કેમકે તે ગરમીને કેદ કરે છે. ક્યાં? સમુદ્રમાં. વધુ ગરમી મતલબ વધુ પાણીનું બાષ્પીભવન અને વાદળો મારફતે ઉપર ચઢેલ જળબાષ્પ એટલેકે water vapour ગરમીમાં ઓર વધારો કરે છે

-

કલાઇમેટ ચેન્જના પરિણામોની અસર જુઓ....2022 માં અમેરિકામાં ઇયાન(Ian) નામનું વાવાઝોડું આવ્યું. જેની શરૂઆત એક tropical તોફાનથી થઇ પરંતુ ચોવીસ કલાકમાં તે category-4 વાવાઝોડામાં રૂપાંતરિત થઇ ગયું. 100 બિલિયન ડોલરથી વધુનું તેણે નુકસાન પહોંચાડ્યું. 2022 માંજ પાકિસ્તાનમાં આવેલ પૂરે 3.3 ટ્રિલિયન રૂપીયાનું નુકસાન પહોંચાડ્યું. તેનાથી વિપરીત કેટલીક જગ્યાની જમીનોએ પોતાનો ભેજ ગુમાવી દીધો. અમેરિકાના પશ્ચિમી વિસ્તારના ઘણાં તળાવો-જળાશયો પચાસ ટકાથી વધુ સુકાઇ ગયા છે. 2022 માં કેવળ આર્જેન્ટિનામાં 1000 થી વધુ જંગલમાં આગ લાગવાની ઘટનાઓ બની.

-

આની સામે એવું નથી કે માનવી હાથ ઉપર હાથ રાખીને બેઠો છે. આપણે કેટલીક નાની-નાની ટેકનોલોજી વિકસિત કરી રહ્યાં છીએ. જેમાંની એક છે open ET. એક water management system ની એપ છે કે જે તદ્દન ફ્રી છે. એપ તમને તમારી જમીન વિષે માહિતી આપશે કે તે કેટલી ભેજવાળી છે, તેને ક્યારે પાણીની જરૂર છે, ભવિષ્યમાં તેને કઇરીતે પાણી આપવું જોઇએ? વગેરે. રીતે આપણે સેટેલાઇટ આધારિત water management system લાવી રહ્યાં છીએ. જેની વિષે વિગતવાર ફરી ક્યારેક ચર્ચા કરીશું. વધુમાં, નાસા પણ જણાવી રહ્યું છે કે ક્લાઇમેન્ટ ચેન્જના કારણે આગ લાગવાના બનાવોને પણ ભવિષ્યમાં નિયંત્રિત કરી શકાશે. જ્યાં આગ લાગવાની હોય ત્યાંનું વાતાવરણ કેવું હશે? ત્યાંની એર સ્પેસના પેરામીટરો કેવા હશે? બાબતોનું નાસા દ્વારા સેટેલાઇટ વડે અધ્યયન કરાઇ રહ્યું છે જેથી આપણને આગોતરી જાણ થઇ જાય કે અહીં આગ લાગવાની છે. તો રીતે ગ્લોબલ વોર્મિંગને આપણે સમજવા જઇ રહ્યાં છીએ.