Tuesday, October 27, 2020

Mass & Weight

 


Mass એટલેકે દળ અને Weight એટલેકે વજનમાં શું ફરક છે? વિષય ઘણો દિલચશ્પ તેમજ ગૂંચવનારો છે. ચાલો જોઇએ....

-

દળ અને વજન બે ભિન્ન વસ્તુઓ હોય છે. દળની સરળ વ્યાખ્યા છે......એક રોકાયેલ(સ્થિર) પદાર્થને ખસેડવા માટે(move કરવા માટે) લગાડાતા બળ વિરૂધ્ધ જે તે પદાર્થ વિરોધમાં જેટલો વધુ અવરોધ(resistance) કરશે, તેનું દળ તેટલું વધુ હશે. દળનો એકમ(unit) કિલોગ્રામ હોય છે જ્યારે બળ(force) નો એકમ ન્યૂટન હોય છે. ઉદાહરણ તરીકે અગર હું કોઇ પદાર્થ ઉપર 1 ન્યૂટનનો ફોર્સ લગાવુ અને તે એક "ખાસ" ઝડપે પોતાની જગ્યાએથી move થઇ જાય, તો હું કહીશ કે તે પદાર્થનું દળ 1 કિલોગ્રામ છે. એજ પ્રમાણે જો હું કોઇ અન્ય પદાર્થ ઉપર 20 ન્યૂટનનો ફોર્સ લગાવુ છતાં તે પદાર્થ move નથી થાતો, તો તેનો મતલબ થાય કે તે પદાર્થનું દળ 20 કિ.ગ્રા થી વધુ છે. તો તમે ગમે ત્યાં હો....ચંદ્ર ઉપર, પૃથ્વી ઉપર, પાણીની અંદર, હવાઇ જહાજમાં ગમે ત્યાં....જો તમારૂ દળ 10 કિ.ગ્રા છે તો તમને move કરવા માટે 10 ન્યૂટન ફોર્સની જરૂર પડશે.

-

હવે વાત કરીએ વજનની....વજનનો મતલબ છે કે કોઇપણ પદાર્થ ઉપર ગ્રેવિટિ કેટલી અસર કરી રહી છે અને ગ્રેવિટિ તો એક ફોર્સ છે. ટેકનિકલી વજનની ગણતરી વખતે આપણે તે પદાર્થ ઉપર લાગનાર ફોર્સને calculate કરીએ છીએ. આપણે ઉપર જોઇ ગયા કે ફોર્સનો એકમ તો ન્યૂટન હોય છે, તો શું વજનનો એકમ પણ ન્યૂટન હોય છે? જી હાં.....તો પછી આપણે વજનને કિલોગ્રામમાં શા માટે માપીએ છીએ? હકિકતે આપણે ખોટું પણ કરીએ છીએ અને સાચું પણ. સામાન્ય જીવનમાં કિ.ગ્રા નો ઉપયોગ વધુ સરળ રહે છે. કેમ? કેમકે સામાન્યરીતે કોઇ પદાર્થનું દળ માપવું આપણી દુનિયામાં પ્રેક્ટિકલ નથી(for common use).

-

અજીબ વાત છે કે વજન અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ હોય શકે છે. કેમ? કેમકે ગ્રેવિટિ બધે સરખી નથી હોતી. ઉદાહરણ તરીકે....ધારોકે તમારૂ વજન પૃથ્વી ઉપર કોઇ વજનકાંટો 100 કિ.ગ્રા બતાવે છે, તો તે વજનકાંટો ચંદ્ર ઉપર તમારૂ વજન 16.5 કિ.ગ્રા બતાવશે. કેમકે ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ પૃથ્વીની તુલનાએ ઘણું ઓછું છે. બિલકુલ એજ પ્રમાણે આપણી પૃથ્વી પણ પરફેક્ટ ગોળ નથી. માટે તેની ગ્રેવિટિ પણ અલગ-અલગ હોય છે. પર્વતીય ક્ષેત્રોમાં અલગ અને મેદાની ક્ષેત્રોમાં અલગ. ઉદાહરણ તરીકે....જો કોઇનું વજન કેનેડામાં 100 ન્યૂટન છે અને કેનેડામાં કેલિબ્રેટ થયેલ વજનકાંટા ઉપર તેનું વજન માપવામાં આવે તો, આપણને તેનું વજન 100 કિ.ગ્રા મળશે. પરંતુ.....તે વજનકાંટા વડે જે તે વ્યક્તિનું વજન પેરૂ નામના દેશમાં માપીએ તો, તેનું વજન ત્યાં 99.3 કિ.ગ્રા બતાવશે. કેમકે પેરૂની ગ્રેવિટિ અને કેનેડાની ગ્રેવિટિમાં ફરક છે. આશા છે મિત્રોને વાત સમજાઇ ગઇ હશે.