Sunday, December 5, 2021

પૃથ્વીની ગ્રેવિટિ

 


પૃથ્વી પોતાની ધરી ઉપર લગભગ 1600 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફરી રહી છે. તો શું એવું બની શકે કે આપણે એક બલૂનમાં બેસી વાતાવરણમાં થોડી ઉંચાઇ ઉપર જતા રહીએ અને જ્યારે અમેરિકા ફરતું-ફરતું આપણી નીચે આવી જાય ત્યારે બલૂનને ત્યાં લેન્ડ કરી દઇએ. ભારતથી અમેરિકાની મફતમાં યાત્રા. શું આવું સંભવ છે? વેલ, આનો જવાબ 'ના' પણ છે અને 'હાં' પણ છે. બંન્ને જવાબોને એક પછી એક જોઇએ.

-

જો પૃથ્વી આટલી ઝડપે ફરી રહી છે તો આપણે હવામાં ફંગોળાઇ કેમ નથી જતાં? સમુદ્રોનું પાણી ઉછળીને સમુદ્રોની બહાર કેમ નથી આવી જતું? જવાબ છે ગ્રેવિટિ!!! પૃથ્વીની ગ્રેવિટિના કારણે આપણે, સમુદ્રો વગેરે પૃથ્વી ઉપર સ્થિર રહે છે. પૃથ્વીની ગ્રેવિટિના કારણે ગેસ પાર્ટિકલથી બનેલ આપણું વાયુમંડળ પણ પૃથ્વીથી જોડાયેલ છે કે જે પૃથ્વીની સાથેસાથે ફરે છે. આજ કારણ છે કે આપણે બલૂન દ્વારા હવામાં સ્થિર રહીને પણ અમેરિકા ક્યારેય નહીં પહોંચી શકીએ. કેમકે બલૂન જે હવામાં મૌજૂદ છે તે હવા પણ પૃથ્વીની ગ્રેવિટિના કારણે પૃથ્વીની સાથેસાથે ફરી રહી છે.

-

હવે જોઇએ કે શક્ય કઇરીતે છે. જ્યારે આપણે બલૂનમાં બેસીને પૃથ્વીથી ઉપર વાતાવરણમાં જઇએ છીએ ત્યારે આપણો વેગ પૃથ્વીની પરિભ્રમણ ગતિના સમાન હશે. અર્થાત આપણે બલૂનમાં પૃથ્વીની સાથેસાથે ચાલી રહ્યાં હોઇએ છીએ. પરંતુ!! જો કોઇ ટેકનિક વડે આપણો વેગ પૃથ્વીના ફરવાની દિશાની વિપરીત 1600 કિલોમીટર પ્રતિ કલાક રાખીએ તો આપણો રિલેટિવ વેગ ઝીરો થઇ જશે. સ્થિતિમાં આપણે વિવિધ સ્થાનોને આપણી નજર સામેથી પસાર થતાં જોઇ શકીએ છીએ. જોકે આવું થવું ઘણું મુશ્કેલ છે.

 


No comments:

Post a Comment