Tuesday, December 14, 2021

Coral Reef

 


 

જુઓ મુખ્ય ઇમેજ... વનસ્પતિ જેવી દેખાતી વસ્તુઓ વડે મનુષ્ય હરવર્ષ લગભગ 6 ટ્રિલિયન ડોલરનો વેપાર કરે છે. આમા મૌજૂદ છોડવાઓ અને તેની ઉપર નભનારા જીવોની મદદથી મનુષ્યે અસ્થમા, સંધિવા જેવી ઘણી બીમારીઓના ઇલાજ શોધ્યા છે. દેખાવે તેઓ ઘણાં ખુબસુરત હોય છે. તેઓ આપણને સમુદ્રની ખતરનાક લહેરોથી પણ બચાવે છે. Coral Reef સમુદ્રની 97% તરંગ ઉર્જા(wave energy) ને શોષી લે છે. પરિણામસ્વરૂપ હરવર્ષ સુનામી આવવાની શક્યતા લગભગ 40% જેટલી ઓછી થઇ જાય છે.

-

આજથી લગભગ 20,000 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયામાં મૌજૂદ The Great Barrier Reef(જુઓ નીચેની ઇમેજ) માં બિલકુલ પણ પાણી મૌજૂદ હતું. ત્યાં સઘળું જંગલ હતું પરંતુ 10,000 વર્ષ પહેલાં છેલ્લાં હિમયુગના અંતમાં ધ્રુવો ઉપરથી બરફ પીગળીને અહીં આવવા માંડ્યો. જેના કારણે આપણને મળ્યું દુનિયાનું સૌથી મોટું coral reef ecosystem. coral reef શું હોય છે? વેલ, coral reef વનસ્પતિ અને દરિયાઇ જીવોનું એક એવું ecosystem હોય છે, જ્યાં વનસ્પતિ, ફૂગ અને દરિયાઇ જીવોનો જમાવડો હોય છે. આપણાં માટે એક આદર્શ પૃથ્વી કેવી હશે? એવી, જ્યાં ઓક્સિજન વધુમાં વધુ હો અને કાર્બનડાયોક્સાઇડ ઓછામાં ઓછો. દરિયાઇ સપાટીના ફક્ત 0.0025% ક્ષેત્રમાં રહેવા બાવજૂદ coral reef આપણી ઓક્સિજન જરૂરિયાતને 50% જેટલી ભરપાઇ કરે છે. તેમજ આપણે મુક્ત કરેલ કાર્બનના ત્રીજા ભાગને શોષી લે છે.



-

2000 કિ.મી માં પથરાયેલ great barrier reef દુનિયાનું સૌથી મોટું living structure છે. જેમાં 3000 reef અને 900 coral island(પરવાળાના ટાપુઓ) છે. પરંતુ દુ:ખની વાત છે કે બધુ ધીમેધીમે ખતમ થઇ રહ્યું છે. જેનું કારણ છે....સૌથી બુદ્ધિશાળી પ્રાણી એટલેકે મનુષ્ય. આપણે ફેલાવેલ પ્રદુષણના કારણે કાર્બનડાયોક્સાઇડની સાથેસાથે જે કાર્બનમોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે તેને પણ coral reef શોષી લે છે. જેને લીધે તેઓના શ્વાસ રૂંધાવા માંડે છે અને છેવટે નષ્ટ પામે છે. તેમની ઉપર આધારિત દરિયાઇ જીવોની પ્રજાતિઓ પણ ધીમેધીમે વિલુપ્ત થવા માંડી છે. ટૂંકમાં ecosystem નું સંતુલન બગડી રહ્યું છે. જો આમ ચાલ્યું તો આવનારા સો વરસની અંદર reef ઘટીને અડધું થઇ જશે. ઓક્સિજનનું પ્રમાણ ઘટશે અને કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધશે, પૃથ્વીનું તાપમાન વધશે, દરિયાઇ સુનામીનું જોખમ વધતું જશે અને લગભગ 500 મિલિયનથી પણ વધુ લોકો કે જેઓ ફક્ત coral reef થીજ પોતાનું ઘર ચલાવી રહ્યાં છે તેમણે અન્ય વિકલ્પો શોધવા પડશે.

 


No comments:

Post a Comment