શું આપણે પાણી ઉપર ચાલી શકીએ? આ વિશે ચર્ચા કરતા પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે એક ખીલી પાણીમાં શા માટે ડૂબી જાય છે જ્યારે હજારો ટન વજન ધરાવતું જહાજ આરામથી પાણી ઉપર તરે છે? જવાબ છે....Law of Buoyancy. અર્થાત પાણી ઉપર તરતા રહેવા માટે આવશ્યક છે કે....પાણીમાં ડૂબેલ ખીલીનું વજન તેના volume(ઘનમાપ) ના બરાબર પાણીના વજનથી ઓછું હોય. સરળરીતે સમજીએ...એક 1X1X1 સે.મી. ના લોખંડના ટુકડાને જ્યારે પાણીમાં નાંખવામાં આવે ત્યારે તે ટુકડો બિલકુલ એટલાજ ઘનમાપના(એટલેકે 1X1X1 સે.મી.ના) પાણીને પોતાની જગ્યાએથી ખસેડી(displace કરી) દેશે. આ ખસેડેલ પાણીનું વજન તે ટુકડા કરતાં ઘણું ઓછું હોય છે. તેથી લોખંડનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે.
-
હવે એક હવા ભરેલ ફુગ્ગાને પાણીમાં ડુબાડો. ફુગ્ગો ઉછળીને પાણીની સપાટી ઉપર આવી જશે. કેમ? કેમકે ફુગ્ગાની અંદર હવા છે અને હવા પાણીથી હળવી હોય છે. મતલબ ફુગ્ગાએ જેટલું પાણી ખસેડ્યું તેનું વજન ફુગ્ગા કરતાં ભારે હતું. એટલા માટે ફુગ્ગો પાણી ઉપર તરે છે. આજ કારણ છે કે મોટાં-મોટાં જહાજોના તળીયા ખોખલાં અને હવાથી ભરેલા બનાવવામાં આવે છે. જેના કારણે જહાજના પાણીમાં ડૂબેલ ભાગમાં ફક્ત હવા હોવાને લીધે...ડૂબેલ ભાગનું વજન તેણે ખસેડેલ પાણી કરતા ઓછું હોય છે. પરિણામે પાણી, જહાજ પર ઉપરની તરફ પ્રચંડ બળ(Buoyant force) લગાવે છે અને જહાજ તરતું રહે છે.
-
હવે આવીએ આપણાં મૂળ સવાલ ઉપર. જો આપણે પાણી ઉપર ચાલવું કે દોડવું હોય તો દરેક પગલાં સાથે આપણાં વજનના બરોબર પાણી ખસેડવું પડશે પરંતુ દુર્ભાગ્યવશ આપણાં પગના પંજા ખુબજ નાના છે, કે જે અલ્પ માત્રામાંજ પાણીને displace કરી શકે. બીજો રસ્તો છે કે આપણે પાણી ઉપર ખુબ ઝડપથી દોડવું પડશે. કેટલું ઝડપથી? 30 મીટર/સેકન્ડ. જી હાં, જો તમે એક સેકન્ડમાં 30 મીટરનું અંતર કાપી શકો તો વગર ડૂબ્યે પાણી ઉપર દોડી શકશો. વર્તમાનમાં દુનિયાનો સૌથી તેજ દોડવાનો રેકોર્ડ "યુસૈન બોલ્ટ" ના નામે છે. જેણે 100 મીટરનું અંતર 9.58 સેકન્ડમાં કાપ્યું હતું. મતલબ તેણે આનાથી ત્રણ ગણી વધુ ઝડપે ભાગવુ પડશે. પરંતુ!!! હ્યુમન બાયોલોજી અને પૃથ્વીની પરિસ્થિતિને જોતા વૈજ્ઞાનિકોનો મત છે કે કોઇપણ મનુષ્ય 100 મીટરની દોડ પૃથ્વી ઉપર 9.27 સેકન્ડથી ઓછા સમયમાં ક્યારેય પૂર્ણ નહીં કરી શકે(that's the limit).
-
જો કે ગ્રેવિટિ અને buoyancy ને સીધો સબંધ છે. માટે પૃથ્વીની ગ્રેવિટિ જો વર્તમાનની તુલનાએ 22% જેટલી જ હોત તો આપણે પૃથ્વી ઉપર વગર ડૂબ્યે પાણી ઉપર દોડી શકતે.
(મિત્ર વિજય દ્વારા)

No comments:
Post a Comment