Sunday, May 16, 2021

ક્રમિક વિકાસ અને Invention of Sex

 



 

સઘળા જીવો નવી-નવી પરિસ્થિતિઓમાં સર્વાઇવલ હેતુ નવી-નવી શારીરિક તથા વ્યવ્હાર સંબંધી વિશેષતાઓ ગ્રહણ કરે છે. તો તેમના શરીરમાં બદલાવ ક્યાંથી આવે છે?

-

બદલાવોની મુખ્ય ચાવી ડીએનએ માં છુપાયેલ છે. ડીએનએ ચાર અક્ષરો(ન્યૂક્લિયોટાઇડ બેસ) વડે બનેલ સર્પાકાર સંરચના હોય છે. જે આપણાં રંગ-રૂપ, સ્વાસ્થ્ય તથા વ્યવ્હાર વગેરેથી જોડાયેલ દરેક વિશેષતાઓને જન્મ આપે છે. ચાર ન્યૂક્લિયોટાઇડ ક્રમશ: એડિનિન, ગ્વાનિન, થાયમિન અને સાઇટોસિન નામે ઓળખાય છે. આપણે જાણીએ છીએ કે નવી કોષિકાના જન્મ દરમિયાન ડીએનએ પોતાની પ્રતિલિપિ તૈયાર કરે છે. દરમિયાન ડીએનએમાં મૌજૂદ અક્ષરો આપસમાં ઘણીવાર બદલાઇ જાય છે, જેને પોઇન્ટ મ્યૂટેશન કહે છે. ડીએનએમાં થયેલ બદલાવ ઘણી વખત જીવમાં મોટા બદલાવોને જન્મ આપે છે. મ્યૂટેશનનો દર ઘણો ધીમો હોય છે માટે મોટા બદલાવોને પ્રાપ્ત કરવા માટે ડીએનએ ને લાખો વર્ષનો સમય લાગે છે.

-

આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપરની પ્રત્યેક જીવિત ચીજ કોષિકાઓ વડે બની છે. કોષિકાઓ બે પ્રકારની હોય છે.....Prokaryotic(સરળ કોષિકા) અને Eukaryotic(જટિલ કોષિકા). સરળ કોષિકાઓથી વિકસિત થયેલ જટિલ કોષિકાઓમાં નવી વિશેષતા હતી કે....તેઓ સેક્સ કોષિકા(અંડાણુ તથા શુક્રાણુ) ને ઉત્પન્ન કરવા તથા તેમના ફ્યૂઝન વડે નવી કોષિકાને જન્મ આપવામાં સક્ષમ હતી. જ્યારે સરળ કોષિકાઓ ફક્ત પોતાના વિભાજન વડે નવી સંતાનને જન્મ આપવામાં સક્ષમ હોય છે અને તે સંતાન પોતાની જન્મદાતા કોષિકાની હુબહુ ક્લોન હોય છે. માટે તેના ડીએનએ માં વિવિધતા માટેની કોઇ ગુંજાઇશ શેષ નથી વધતી. જ્યારે સેક્સના આવિષ્કાર વડે જટિલ કોષિકાઓ પોતાના સઘળા જીન એકબીજા સાથે આપ-લે કરી શકે છે. પ્રમાણે ડીએનએ ને પોતાને સંશોધિત કરવા માટે અધિક ડેટા ઉપલબ્ધ હોય છે. પરિણામસ્વરૂપ ડીએનએ ઓછા સમયમાં જીવોમાં મોટા બદલાવ લાવી શકે છે.

