Sunday, October 18, 2020

કૃષિ બિલ

 


મોદી સરકાર કહે છે, અમે ખેડૂતોના હિત માટે બિલ લાવ્યા છીએ. જ્યારે ખેડૂતો કહે છે, અમને આવી ભલાઇ વાળા બિલ નથી જોઇતા. પહેલી વાર એવું જોવામાં આવી રહ્યું છે કે કોઇ સરકાર વગર માંગ્યે જબરદસ્તી કોઇ વર્ગની ભલાઇ કરવાની હઠ લઇને બેસી છે અને જેની ભલાઇ થઇ રહી છે તે ભલાઇ વિરૂધ્ધ હડતાલ, ધરણાં, પ્રદર્શન કરી રહ્યાં છે. એટલુંજ નહીં સરકાર ભલાઇ કરવા માટે એટલી ઉતાવળી બની છે કે રાજ્યસભામાં વગર ચર્ચાએ, વગર વોટિંગે, ફટાફટ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કરાવી ભલાઇના બિલો પાસ કરી દીધાં. સરકાર સુધારાઓ કરવા હેતુ ખેડૂતોનો આટલો વિરોધ સહન કરે ખરી? તો આખરે મેટર શું છે?

-

બિલોના મૂળમાં ખેડૂતો કે ખેતી નહીં પરંતુ WTO(World Trade Organization) કરારની Peace Clause(શાંતિ કલમ) નું સક્રિય થવું છે. અનુચ્છેદ શું છે તેમજ અમીર(વિકસિત) દેશો ભારત જેવા વિકાસશીલ દેશોના કૃષિ ક્ષેત્રોની હાલત કેવી કરવા માંગે છે? તેની જાણકારી તેમજ આજની કૃષિ વિષેની ગંભીર પરિસ્થિતિનું આંકલન 2017 ના સમાચારની એક લિંકમાં મળી રહેશે. જે રહી(હિન્દીમાં ઉપલબ્ધ છે)....

 

https://www.gaonconnection.com/duniya/wto-world-trade-organization-11th-ministerial-meeting-pds-bali-peace-clause-food-security-food-subsidy?infinitescroll=1

 

છતાં ટૂંકમાં....GATT(General Agreement on Tariffs and Trade) એગ્રીમેન્ટ અનુસાર 1986-1988 ના સરેરાશ પાકોની કિંમત ઉપર MSP(ન્યૂનતમ સમર્થન મૂલ્ય) આપવાને સબસિડી ગણવામાં આવે છે. મતલબ ધારોકે હાલના પાકોનું MSP 1850 રૂા. છે અને 1986-1988 માં પાકોનું સરેરાશ MSP 1050 રૂા. હતું, તો 1850-1050= 800 રૂા. પ્રતિ ક્વિન્ટલે ખેડૂતોને અપાતી સબસિડી ગણાશે. તથા બીજી શરત કે આવી કુલ સબસિડી food security program અંતર્ગત સંગ્રહિત કરાયેલા અનાજની કુલ કિંમતના 10% થી વધુ હોવી જોઇએ. ભારત 10% સબસિડીના આંકડાને એપ્રિલ 2020 માંજ પાર કરી ગયું હતું. હવે WTO ભારત ઉપર MSP હટાવવા માટે દબાણ કરી રહ્યું છે. આનો મતલબ એવો થાય કે WTO ના સદસ્ય દેશો નથી ઇચ્છતા કે સસ્તા દરે ઉત્પન્ન કરાયેલ ધાન જાપાન, અમેરિકા જેવા દેશોમાં ઠલવાય કે જ્યાં ધાનની ઉત્પાદન લાગત ભારતથી અઢી ઘણી છે. સ્વાભાવિક છે કે આનાથી તે દેશોના ખેડૂતોને નુકસાન થશે. દોઢ મહિના પહેલાંજ અમેરિકા, કેનેડા, જાપાન, બ્રાઝિલ, યુરોપિયન દેશો વગેરે peace clause ઉપર વિરોધ નોંધાવ્યો. જેની તપાસ ફિલહાલ ચાલે છે.

-

અહીં પ્રશ્ન ઉઠે છે કે આવી સમસ્યા તો બીજા દેશોમાં પણ ઉદભવતી હશે ને? તો તેઓ આનું નિરાકરણ કઇરીતે કરતા હશે? ગ્રીન સબસિડી વડે....અનાજની કિંમત ઉપર અપાયેલ intervention કિંમત(ભારત મુજબ MSP) એમ્બર બોક્ષ કહેવાય છે. જેને WTO ના સઘળા દેશો ઓછામાં ઓછી રાખવા ઉપર સહમતિ આપી ચૂક્યા છે. સ્થિતિમાં MSP તો એક ના એક દિવસે સમાપ્ત થવાની હતી. યાદરહે MSP ની ગેરેંટી આપવી સરકારના અધિકારક્ષેત્રમાં પણ નથી આવતું. તો અમેરિકા જેવા દેશોની સરકારોએ આનું સમાધાન ગ્રીન સબસિડી વડે કાઢ્યુ છે. જેમાં ખેડૂતોને પ્રત્યક્ષ રોકડ રકમ આપવામાં આવે છે. અમેરિકામાં કેશ સબસિડી ભારતના ખેડૂતોને મળતી સબસિડીથી પાંત્રીસ ઘણી વધુ છે. યાદરહે અમેરિકા અને યુરોપના ખેડૂતો પણ માર્કેટ ઇકોનોમીથી જોડાઇને ભારે આર્થિક સંકટમાં છે અને ત્યાંની સરકારો દ્વારા અપાતી ભારેખમ સબસિડીના જોરે ખેતી કર્યે રાખે છે.

