Sunday, October 4, 2020

Test Cricket


 

ટેસ્ટ ક્રિકેટને ટેસ્ટ ક્રિકેટ શા માટે કહેવાય છે? તેની ચર્ચા બાદમાં પહેલાં થોડું ક્રિકેટ વિષે. ક્રિકેટ દુનિયાની સૌથી ઉલઝાયેલ, મુંઝવણયુક્ત અને પેચીદી રમત છે. કેમ? એક ટીમના ફક્ત બે ખેલાડીઓ મેદાનમાં હોય છે; બાકીના અગિયાર ખેલાડીઓ તેમને એક-એક કરી આઉટ કરે છે; તે બંન્ને ખેલાડીઓ એક જગ્યાએથી બીજી તરફ ભાગતા રહે છે; એક ઓવરમાં બોલ હોય છે; બોલર બોલને પીચ(ટપ્પો) પાડીને નાંખશે; હાથ સંપૂર્ણ ફેરવશે; ફિલ્ડીંગ પોઝીશન જેમકે મીડઓન, મીડઓફ, એકસ્ટ્રા કવર, સીલી પોઇન્ટ વગેરે; એની સિવાય બે અમ્પાયરો, એમની ઉપર થર્ડ અમ્પાયર; નો બોલ, વાઇડ બોલ, ડેડ બોલ; પાવરપ્લે, ફ્રી હીટ, ડિસિઝન રિવ્યુ; અવેજી ખેલાડી, નાઇટ વોચમેન, સ્ટ્રેટેજીક ટાઇમ આઉટ, સ્લો ઓવર રેટ, સુપર ઓવર; ગુગલી, બીમર, બાઉન્સર, ચાઇનામેન, ટ્રીમર; બોલ ટેમ્પરિંગ, રિવર્સ સ્વીપ, હુક, ઓવર વિકેટ/રાઉન્ડ વિકેટ, ડકવર્થ લુઇસ જેને આજસુધી કોઇ સમજી નથી શક્યું વગેરે ઉલઝનો...(યાદરહે ક્રિકેટમાં વપરાતા શબ્દો સામે શબ્દો એક ટકો પણ નથી).

-

શું આપને ખબર છે કે એક ખેલાડીને દસ અલગ-અલગ પ્રકારે આઉટ કરી શકાય છે? જેમકે....બોલ્ડ, કેચ આઉટ, રન આઉટ, સ્ટમ્પિંગ, LBW, hit the ball twice, Obstructing the field, Handling the ball, Timed out, Retired(જી હાં, બેટ્સમેન ખુદ કહી શકે છે કે હવે મારે વધુ નથી રમવું તેને કહે છે આઉટ). અંગ્રેજો જે જે દેશોમાં ગયા ત્યાં તેમણે ક્રિકેટનો પ્રચાર કર્યો. ઘણાં દેશો જેમકે કેનેડા, અમેરિકા વગેરેએ ક્રિકેટને આપનાવ્યું. જેના વિવિધ કારણો છે. પરંતુ ઘણાં એવા દેશો હતાં જેમના માટે ક્રિકેટ રમવાનો મતલબ હતો અંગ્રેજોને હરાવવું. જેમકે.....વેસ્ટઇન્ડીઝ, ભારત વગેરે. જ્યારે અંગ્રેજોને સઘળી વાત સમજાઇ ત્યારે તેમણે લોકોમાંથી ક્રિકેટરોને આમંત્રણ આપવાનું શરૂ કર્યું ઇંગ્લેન્ડમાં. જેથી આવા ખેલાડીઓના હુન્નરને તેઓ Test કરી શકે. માટે આવી મેચોનું નામ Test Match રખાયું.

-

ક્રિકેટ રસીયાઓ યાદ રાખો....ક્રિકેટમાં rules નહીં પરંતુ Laws હોય છે. માટે જરૂરી છે કે જ્યારે પણ ક્રિકેટના Laws લખાતા હોય ત્યારે ફરજીયાત એલ 'L'aws કેપીટલ હોવો જોઇએ. સઘળા Laws ની જવાબદાર એક પ્રાઇવેટ ક્લબ છે જેનું નામ MCC(Marylebone Cricket Club) છે. MCC ની જવાબદારીઓ હાલ ICC એટલેકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સંભાળે છે. પરંતુ આજની તારીખે પણ MCC ક્રિકેટના Laws ના કોપીરાઇટ રાખે છે. મતલબ ફક્ત MCC ને ક્રિકેટના Laws માં ફેરફાર કરવાનો અધિકાર છે. Laws ઓગણીસમી સદીમાં પીચ ઉપર લખાયા હતાં જેને Home of Cricket કહે છે. મતલબ Lord's નું મેદાન.

 


No comments:

Post a Comment