થોડાં સવાલો.....વજન ઘટાડવું એ સરળ કાર્ય છે કે મુશ્કેલ? આઠ કલાકની નિયમિત સારી ઊંઘ લેવી એ સરળ કાર્ય છે કે મુશ્કેલ? સિગારેટ છોડવી એ સરળ કાર્ય છે કે મુશ્કેલ?
-
અધિકતર લોકોનો મત હશે કે ઉપરોક્ત કાર્યો મુશ્કેલ છે કે જે સાચું પણ પ્રતિત થાય છે અને જે લોકો માને છે કે આ કાર્યો સરળ છે તેમને ગુગલમાં સર્ચ કરાવીને તેના solution વિષે માહિતી મેળવવા વિનંતી છે. અઢળક ઉકેલો મૌજૂદ હશે અને કોઇપણ વસ્તુના ઘણા બધા ઉકેલો ક્યારે હોય છે? જ્યારે તે વસ્તુ ઘણા બધા લોકોની સમસ્યા હોય અને જે વસ્તુ ઘણા લોકોની સમસ્યા હોય સ્વાભાવિકપણે તે વસ્તુ કઠીન જ હશે એટલા માટે તો એ ઘણા બધા લોકો માટે શિરદર્દ બની છે. રાઇટ?? જી નહીં, આ કથન સંપૂર્ણપણે સાચું નથી. કેમ? વાંચો આગળ...
-
દરરોજ આઠ કલાકની ઊંઘ શા માટે કઠીન છે? તમારે ફક્ત ઊંઘવાનું છે. સમયસર પથારીવશ થઇ જાઓ તો તે તમારી રોજની આદત બની જશે. એમાં શું મુશ્કેલી છે? બિલકુલ એજ પ્રમાણે વજન ઘટાડવું હોય તો સંતુલિત આહાર લઇ જેટલી કેલેરી તમે લ્યો છો તેનાથી વધુ ખર્ચી નાખો, ઓટોમેટિકલી ચરબી ઘટી જશે. સિમ્પલ છે! પરંતુ આપણે તેમને complex(જટીલ) બનાવી દીધું છે. આને જ artificial complexity કહે છે. ટૂંકમાં આપણે આપણી સમસ્યાના નિવારણને સરળથી કઠીન બનાવી દઇએ છીએ અને ત્યારબાદ તે કઠીન સમસ્યાનું કઠીન નિવારણ આપણાં માટે ક્યાંક ને ક્યાંક અશક્ય નિરાકરણ બની જાય છે. જેને પેચીદી ભાષામાં cognitive dissonance કહેવાય છે. આ સઘળી સમસ્યાનું મૂળ મગજ છે. કઇરીતે? તે જુઓ...
-
એક ઉદાહરણ....ધારોકે તમારે muscle building કરવી છે તો કસરત કરો, સારી ઊંઘ લ્યો, સારું ભોજન લ્યો. આ એક સરળ ઉપાય છે અને જટીલ ઉપાય?....ક્યાંકથી સારી ગોળીઓ(pills) મળી જાય, કોઇક આપણને કસરત કરવાની યુક્તિ બતાવી દે, કોઇ યોગ્ય supplement નિર્દેશ કરે વગેરે. આની પાછળ કારણભૂત છે આપણું મગજ. જી હાં, આપણું મગજ સરળ સમસ્યાને જટીલ બનાવવા માંગે છે. કેમ? કેમકે જો મગજે એવું માની લીધું કે વસ્તુ સરળ છે અને જો તેને તમે ન કરી શક્યાં તો તેનો મતલબ તમારામાં ઉણપ/ખામી છે. તમારૂં મગજ આ વાતને સહન નથી કરી શકતું. માટે તે સરળ વસ્તુને પણ જટીલમાં રૂપાંતર કરવામાં રચ્યુ-પચ્યુ રહે છે. જેથી તમે પોતાને justify કરી શકો.
-
હવે સવાલ એ ઉદભવે છે કે આ બધું કરવા પાછળ કોનો સિંહફાળો છે? જવાબ છે બજારવાદ નો. મનુષ્યની જટીલતા ઉપર અબજો રૂપીયાના ઉદ્યોગો નભી રહ્યાં છે. ઉદ્યોગો એ સુપેરે જાણે છે કે માનવીને જટીલતા પસંદ છે. આનો ફાયદો ઉઠાવી તેઓ ઉકેલરૂપે વિવિધ ઉત્પાદનો બજારમાં ઠાલવતા રહે છે. ઉદાહરણ તરીકે....ધારોકે ટ્રેનર તમને જણાવે કે તમારા સ્નાયુના તંતુઓ જીમમાં ટૂટે છે, ખોરાક ખાઇને તમે શરીરને પોષણ આપો છો તેમજ સારી ઊંઘ વડે તમે muscle fiber(સ્નાયુના તંતુઓ) ને ફરી જોડો છો. તો fitness indutries ની જરૂર જ નહીં રહે. supplements નું એક ખુબજ મોટું માર્કેટ પત્તાના મહેલની માફક ધરાશયી થઇ જશે.
-
આનું નિવારણ છે decomplication. ઘણા બધા લોકો એકસરખી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે મતલબ તેનું નિરાકરણ સરળ છે. સાથેસાથે ત્યાં artificial complexity પણ વધુ હશે, એમ કહો કે જટિલતા બનાવી દેવામાં આવી હશે. કેમ? કેમકે જેટલા વધુ લોકો તે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે મતલબ ત્યાં એટલી જ મોટી માર્કેટ કેપ છે. જરા નજર દોડાવજો કે અસલમાં જે વસ્તુ જટિલ છે તેની આસપાસ માર્કેટ વધુ નથી. જેમકે...ક્વોન્ટમ ફિઝિક્સ. તેના કોર્ષ ખરીદનારા કેટલા લોકો છે? ખુબજ જૂજ. કેમકે તે હકિકતમાં જટિલ છે. જે વસ્તુઓ અસલમાં જટિલ જશે ત્યાં ખરીદનારાઓની સંખ્યા ઓછી હશે.
-
ટૂંકસાર:- આપણને સરળ કરતા જટિલ ઉકેલ ઉપર વધુ ભરોસો છે. કેમ? (ઉપર જણાવ્યા મુજબ) કેમકે આપણી માનસિકતા જ એવી છે કે, જો ઉકેલ સરળ જ હોત તો આપણાથી થઇ જ જાત. યાદરહે નિષ્ફળતા artificial
complexity નું પ્રથમ પગથિયું હોય છે.

No comments:
Post a Comment