-

ફાંકા ફોજદારી કરતી સરકાર કહી રહી છે કે MSP નહીં હટે યથાવત રહેશે. તો આનો ઉલ્લેખ બિલમાં કરી દે. સરકારના ત્રણેય આદેશો ખેડૂતોને મંજૂર છે. બસ, સરકાર મંડી(APMC) ના અંદર અથવા બહાર MSP થી નીચેની ખરીદીને કાયદાકીય ગુનો ગણી તેનો બિલમાં સમાવેશ કરી દે. પરંતુ સરકાર બહાદુર એવું કરવા રાજી નથી. કેમ? કાયદો બિહાર જેવા રાજ્યોમાં પહેલાથી લાગુ છે. ત્યાં મંડી ખતમ થઇ ગઇ છે અને ફ્રી માર્કેટે ખેડૂતોને એવા લૂટ્યા છે કે પાકની લાગત મૂલ્ય પણ મેળવી નથી શકતાં. તો જ્યારે મોડલ પહેલેથીજ વિફળ છે તો કોને ફાયદો પહોંચાડવા બિલો લાવવામાં આવ્યાં? ભારત જાન્યુ. 1995 માં WTO નું સદસ્ય બનીને માર્ગ ઉપર ચાલી નીકળ્યું છે. અત્યારસુધીની તમામ કોંગ્રેસ/ભાજપ સરકારો ગેટ/ડંકલ/WTO વગેરે આંતરરાષ્ટ્રીય કરારોમાં ખેડૂતોને મળનારી સહાયતાને બંધ કરવાની શરતો માનતી આવી છે.

-

અહીં ખેડૂતોએ પણ જાગ્રત થવાની જરૂર છે. અગર મંડી વ્યવસ્થાથી તમારી સમસ્યાઓનું સમાધાન નથી થયું તો શું તેને સુધારવા માટે તમે કોઇ જોરદાર આંદોલન કર્યું? વિપક્ષને તો તમારો વોટ જોઇએ છે માટે તમને હંમેશા ભડકાવતા રહે છે અને સત્તા મળતા પાછળના સરકારની પોલિસી લાગુ કરી દેશે. શું તમે લગાતાર વિપક્ષો(ચાહે ભાજપ હો યા કોંગ્રેસ) ના મહોરા બનીને રહેશો? શું કોઇપણ વિપક્ષી નેતાએ અત્યારસુધી સરકારને ગાળો દેવા સિવાય તમને પાક પસંદગી ઉપર સલાહ આપી છે ખરી? તમારો ડર વ્યાજબી છે કે કોર્પોરેટ પૈસાના જોરે સીઝનમાં સસ્તી ખરીદી કરી તમને કોમ્પિટિશનમાં નહીં ટકવા દે, પરંતુ તમને આર્થિકરૂપે મજબૂત બનાવવા કોઇ નેતાએ વ્યક્તિગત પ્રયાસ કર્યા છે?(અપવાદ હશે) સૌથી મોટી વોટ સંખ્યા હોવાના બાવજૂદ તમે કોઇના વોટબેંક નથી. પોતાના પ્રતિનિધિ પસંદ કરી રાજનીતિક દળો સમક્ષ પોતાની માંગણીઓ મુકી એકજૂટ થઇ મત આપશો તો તમારી હર માંગણીઓ હર દળે જખ મારીને પુરી કરવી પડશે. પૈસાવાળા ઉદ્યોગપતિઓને જુઓ, પોતાની લોબી બનાવીને બેઠા છે. કોઇ ચક્કાજામ કે રોડ બંધ નથી કરતાં. છતાં તમારાથી ચાર ઘણું કરજ માફ કરાવી લે છે.

-

ખેડૂતોના બે સૌથી મોટા દુશ્મનો છે.....સરકાર અને મધ્યમ વર્ગ....કે જેમણે ખેડૂતને હંમેશા બોજો સમજ્યો છે(કરજ માફ કરાવવાવાળા ભિક્ષુકો). પણ.....સૌના પેટ ભરનારા ખેડૂતોની હાલતનો અંદાજો નીચે આપેલ ઉત્તરપ્રદેશના કૃષિ વિભાગના આંકડાઓની લિંક ઉપરથી મળી જશે. જેમાં જણાવ્યું છે કે એક ખેડૂત પ્રત્યેક મહિને સરેરાશ 1307 રૂા. ની ખોટ કરે છે. 6230 રૂા. ની લાગતે ખેડૂતને માત્ર 4923 રૂા.ની આવક થાય છે. હિસાબે ખેડૂતની દૈનિક આવક માત્ર 164 રૂા. છે.

https://www.nabard.org/auth/writereaddata/tender/2803190013Final_Report_Nabard_30th_June.CP.pdf

 

No comments:

Post a Comment