Tuesday, January 4, 2022

Viagra(sex education)


 

 

કામોત્તેજક દવા વાયગ્રા કઇરીતે કાર્ય કરે છે? સામાન્યરીતે પુરૂષો દ્વારા લેવાતી દવા સ્ત્રીઓ માટે કેવી આડઅસરો ઉભી કરે છે? ફાઇઝર કંપની દ્વારા દવાને બ્લડ પ્રેશરની સારવારમાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી પરંતુ પાછળથી તેની અસર કામોત્તેજનામાં સહાયરૂપ હોવાનું જણાતા તેનું માર્કેટિંગ પ્રકારે થયું. તેની સંપૂર્ણ કાર્યપ્રણાલી સમજીએ...પુરૂષનું શિશ્ન મુખ્યત્વે બે કાર્ય કરે છે. (1) Urination એટલેકે મૂત્રવિસર્જન (2) Ejaculation એટલેકે વીર્ય સ્ખલન. સ્ખલન માટે ત્રણ વસ્તુનું ક્રમમાં હોવું બેહદ જરૂરી છે. (1) મગજમાં sexual arousal એટલેકે જાતીય ઉત્તેજના (2) Erection એટલેકે શિશ્નનું ઉત્તેજીત થવું (3) Sexual Stimulation જેથી સ્ખલન થઇ શકે. અહીં વાયગ્રા બીજા નંબરની પ્રક્રિયામાં મદદ કરે છે એટલેકે Erection માં ચાલો જાણીએ કઇરીતે....

-

જ્યારે પુરૂષ sexual પ્રવૃત્તિમાં હોય ત્યારે તેનું મગજ ઉત્તેજીત થઇ જાય છે અને પોતાના nerve fibers(ચેતા તંતુઓ) વડે શિશ્નની આસપાસ મૌજૂદ ચેતા તંતુઓને સંકેત મોકલવા માંડે છે. મેડિકલ ભાષામાં કહીએ તો કોષો નાઇટ્રિક ઓક્સાઇડ બનાવીને શિશ્નના કોષોને Guanylate Cyclase એટલેકે GC એન્ઝાઇમ તૈયાર કરવાનો હુકમ સંભળાવે છે. એન્ઝાઇમ તૈયાર થતાં ત્યાંના કોષોના Cytoplasm માં મૌજૂદ GTP(Guanosine Triphosphate) ને CGMP(Cyclic Guanosine Monophosphate) માં રૂપાંતર કરવા માંડે છે. આજ CGMP શિશ્નને ઉત્તેજીત કરે છે. કઇરીતે? બને છે એવું કે CGMP શિશ્નના corpora cavernosa નામક ટ્યુબના દરવાજા ખોલી તેમાં લોહી ભરવા માંડે છે(જુઓ નીચેની ઇમેજ-1&2). લોહીનો ભરાવો થતાં ટ્યુબ ફુગ્ગાની જેમ ફુલવા માંડે છે અને શિશ્ન ઉત્તેજીત થઇ જાય છે.




-

પરંતુ વાત અહીં પૂરી નથી થતી બલ્કે આગળ વધે છે. પ્રક્રિયાની સાથેસાથે શિશ્નના કોષો એક બીજું એન્ઝાઇમ પણ બનાવી રહ્યાં હોય છે, જેનું નામ છે Phosphodiesterase એટલેકે PDE. આમ તો સમગ્ર શરીરમાં 11 પ્રકારના PDE બને છે પરંતુ આપણે ફક્ત PDE5 ની વાત કરીશું, કે જે ફક્ત sex organ માંજ બને છે. PDE5 એક વિલનની જેમ કાર્ય કરે છે. જે CGMP ને બ્લોક કરી શિશ્નને ઉત્તેજીત થવાથી રોકે છે. ટૂંકમાં અહીં એક યુધ્ધ ચાલી રહ્યું હોય છે, GC જે CGMP ને બનાવે છે અને PDE5 જે CGMP ને બ્લોક કરે છે તેની મધ્યે. અહીં એન્ઝાઇમ GC ફક્ત ત્યાંસુધી ટકી શકે જ્યાંસુધી તમારૂં મગજ સેક્સના નશામાં ચૂર હોય. જેવું તમારૂં મગજ ડાયવર્ટ થયું, PDE5 જીતી જાય છે. અર્થાત શિશ્ન શિથિલ થઇ જાય છે.

-

અહીં વાયગ્રાનો રોલ આવે છે. વાયગ્રા PDE5 ઉપર એટેક કરે છે. મતલબ વિલન ખતમ તો પછી CGMP વગર રોકટોક શિશ્નને લોહી સપ્લાય કરતું રહેશે અને શિશ્ન લાંબા સમય સુધી ઉત્તેજીત રહેશે. હવે સવાલ ઉઠે છે કે જો વાયગ્રા કે જે શિશ્નમાં લોહી સપ્લાય કરવામાં મદદ કરે છે, તો પછી તે સ્ત્રીઓ ઉપર શું અસર કરે છે? વાયગ્રા સ્ત્રીઓમાં કામેચ્છા તો વધારે છે પરંતુ સાથેસાથે ઘણી આડઅસરો પણ ઉભી કરે છે. જેમકે માથાનો દુ:ખાવો, ગુપ્તાંગનું લાગ થવું, ઉલ્ટી, નાકમાં સોજા આવવા વગેરે. માટે FDAC(Food and Drug Administration) અમેરિકાએ આને સ્ત્રીઓ માટે પ્રતિબંધિત જાહેર કરેલ છે.

 


No comments:

Post a Comment