જો તમને સવાલ પુછવામાં આવે કે શું સોલાર પેનલ રાત્રે પણ વીજળી બનાવી શકે છે? જવાબ તમારો 'ના' હશે અને તમારો જવાબ શત-પ્રતિશત સાચો પણ છે. પરંતુ!! હવે એક એવી ટેકનોલોજી આવી રહી છે જેના વડે સોલાર પેનલ રાત્રે પણ વીજળી બનાવી શકે છે.
-
તમને થતું હશે કે રાત્રે તો સૂર્યપ્રકાશ હોતો નથી તો પછી સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પેનલ કઇરીતે વીજળી બનાવી શકે છે? આ માટે સૌપ્રથમ નીચેની ઇમેજ-1 જુઓ. જેને Blackbody graph કહે છે. જેમાં પ્રકાશ એટલેકે visible light થી આગળ વધતા infrared સ્પેક્ટ્રમ હોય છે. આ infrared સ્પેક્ટ્રમ એટલે શું? જ્યારે કોઇપણ વસ્તુ ગરમ થાય ત્યારે તે infrared રેડિયેશન મુક્ત કરે છે. ઇવન હર સજીવ infrared રેડિયેશનમુક્ત કરે છે(જુઓ નીચેની ઇમેજ-2). બિલકુલ એજ પ્રમાણે સૂર્ય પણ infrared રેડિયેશન મુક્ત કરે છે. સૂર્યમાંથી નીકળતું આ રેડિયેશન હર સમય આપણા સુધી પહોંચતું હોય છે. જો આપણી સોલાર પેનલ આ રેડિયેશનને કેદ કરી શકે, તેમાંથી વીજળી બનાવી શકે તો આપણને રાત્રે પણ વીજળી મળતી રહે.
-
Thermoradiactive diode(જુઓ નીચેની ઇમેજ), infrared radiation ને ગ્રહણ કરી તેમાંથી પાવર ઉત્પન્ન કરે છે. આ ડાયોડની એક આખી પેનલ સોલાર પેનલની નીચે લાગી હશે. જે રાત્રે તેમજ વાદળયુક્ત વાતાવરણમાં પણ વીજળી ઉત્પન્ન કરશે. હવે થોડી કાર્યક્ષમતા(efficiency) વિષે વાત કરીએ. વૃક્ષો જેટલો સૂર્યપ્રકાશ ગ્રહણ કરે છે તેના 1% થી પણ ઓછાને ખોરાક/ઉર્જા માટે વાપરે છે. માટે વૃક્ષોની efficiency ખુબજ ઓછી છે. પરંતુ!! સોલાર પેનલ(ફિલહાલની ડિઝાઇનીંગ મુજબ) 15% થી 20% સુધીની efficiency ધરાવે છે. સૈદ્ધાંતિક રીતે તો 40% થી વધુ efficiency સુધીના સોલાર પેનલ આપણે બનાવી શકીએ છીએ પરંતુ પ્રેક્ટિકલી 20% સુધી પહોંચ્યા છીએ. જો infrared પેનલને સોલાર સાથે જોડી દઇએ તો ફિલહાલના શરૂઆતી પ્રયોગો મુજબ 1.8% જેટલી efficiency સોલાર પેનલની વધી શકે છે(સૈદ્ધાંતિક રીતે આ આંકડો 10% સુધી પહોંચી શકે એમ છે).
-
આ પેનલનો બીજો પણ એક ઉપયોગ છે કે...તેને એવી કોઇપણ જગ્યાએ લગાવી શકાય જ્યાં ગરમી ઉત્પન્ન થતી હોય જેમકે બોઇલર, ગેસ ટર્બાઇન વગેરે. બોઇલરમાંથી એવા ગેસો બહાર નીકળે છે જેમનું તાપમાન 500 સે. થી 800 સે. જેટલું હોય છે. જેમને flue gas કહે છે. તેમને આપણે હવામાં છોડી દઇએ છીએ. કલ્પના કરો જો આ flue gas ની આગળ આપણે પેનલ લગાવી દઇએ તો ઘણી વીજળી આપણને પ્રાપ્ત થઇ શકે એમ છે. આની ઉપર ઘણું રિસર્ચ University of South Wales(Australia) માં થઇ રહ્યું છે.



