રતન ટાટા, મુકેશ અંબાણી, અદાણી જેવા ધનિકો સાથે મળીને પણ એક વસ્તુનું નિર્માણ નથી કરી શકતાં કે જે વસ્તુનું તાઇવાન, કોરિયા જેવા નાના દેશો આસાનીથી નિર્માણ કરી શકે છે. એવી તે વળી કઇ વસ્તુ છે?
-
તે વસ્તુ છે ચિપ એટલેકે પ્રોસેસર. ભલે તમે LED ટીવીનો ઉપયોગ કરો, કમ્પ્યુટરનો ઉપયોગ કરો કે મોબાઇલનો ઉપયોગ કરો...આ બધાયમાં એક વસ્તુ જરૂરથી લાગી હશે અને તે છે પ્રોસેસર. આપણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જો ભારતમાં મોબાઇલ બનાવવા માંડીએ તો પણ 100% સ્વદેશી બનાવવું તો શક્ય જ નથી. ગમે તેટલા ધમપછાડા કરીએ તો પણ માસ લેવલે ચિપ આપણે બનાવી નહીં શકીએ. શા માટે ચિપ બનાવવી મુશ્કેલ છે? માર્ગમાં કેટલા અવરોધો છે? ચર્ચા કરીએ....
-
ચિપ બનાવવા માટે સિલિકોનનો ઉપયોગ થાય છે. ચિપ બનાવવા માટેના ઉત્પાદન યુનિટને FAB યુનિટ અથવા FAB Lab કહે છે. આ યુનિટને બનાવવું અતિશય મોંઘુ તેમજ મુશ્કેલ હોય છે. આજની તારીખે ત્રણ નેનોમીટર પ્રોસેસર બનાવવા માટેના યુનિટ માટે ઓછામાં ઓછા 23 અબજ ડોલરનું રોકાણ કરવું પડે(સાધનો, કામદારોની તો વાત અલગ). 23 અબજ ડોલરમાં કેવળ મશીનરી આવશે. બીજું, સિલિકોનની yield એટલેકે ઉપજ/કાર્યક્ષમતાને કંટ્રોલ કરવું ખુબજ કઠીન છે. કેમકે સિલિકોન consistent નથી હોતું. તેના શુધ્ધથી અતિ શુધ્ધ સ્વરૂપમાં પણ વેરિએશન હોય છે. જેને સિલિકોન લોટરી કહે છે. મતલબ સિલિકોનના એકજ બેચમાંથી/એકજ વેફરમાંથી અલગ-અલગ ગુણવત્તાવાળું સિલિકોન પ્રાપ્ત થાય છે. જેથી યુનિફોર્મ માસ પ્રોડક્શન ખુબજ કપરુ થઇ જાય છે.
-
જ્યારે આપણે વાત કરીએ ત્રણ/પાંચ નેનોમીટરની તો એનો મતલબ છે આપણે હવે એટોમિક લેવલ ઉપર પહોંચી ચૂક્યા છીએ(પ્રોસેસર બાબતે). પાંચ નેનોમીટરના એક ટ્રાન્ઝિસ્ટરને આપણે નરી આંખે જોઇ પણ નથી શકતા. આ લેવલે એક નાની અમથી ભૂલ પણ ખુબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. જેમકે જ્યાં પ્રોસેસર બને છે તેને cleaning room કહે છે, ત્યાં બાહરી ધૂળનો એક કણ પણ નહીં જઇ શકે. ત્યાંની ચોખ્ખાઇ PPM માં માપવામાં આવે છે. મતલબ ત્યાં બેક્ટીરિયા લેવલની અશુદ્ધિઓને પણ tolerate કરવામાં નથી આવતી કેમકે તે પણ સિલિકોન વેફરની yielding ને નુકસાન પહોંચાડી શકે છે. તો જરા વિચારો!! આ લેવલનું માળખું બનાવવા માટે કેટલા રૂપીયાની જરૂર પડશે?
-
ત્રીજું, આ યુનિટમાં કામ કરનાર વ્યક્તિઓ લગભગ સાયન્ટિસ્ટ લેવલના હોય છે. આવા વ્યક્તિઓ મળવા અઘરા હોય છે. એક કુશળ મશીનરી સાથે પ્રોસેસર બનાવવા માટે આપણને કુશળ કામદારોની પણ જરૂર પડશે કે જે ખુબજ દુર્લભ છે ભારત જેવા દેશોમાં. કેમ? કેમકે આપણે આ ફિલ્ડમાં નવા છીએ. અમેરિકાએ 1971 થી સિલિકોન બનાવવાનું શરૂ કરી દીધું હતું. તો જરા વિચારો!! સમયનો કેટલો મોટો ગેપ છે. તેમના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ ખુબજ next level ના હોય છે. સઘળા મુદ્દાનો નિચોડ કરીએ તો....વાત આવીને અટકે છે entry barrier ઉપર. મતલબ કોઇ નવી કંપનીએ જો આ ક્ષેત્રમાં જંપલાવવવું હોય તો તેને ખુબજ કઠીન સ્પર્ધાનો સામનો કરવો પડશે.
-
ઉદાહરણ તરીકે....Qualcomm કંપની કે જે વર્ષોથી ચિપ બનાવે છે. જાણો છો તેની પાસે કેટલાં FAB યુનિટ છે? એકપણ નહીં. તે ક્યાં તો TSMC અથવા સેમસંગ જેવી કંપનીનો સંપર્ક કરે છે. ટૂંકમાં આ માર્કેટનું potential
future ખુબજ સારૂં હોવા બાવજૂદ અને આપણા દેશમાં આટલા ધનકુબેરો હોવા છતાં કોઇ તેમાં પડતું નથી કેમકે આ ખુબજ જટિલ વસ્તુ છે. એટલા માટે ભારતમાં માસ લેવલે ઉત્પાદન કરી શકે તેવા FAB યુનિટ નથી અને શાયદ આવનારા દસ/પંદર વર્ષની અંદર પણ આ શક્ય બને તેવા કોઇ જ અણસાર નથી.

No comments:
Post a Comment