Tuesday, June 15, 2021

Liquid Lens Camera System

 


મિત્રો, ટેકનોલોજીમાં ધરખમ ફેરફારો આવી રહ્યાં છે. Xiaomi એટલેકે MI કંપની પોતાના આવનારા Xiaomi MI mix મોડલમાં, કેમેરામાં વપરાતાં ઝૂમ લેન્સની જગ્યાએ liquid(પ્રવાહી) લેન્સ સિસ્ટમ લાવી રહી છે. મતલબ કેમેરાના ઝૂમ લેન્સમાં આવતાં વિવિધ લેન્સની જગ્યાએ હવે liquid હશે. આગળ વધતા પહેલાં લેન્સ સિસ્ટમ શું હોય છે? તે જોઇ લઇએ....

-

લેન્સ સિસ્ટમ બીજું કંઇનહીં પરંતુ વિવિધ કાચ(glass) ની ગોઠવણ હોય છે(જુઓ નીચેની ઇમેજ-1&2). લાઇટ વિવિધ દિશાઓમાંથી કેમેરામાં આવતી હોય છે, પરંતુ તે સઘળી જવી જોઇએ સેન્સર પાસે અને કાર્ય કરે છે લેન્સ સિસ્ટમ. આપણાં સ્માર્ટ ફોનમાં વપરાતા લેન્સ optical base લેન્સ હોય છે. અર્થાત તેમાં physical glass(કાચ) નો ઉપયોગ કરવામાં આવે છે. liquid lens માં આજ glasses ને એક પ્રવાહી વડે replace કરી નાંખવામાં આવ્યા છે. ચાલો ઠીક છે....પરંતુ વસ્તુ કાર્ય કઇરીતે કરશે? વેલ, લેન્સ બે પ્રકારના હોય છે...(1) Concave(અંતર્ગોળ) અને (2) Convex(બહિર્ગોળ). એક liquid(પ્રવાહી) પોતાના આકારને ઉપર મુજબ બદલતું રહેશે પરંતુ કઇરીતે? વોલ્ટેજના આધારે. અલગ-અલગ વોલ્ટેજ ઉપર પ્રવાહી અલગ-અલગ આકાર ધારણ કરશે(જુઓ નીચેની ઇમેજ-3). આખી પ્રક્રિયાને Electrowetting કહેવામાં આવે છે.





-

ચાલો ઠીક છે, પરંતુ જૂની optical પધ્ધતિ સુચારૂ રૂપે ચાલી રહી છે ત્યારે નવી ટેકનોલોજીની જરૂર શા માટે પડી? વેલ, તેના એક કરતાં વધુ કારણો છે. જેમકે....જો આપણાં મોબાઇલના કેમેરાની લેન્સ સિસ્ટમે ફોકસ કરવું હોય તો તેમાં લાગેલ વિવિધ લેન્સે આગળ અથવા પાછળ ખસવું પડે. તેમને આગળ-પાછળ ખસેડવા માટે તેમની આસપાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક coil લાગેલ હોય છે. જેને વીજળી આપવી પડે. હવે જરા વિચારો.....સૌપ્રથમ કરંટ આવ્યો, તેણે coil ની અંદર મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરી, તે ઉત્પન્ન કરાયેલ મેગ્નેટિક ફિલ્ડ વડે લેન્સ ઉપર ફોર્સ લાગ્યો અને અંતે તે આગળ-પાછળ ખસ્યો. સઘળી પ્રક્રિયામાં કેટલો સમય વ્યર્થ ગયો? સઘળો સમય liquid lens સિસ્ટમમાં બચી જવાનો છે. બીજું, liquid lens સિસ્ટમમાં optical લેન્સ સિસ્ટમની તુલનાએ વીજળીની ખપત ખુબજ ખુબજ નજીવી છે. માટે બેટરીની લાઇફ વધી જવા પામશે.

-

ત્રીજો ફાયદો....આપણને ફોનમાં multiple(એક કરતાં વધુ) કેમેરાની જરૂર નહીં પડે. ચોથી સૌથી મોટી રાહત કેમેરા bump(ઉપસેલા ભાગ) ની હશે. જુઓ નીચેની ઇમેજ કે જે Mi 11 ના કેમેરાની છે. લેન્સ સિસ્ટમને કારણે તેને ફોનની સપાટીથી કેટલો બધો બહાર રાખવો પડ્યો છે. સ્વચ્છ અને પરફેક્ટ ઇમેજ જોઇએ તો તેટલા વધુ લેન્સને, લેન્સ સિસ્ટમમાં લગાડવા પડશે. સઘળી પળોજણનો liquid લેન્સ સિસ્ટમમાં અંત આવી જવાનો છે. તો આવા અનેક ફાયદાઓ છે. હવે રહી વાત કયા પ્રકારનું પ્રવાહી વપરાશે તેની, તો તે હજી રહસ્ય છે. કોઇ કંપની પોતાની મોનોપોલી જાહેર કરતી નથી.

 



No comments:

Post a Comment