Wednesday, August 24, 2022

Heliosphere


 

પૃથ્વીનું પોતાનું એક વાતાવરણ છે જે વિવિધ layers સ્વરૂપે હજારો કિ.મી સુધી અંતરિક્ષમાં પથરાયેલું છે. શું એજ પ્રમાણે સૂર્યનું પણ પોતાનું વાતાવરણ છે? જી હાં, વાતાવરણ દૂરના અંતરિક્ષમાંથી આવતી વિવિધ મુશ્કેલીઓથી આપણને બચાવે છે. જેને Heliosphere કહે છે.

-

અંતરિક્ષમાં અંતર માપવા માટે પૃથ્વીની જેમ કિલોમીટર/માઇલનો ઉપયોગ નથી થતો. બલ્કે વિવધ અલગ પ્રકારના એકમો વપરાય છે. જેમાંથી એક છે AU(Astronomical Unit). 1AU એટલે પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર(લગભગ 15 કરોડ કિલોમીટર)(જુઓ નીચેની ઇમેજ). સૂર્યનું વાતાવરણ લગભગ 120 AU સુધી ફેલાયેલું છે. એક ખુબજ રહસ્યમયી bubble છે જેને હજી આપણે જાણવાની કોશિશમાં છીએ. બબલ કઇરીતે બને છે તે જોઇએ પરંતુ વાતાવરણરૂપી બબલનો વિચાર વૈજ્ઞાનિકોના મગજમાં કેવીરીતે ઉદભવ્યો સૌપ્રથમ તે જાણી લઇએ.



-

જ્યારે કોઇ ધૂમકેતુ સૂર્ય તરફ આવે છે ત્યારે તેની પાછળ બે પૂંછડીઓ જોવા મળે છે. એક પૂંછડી પાણીના વરાળની હોય છે(કેમકે ધૂમકેતુ હિમ, ધૂળ તેમજ વાયુઓનો બનેલ હોય છે)જેને dust tail કહે છે. જ્યારે બીજી પૂંછડી વાયુઓની બનેલ હોય છે જેને Ion tail અથવા gas tail કહે છે. હવે થતું હતું કંઇક એવું કે જ્યારે ધૂમકેતુ સૂર્યની નજીક આવતો હતો ત્યારે dust tail તો તેના પરિક્રમા માર્ગને અનુસરતી હતી પરંતુ Ion tail હંમેશા પોતાને સૂર્યની વિપરીત દિશામાં align કરતી હતી(જુઓ નીચેની ઇમેજમાં ભૂરા રંગની પૂંછડી). પછીથી આપણને ખબર પડી કે આવું બનવા પાછળનું કારણ સૌરપવનો(solarwinds) હોય છે.



-

સૂર્યનું વાતાવરણ super heated gases વડે બન્યું હોય છે. તેમાં પ્લાઝમા તેમજ ચાર્જ પાર્ટિકલ મૌજૂદ હોય છે. પાર્ટિકલ સૌરપવનો રૂપે સૂર્યમંડળમાં ફેલાઇને એક બબલનું નિર્માણ કરે છે, એક બાઉન્ડ્રી બની હોય છે(જુઓ મુખ્ય ઇમેજ). જેને આપણે heliosphere કહીએ છીએ. સૂર્ય એક થર્મોન્યુક્લિયર ગોળો છે જે હર ક્ષણ સોલાર પાર્ટિકલને મુક્ત કરતો રહે છે. heliosphere આપણને બાહરી સૂર્યમંડળના સૌરપવનો(interstellar wind) સામે રક્ષા આપે છે. ટૂંકમાં heliosphere સરહદ હોય છે જ્યાં બાહરી સૌરપવનો અને આપણાં સૂર્યના સૌરપવનો બરાબર થઇને એકબીજાનો છેદ ઉડાવી નાંખે છે. heliosphere માં પણ ઘણી વસ્તુઓ હોય છે જેમકે terminal shock. જગ્યા છે જ્યાં સૌરપવનોની ગતિ અવાજની ગતિ કરતા ઓછી હોય છે. heliosphere પછી ઉર્ટ ક્લાઉડ(oort cloud) વિસ્તાર શરૂ થાય છે કે જ્યાં ધૂમકેતુઓનો જમાવડો હોય છે.

 


No comments:

Post a Comment