 

(મિત્ર વિજય દ્વારા)

Sunday, May 9, 2021

Betelgeuse

 


 

મિત્રો, ઉપર લખેલ નામ એક તારા(star) નું છે. જે પૃથ્વીથી 642 પ્રકાશવર્ષ દૂર orion constellation(જેને મૃગશીષ તારામંડળ પણ કહે છે) માં સ્થિત છે. તારો ફિલહાલ ખુબ ચર્ચામાં છે. તારો એક રેડ જાયન્ટ સ્ટાર છે. તે આપણાં સૂર્યથી 950 ગણો મોટો છે. તે એટલો વિશાળ છે કે જો તારાને આપણાં સૂર્યની જગ્યાએ મૂકવામાં આવે તો તેનું કદ ગુરૂ ગ્રહ સુધી ફેલાઇ જશે. તેનું કદ આપણાં સૂર્ય કરતાં 950 ગણું ભલે હો પરંતુ તેનું દળ(mass) આપણાં સૂર્ય કરતાં 20 ગણું વધુ છે. કેમકે તેનું માળખું કીડીઓએ ખાઇ-ખાઇને ખોખલાં કરી નાંખેલ લાડવા સમાન છે. તારો પોતાના જીવનના અંતિમ દિવસો ગણી રહ્યો છે.

-

આવા રેડ જાયન્ટ સ્ટારની એક ખાસિયત હોય છે. તેઓ આસાનીથી મૃત્યુ નથી પામતા બલ્કે તેમાં એક મોટો વિસ્ફોટ થાય છે અને તેઓ છિન્નભિન્ન થઇ જાય છે. જેને સુપરનોવા વિસ્ફોટ કહે છે. સુપરનોવા બ્રહ્માંડમાં થતી સૌથી ખતરનાક ઘટનાઓમાંથી એક છે. ઘટનાને મનુષ્યે ભૂતકાળમાં પોતાની નગ્ન આંખો વડે વર્ષ 1604 માં જોઇ હતી. જેને Kepler's Supernova ના નામે ઓળખવામાં આવે છે. જાન્યુ. 2019 થી ડિસે. 2020 દરમિયાન થયેલ રિસર્ચથી આપણને ખબર પડી કે તારો પોતાના પ્રકાશને લગાતાર ખોઇ રહ્યો છે. આવનારા અમુક વર્ષોથી લઇને 10 હજાર વર્ષની અંદર તારો ગમે ત્યારે સુપરનોવા વિસ્ફોટ બની શકે છે. તારો એટલો વિશાળ વિસ્ફોટ કરશે કે તેને પૃથ્વી ઉપરથી રાત્રે સ્પષ્ટરૂપે જોઇ શકાશે. વિસ્ફોટ રાત્રિમાં આપણને પૂનમના ચંદ્ર જેટલો તેજસ્વી દેખાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દ્રશ્ય આપણને લગભગ મહિનાથી લઇને દોઢ વર્ષ સુધી દેખાશે. વિસ્ફોટ બાદ બીટલજ્યુસ એક ન્યુટ્રોન સ્ટારમાં પરિવર્તિત થઇ જશે, કે જે ફક્ત 30 કિ.મી.ના વિસ્તારમાં ફેલાયો હશે.

-

હવે અહીં મહત્વનો સવાલ ઉઠે છે કે શું વિસ્ફોટ પૃથ્વીને અસર કરશે? જવાબ છે.....બિલકુલ નહીં. કેમકે તારો આપણાંથી 642 પ્રકાશવર્ષ દૂર છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે લગભગ 30 પ્રકાશવર્ષથી વધુ દૂરના સુપરનોવા વિસ્ફોટ પૃથ્વીને ખાસ કંઇ અસર નથી કરતા. હાં, જો કોઇ સુપરનોવા વિસ્ફોટ 25 થી 26 પ્રકાશવર્ષ દૂર થયો હોય, તો તે પૃથ્વીના અડધાથી વધુ ઓઝોન લેયરને ખતમ કરી શકે છે. માટે બીટલજ્યુસ આપણાં માટે હાનિકારક નથી. બીજું, આપણી નજીક એવો કોઇજ તારો નથી જે આવનારા કરોડો વર્ષોમાં પણ અવસ્થાને પ્રાપ્ત થાય. હાં, આપણો સૂર્ય પોતે એક દિવસ પૃથ્વીને ખતમ જરૂર કરી નાંખશે પરંતુ ફિકર નોટ.... દિવસને પણ હજુ લગભગ ચાર અબજ વર્ષ કરતાં વધુની વાર છે.