Tuesday, June 22, 2021

કેદી

 

દેશના કુલ કેદી જે જેલોમાં બંધ છે, તેમાંથી 68% કેદી એવા છે જેને કોર્ટ દ્વારા કોઇજ સજા સંભળાવામાં આવી નથી. આમાંથી 70% અશિક્ષિત અથવા દસમાં ધોરણથી ઓછું ભણ્યા છે અને 50% જેટલાં 18 થી 30 વર્ષની વયની વચ્ચેના યુવાઓ છે. મતલબ એવા લોકો છે જેઓ ગરીબી અને નિરક્ષરતાના કારણે જામીન નથી મેળવી શકતાં. પરિણામે તેઓ લીગલ સિસ્ટમથી બહાર નથી નીકળી શકતાં.

-

મફત શિક્ષણનું કેટલું મહત્વ છે તે આંકડાઓ ઉપરથી સ્પષ્ટ દેખાય છે(શિક્ષા સામાજીક વિકાસનું ટૂલ છે. તેનું ખાનગીકરણ સમાજમાં અસમાનતા, અન્યાય અને વિસંગતીઓને આમંત્રણ છે). ખેર, જેલમાંથી મુક્ત કરવાની માંગણી જેમ સઘળા રાજદ્વારી કેદીઓની સાથેસાથે તે વર્કિંગ ક્લાસ માટે પણ હોવી જોઇએ જે વગર ગુનેગાર સાબિત થયે વર્ષોથી જેલોમાં બંધ છે.

નોટ:- ડેટા સોર્સ National Crime Records Bureau (NCRB) 


No comments:

Post a Comment